પ્રધાનમંત્રીનું કાર્યાલય

ટેક્નોલોજી જીવન પર સકારાત્મક અસર કરી રહી છે અને નાગરિકોને સશક્ત બનાવી રહી છે: પ્રધાનમંત્રી

Posted On: 06 MAR 2023 8:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી જીવન પર સકારાત્મક અસર કરી રહી છે અને નાગરિકોને સશક્ત કરી રહી છે. શ્રી મોદી રાજ્યસભાના સભ્ય શ્રી નબામ રેબિયાના એક ટ્વિટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં શ્રી રેબિયાએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત પહેલા અરુણાચલ પ્રદેશના શેરગાંવ ગામમાં માત્ર એક જ મોબાઈલ સેવા પ્રદાતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હવે 3 મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર છે.

તેઓ એમ પણ જણાવ્યું કે અગાઉ જ્યારે આ ગામમાં મેડિકલ ઈમરજન્સી હતી ત્યારે લોકોને ડૉક્ટરને મળવા માટે રોડ માર્ગે ઈટાનગર જવું પડતું હતું અને પાછા આ ગામમાં આવવું પડતું હતું. આખી પ્રક્રિયામાં લગભગ 3 દિવસનો સમય લાગતો હતો. આજે વિડિયો કોલની મદદથી ડૉક્ટરો 30 મિનિટથી પણ ઓછા સમયમાં યોગ્ય સારવાર માટે ત્વરિત માર્ગદર્શન આપે છે. આ સિવાય તેમણે કહ્યું કે ઈ-સંજીવની પોર્ટલ અરુણાચલ પ્રદેશમાં રહેતા લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે.

રાજ્યસભાના સભ્યના ઉપરોક્ત નિવેદનનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "ટેક્નોલોજી જીવન પર સકારાત્મક અસર કરી રહી છે અને નાગરિકોને સશક્ત કરી રહી છે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1904753) Visitor Counter : 143