પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી


નેતાઓએ પરસ્પર હિતના અસંખ્ય દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને સંરક્ષણ, આર્થિક અને વ્યાપારી ક્ષેત્રોમાં વધતા સહકારની સમીક્ષા કરી

તેઓ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન, સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ટકાઉ વિકાસમાં સહયોગ કરવા સંમત થયા

પીએમએ તેમના સ્પેનિશ સમકક્ષને G20 માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી સાંચેઝે G20 પ્રેસિડેન્સી હેઠળ ભારતની પહેલોને સંપૂર્ણ સમર્થન આપ્યું

Posted On: 15 FEB 2023 9:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી.

નેતાઓએ પરસ્પર હિતના અનેક દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલોની સમીક્ષા કરી અને તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને સંરક્ષણ, આર્થિક અને વ્યાપારી ક્ષેત્રોમાં વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન, સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ કરવા સંમત થયા હતા.

પીએમ મોદીએ તેમના સ્પેનિશ સમકક્ષને વસુધૈવ કુટુમ્બકમ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ પર આધારિત એકતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવા તરફ G20 પ્રેસિડેન્સી માટેની ભારતની પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી સાંચેઝે G20 પ્રેસિડેન્સી હેઠળ ભારતની પહેલોને સંપૂર્ણ સમર્થન આપ્યું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

YP/GP/JD



(Release ID: 1899690) Visitor Counter : 155