પ્રવાસન મંત્રાલય
વર્ષાંત સમીક્ષા: પર્યટન મંત્રાલય
ભારત 55 સ્થળોએ 200 થી વધુ G20 બેઠકોનું આયોજન કરશે તેવી અપેક્ષા છે
28 નવા પર્યટન હવાઇ માર્ગોનો સમાવેશ કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે; પર્યટન RCS હવાઇ માર્ગોની કુલ સંખ્યા હવે 59 થઇ ગઇ છે
રાષ્ટ્રીય ડિજિટલ પર્યટન મિશનનો ઉદ્દેશ પર્યટન ઇકો-સિસ્ટમમાં હિતધારકોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની જેમ જ ડિજિટલ રીતે જોડવાનો છે
પર્યટન મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે ‘યુવા ટુરિઝમ ક્લબ’ની સ્થાપના કરવાનો પ્રારંભ કર્યો છે
વિવિધ પ્રદેશોને દુનિયાભરમાં લોકપ્રિય પર્યટન સ્થળો તરીકે પ્રોત્સાહન આપવા માટે ઉત્સવ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો જેના પર સમગ્ર ભારતના તહેવારો, કાર્યક્રમો અને લાઇવ દર્શન પ્રદર્શિત કરવામાં આવે છે
પર્યટન મંત્રાલયે યુનિફોર્મ ટુરિસ્ટ પોલીસ યોજનાના અમલીકરણના સંદર્ભમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગના DG/IGની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું
દેશમાં પર્યટનના વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રાજ્યના પર્યટન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું
વિદેશોમાં રહેલી પોતાની કચેરીઓ દ્વારા આ મંત્રાલયે દુબઇ ખાતે અરેબિયન ટ્રાવેલ માર્ટ અને લંડન ખાતે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ જેવા મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો
Posted On:
22 DEC 2022 3:22PM by PIB Ahmedabad
કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન પર્યટન મંત્રાલય દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મુખ્ય સિદ્ધિઓનું વિવરણ મુજબ છે:
• 1 ડિસેમ્બર 2022ના રોજ, ભારતે એક વર્ષ માટે G20 સમૂહના દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે. 30મી નવેમ્બર 2023ના રોજ પૂરા થતા આ અધ્યક્ષતાના સમયગાળા દરમિયાન ભારત, 55 સ્થળોએ 200 થી વધુ બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે. તેમાંથી 4 બેઠકો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલય પોતાની અલગ અલગ સ્થાનિક કચેરીઓ અને ITDC દ્વારા ટેક્સી/કેબ ડ્રાઇવરો, પ્રવાસી પરિવહન ડ્રાઇવરો, હોટેલના ફ્રન્ટલાઇન સ્ટાફ, ટુરિસ્ટ ગાઇડ વગેરે સહિત પર્યટન ક્ષેત્રના હિતધારકો માટે કૌશલ્ય પ્રશિક્ષણ અને સંવેદના કાર્યક્રમોનું આયોજન કરે છે. સોફ્ટ સ્કિલના તાલીમ કાર્યક્રમોમાં શિષ્ટાચાર, કાર્યસ્થળ અને વ્યક્તિગત સ્વચ્છતા, કોવિડ સંબંધિત પ્રોટોકોલ, વિદેશી ભાષા વગેરે સહિત બીજી ઘણી બાબતોને સમાવી લેવામાં આવી છે. સમગ્ર ભારતમાં G 20ની બેઠકો યોજવાની છે તે સ્થળો પર અત્યાર સુધીમાં 2000 થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, તેમજ આવનારા થોડા મહિનાઓ સુધી હજુ વધુ તાલીમ કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે.
