ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે RRRના 'નાટુ નાટુ' ગીત અને શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' ને પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

ભારતીય સિનેમા માટે એક સીમાચિહ્નરૂપ દિવસ, કારણ કે આ ગીતે ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે, ગીત ભારતીયો તેમજ વિશ્વભરના સંગીત પ્રેમીઓના હોઠ પર હતું, ટીમ આરઆરઆરને અભિનંદન

'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' ફિલ્મ હાથીઓને બચાવવાના ભારતના પ્રયાસોને મોખરે લાવે છે, આ એવોર્ડ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સંભાવનાને રેખાંકિત કરે છે અને યુવા ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપશે”

प्रविष्टि तिथि: 13 MAR 2023 1:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આરઆરઆરના 'નાટુ નાટુ' ગીત અને શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ને પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યું, “ભારતીય સિનેમા માટે એક સીમાચિહ્નરૂપ દિવસ, કારણ કે 'નાટુ નાટુ' ગીતે ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ગીત ભારતીયો તેમજ વિશ્વભરના સંગીત પ્રેમીઓના હોઠ પર હતું. ટીમ RRR @ssrajamouli @mmkeeravaani @boselyricist @tarak9999 @AlwaysRamCharanને અભિનંદન.”

અન્ય એક ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું, “@EarthSpectrum અને @guneetmને શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' માટે ઓસ્કાર જીતવા બદલ અભિનંદન. આ ફિલ્મ હાથીઓને બચાવવાના ભારતના પ્રયાસોને મોખરે લાવે છે. આ એવોર્ડ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સંભાવનાને રેખાંકિત કરે છે અને યુવા ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1906310) आगंतुक पटल : 282
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Telugu , Kannada