પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ 25મી માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે


પીએમ ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે

પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે

મેટ્રો લાઇનથી ગતિશીલતાની સરળતામાં વધારો થશે અને શહેરમાં ટ્રાફિકની ભીડ ઓછી થશે

Posted On: 23 MAR 2023 5:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી માર્ચ, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે.

ચિક્કાબલ્લાપુર ખાતે પ્રધાનમંત્રી

વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો મેળવવા અને સુલભ અને સસ્તું આરોગ્યસંભાળ પ્રદાન કરવામાં મદદરૂપ બને તેવી પહેલમાં, પ્રધાનમંત્રી શ્રી મધુસુદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SMSIMSR)નું ઉદ્ઘાટન કરશે. તેની સ્થાપના સત્ય સાંઈ ગ્રામ, મુદ્દેનાહલ્લી, ચિક્કાબલ્લાપુર ખાતે માનવ શ્રેષ્ઠતા માટે શ્રી સત્ય સાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં સ્થિત અને તબીબી શિક્ષણ અને આરોગ્યસંભાળને ડી-કમર્શિયલાઇઝ કરવાના વિઝન સાથે સ્થપાયેલ, SMSIMSR તમામને તબીબી શિક્ષણ અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે - સંપૂર્ણપણે મફત -. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી કાર્યરત થશે.

બેંગલુરુ ખાતે પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિશ્વ કક્ષાના શહેરી ગતિશીલતા માળખાના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના અનુસંધાનમાં, બેંગ્લોર મેટ્રો ફેઝ 2 હેઠળ વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રોથી ક્રિષ્નારાજપુરા મેટ્રો લાઇનની 13.71 કિમી લાંબી રીચ-1 એક્સ્ટેંશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન ખાતે કરવામાં આવશે. આશરે રૂ. 4250 કરોડના ખર્ચે બનેલ, આ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન બેંગલુરુના મુસાફરોને સ્વચ્છ, સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે, ગતિશીલતામાં સરળતા વધારશે અને શહેરમાં ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે.

GP/JD



(Release ID: 1910181) Visitor Counter : 120