પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

PNGRB એ યુનિફાઇડ ટેરિફના અમલીકરણની રજૂઆત કરી છે- જે નેચરલ ગેસ સેક્ટરમાં બહુપ્રતીક્ષિત સુધારા છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રમાં આ એક નોંધપાત્ર સુધારો છે

Posted On: 31 MAR 2023 9:13AM by PIB Ahmedabad

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે યુનિફાઇડ ટેરિફના અમલીકરણની રજૂઆત કરી છે- જે નેચરલ ગેસ સેક્ટરમાં બહુપ્રતીક્ષિત સુધારા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રે આ એક નોંધપાત્ર સુધારો છે.

એક ટ્વીટ થ્રેડમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય પ્રધાન, શ્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે દેશના તમામ ક્ષેત્રોના આર્થિક વિકાસના ઉદ્દેશ્યને અનુરૂપ, જેની ખૂબ જ રાહ જોવાતી હતી તે PNGRB પ્રાકૃતિક ગેસ ક્ષેત્રમાં યુનિફાઇડ ટેરિફનો અમલ રજૂ કરે છે.

શ્રી પુરીએ એ પણ માહિતી આપી હતી કે આ ટેરિફ મિકેનિઝમ ભારતને ‘વન નેશન વન ગ્રીડ વન ટેરિફ’ મોડલ હાંસલ કરવામાં અને દૂરના વિસ્તારોમાં ગેસ માર્કેટને આગળ વધારવામાં મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડ્સના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો."

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1912441) Visitor Counter : 162