ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં પાંચ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાયના રૂ. 1,816.162 કરોડ આપવા મંજૂરી


આ કુદરતી આફતોનો સામનો કરનારા પાંચ રાજ્યોના લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો સંકલ્પ દર્શાવે છે

આસામ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મેઘાલય અને નાગાલેન્ડને 2022 દરમિયાન પૂર/ભૂસ્ખલન, વાદળ ફાટવા જેવી આપદા માટે ભંડોળ પ્રાપ્ત થશે

Posted On: 13 MAR 2023 4:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી, શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કુદરતી આફતોનો સામનો કરનારા પાંચ રાજ્યોના લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો સંકલ્પ દર્શાવે છે.

HLC NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી. બ્રેકઅપ નીચે મુજબ છે:-

આસામને રૂ. 520.466 કરોડ

હિમાચલ પ્રદેશને રૂ. 239.31 કરોડ

કર્ણાટકને રૂ. 941.04 કરોડ

મેઘાલયને રૂ. 47.326 કરોડ

નાગાલેન્ડને રૂ. 68.02 કરોડ

આ વધારાની સહાય રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માં કેન્દ્ર દ્વારા રાજ્યોને જાહેર કરાયેલા ભંડોળ કરતાં વધુ છે, જે રાજ્યોના નિકાલ પર પહેલાથી જ મૂકવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કેન્દ્ર સરકારે 25 રાજ્યોને તેમના SDRFમાં રૂ.15,770.40 કરોડ અને NDRF તરફથી 4 રાજ્યોને રૂ.502.744 કરોડ રિલિઝ કર્યા છે.

કેન્દ્ર સરકારે તેમના તરફથી મેમોરેન્ડમની પ્રાપ્તિની રાહ જોયા વિના, આફતો પછી તરત જ આ રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો (IMCTs) નિયુક્ત કરી હતી.

YP/GP/JD



(Release ID: 1906400) Visitor Counter : 186