પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સંયુક્ત રીતે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું
IBFP એ ભારત અને તેના પડોશીઓ વચ્ચે બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે
બાંગ્લાદેશ સાથે ઉન્નત જોડાણ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે
Posted On:
18 MAR 2023 6:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો. નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે.
પાવર અને ઊર્જા ક્ષેત્રે સહકાર એ ભારત-બાંગ્લાદેશ સંબંધોની ઓળખ બની ગઈ છે. IBFP એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે જે બાંગ્લાદેશમાં હાઇ-સ્પીડ ડીઝલ (HSD)ના વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (MMTPA) પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. બાંગ્લાદેશ સાથે વિસ્તૃત કનેક્ટિવિટી બંને પક્ષો વચ્ચે લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
બાંગ્લાદેશ ભારતનું ટોચનું સૌથી વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં તેનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું સંચાલન બંને દેશો વચ્ચે ચાલુ ઊર્જા સહયોગને વધારશે અને બાંગ્લાદેશમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ કરશે.
પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ પર સતત માર્ગદર્શન આપવા બદલ પ્રધાનમંત્રી શેખ હસીનાનો આભાર માન્યો હતો અને બંને દેશોના લોકોના હિત માટે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
YP/GP/JD
(Release ID: 1908383)
Visitor Counter : 219
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam