રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો: ભારતીય રેલવેએ નવી સેવા શરૂ કરી

Posted On: 06 FEB 2023 1:10PM by PIB Ahmedabad

ભારતીય રેલવેના PSU, IRCTC એ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે.

ગ્રાહક માટે ઇન્ટરેક્ટિવ ટુ વે કમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે WhatsApp નંબર +91-8750001323 રજૂ કરાયો છે.

AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓના તમામ પ્રશ્નોને હેન્ડલ કરવા અને તેમના માટે ભોજન બુક કરવા માટે, પસંદ કરેલ ટ્રેનો અને મુસાફરો પર અમલમાં મૂકાયેલ ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp સેવા રજૂ કરાઈ છે.

ગ્રાહક પ્રતિસાદ અને સૂચનોના આધારે, કંપની અન્ય ટ્રેનોમાં પણ તેનો અમલ કરાશે.

ભારતીય રેલવેના PSU, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) એ ખાસ વિકસિત વેબસાઇટ www.catering.irctc.co.in તેમજ તેની ઇ-કેટરિંગ એપ્લિકેશન ફૂડ ઓન ટ્રેક દ્વારા ઇ-કેટરિંગ સેવાઓ શરૂ કરી છે.

તેની ઈ-કેટરિંગ સેવાઓને વધુ ગ્રાહક-કેન્દ્રીત બનાવવાની દિશામાં એક પગલું આગળ, ભારતીય રેલવેએ તાજેતરમાં રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ખોરાકનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. આ હેતુ માટે બિઝનેસ વોટ્સએપ નંબર +91-8750001323 શરૂ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં, વોટ્સએપ કોમ્યુનિકેશન દ્વારા ઈ-કેટરિંગ સેવાઓના બે તબક્કાના અમલીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં, બિઝનેસ વોટ્સએપ નંબર www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કરીને ઈ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઈ-ટિકિટ બુક કરાવનાર ગ્રાહકને સંદેશ મોકલશે.

આ વિકલ્પ સાથે, ગ્રાહકો એપ ડાઉનલોડ કરવાની જરૂર વગર સીધા જ IRCTCની ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા સ્ટેશનો પર ઉપલબ્ધ તેમની પસંદગીની રેસ્ટોરાંમાંથી તેમની પસંદગીનું ભોજન બુક કરી શકશે.

 

સેવાઓના આગળના તબક્કામાં, WhatsApp નંબર ગ્રાહક માટે એક ઇન્ટરેક્ટિવ ટુ વે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે સક્ષમ કરવામાં આવશે જેમાં AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓની તમામ ક્વેરીનું સંચાલન કરશે અને તેમના માટે ભોજનનું બુકિંગ પણ કરશે.

શરૂ કરવા માટે, પસંદ કરેલી ટ્રેનો અને મુસાફરો પર ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp કમ્યુનિકેશન લાગુ કરવામાં આવ્યું છે અને ગ્રાહકોના પ્રતિસાદ અને સૂચનોના આધારે, રેલવે અન્ય ટ્રેનોમાં પણ તેને શરૂ કરાશે.

આજે, IRCTCની વેબસાઈટ તેમજ એપ દ્વારા સક્ષમ ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ગ્રાહકોને એક દિવસમાં અંદાજે 50000 ભોજન પીરસવામાં આવે છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1896574) Visitor Counter : 378