રાષ્ટ્રપતિ સચિવાલય

અખબારી વિજ્ઞપ્તી

Posted On: 12 FEB 2023 9:16AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શ્રી ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે શ્રી રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કર્યો.

ભારતના રાષ્ટ્રપતિને નીચેની નિમણૂકો કરી છે:-

(i) અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, PVSM, UYSM, YSM (નિવૃત્ત)

(ii) શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સિક્કિમના રાજ્યપાલ તરીકે

(iii) શ્રી સી.પી. રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ તરીકે

(iv) શ્રી શિવ પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે

(v) શ્રી ગુલાબચંદ કટારિયા આસામના રાજ્યપાલ તરીકે

(vi) શ્રી જસ્ટિસ (નિવૃત્ત) એસ. અબ્દુલ નઝીર આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે

(vii) શ્રી બિસ્વા ભૂષણ હરિચંદન, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ, છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(viii) સુશ્રી અનુસુયા ઉઇકે, છત્તીસગઢના રાજ્યપાલ, મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(ix) શ્રી લા. ગણેશન, મણિપુરના રાજ્યપાલ, નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(x) શ્રી ફાગુ ચૌહાણ, બિહારના રાજ્યપાલ, મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(xi) શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(xii) શ્રી રમેશ બૈસ, ઝારખંડના રાજ્યપાલ, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(xiii) બ્રિગેડ. (ડૉ.) શ્રી બી.ડી. મિશ્રા (નિવૃત્ત), અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત

ઉપરોક્ત નિમણૂંકો તેઓ તેમની સંબંધિત કચેરીઓનો ચાર્જ સંભાળે તે તારીખથી અમલમાં આવશે.

 

YP/GP/NP



(Release ID: 1898444) Visitor Counter : 200