• પર્યટન મંત્રાલય દ્વારા ગૃહ મંત્રાલય અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) સાથે સંકલન સાધીને નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે 19 ઓક્ટોબર 2022ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગના મહાનિદેશક/ઇન્સ્પેક્ટર જનરલ્સ (DG/IG)ની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું જેમાં યુનિફોર્મ ટુરિસ્ટ પોલીસ સ્કીમના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટુરિસ્ટ પોલીસ યોજના પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય પર્યટન મંત્રાલયની સાથે મળીને ગૃહ મંત્રાલય, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને એક જ મંચ પર લાવવાનો હતો, જેથી તેઓ ઘનિષ્ઠતાપૂર્વક સંકલનમાં સાધીને સૌ સાથે મળીને કામ કરી શકે અને યુનિફોર્મ ટુરિસ્ટ પોલીસ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓની ચોક્કસ જરૂરિયાતો વિશે તેમને સંવેદનશીલ બનાવી શકાય.
નેશનલ ડિજિટલ ટુરિઝમ મિશન (NDTM)નો ઉદ્દેશ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની જેમ જ પર્યટન ઇકો-સિસ્ટમમાં હિતધારકોને ડિજિટલ રીતે જોડવાનો છે. પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓને એકીકૃત પ્રણાલી હેઠળ લાવવા અને આ પ્રકારે આતિથ્ય અને પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે ડિજિટલાઇઝેશન ચાવીરૂપ પાસું છે. NIDHI+ને NDTM ના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે જોવામાં આવે છે.
• RCS UDAN-3 પર્યટન હેઠળ, પર્યટન મંત્રાલય દ્વારા કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાના હેતુથી અને આઇકોનિક સાઇટ્સ સહિત મહત્વપૂર્ણ પર્યટન સ્થળોની વધુ સારી કનેક્ટિવિટી માટે પર્યટન માર્ગોનો સમાવેશ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 31 પર્યટન માર્ગો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલયે 28 નવા પર્યટન માર્ગોને સામેલ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે; તેથી, મંજૂર કરવામાં આવેલા પર્યટન RCS હવાઇ માર્ગોની કુલ સંખ્યા હવે 59 થઇ ગઇ છે.
• પર્યટન મંત્રાલયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના પૂર્વોત્તર રાજ્યોની પર્યટન ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે NERમાં આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું આયોજન કર્યું હતું. મિઝોરમ રાજ્ય સરકારના સહયોગથી મિઝોરમના આઇઝોલમાં 17 થી 19 નવેમ્બર 2022 દરમિયાન પૂર્વોતત્ર ક્ષેત્ર માટે 10મા ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ (ITM)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ટના આયોજનથી પૂર્વોત્તર પ્રદેશના આઠ રાજ્યોના પર્યટન વેપાર સાથે સંકળાયેલા લોકો અને ઉદ્યોગસાહસિકોને એક સહિયારા મંચ પર એકજૂથ કરી શકાયા હતા. ITM મિઝોરમ અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોના પર્યટન હિતધારકોને આ પ્રદેશમાં અત્યાર સુધી લોકોની જાણ બહાર રહેલા પર્યટન સ્થળોનું પ્રદર્શન કરવા માટે એક માર્ગ પૂરો પાડે છે.
• દેશમાં પર્યટનના વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા 18 થી 20 સપ્ટેમ્બર 2022 દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે રાજ્યોના પર્યટન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વિવિધ રાજ્યોના પર્યટન મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રાલયો, પર્યટન અને આતિથ્ય સંગઠનો, મીડિયાના પ્રતિનિધિઓ વગેરેએ હાજરી આપી હતી. પરિષદનો ઉદ્દેશ ભારતમાં પર્યટન ક્ષેત્રના વિકાસ અને વૃદ્ધિ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિવિધ દૃષ્ટિકોણ જાણવાનો અને ભારતમાં એકંદરે પર્યટનમાં સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ, નીતિઓ અને પગલાંઓ પર રાજ્યો સાથે સીધો સંવાદ રચવાનો હતો. પરિષદ દરમિયાન, પર્યટન ક્ષેત્રે દેશભરમાં અમલમાં મૂકવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો, સફળ પ્રોજેક્ટ્સ અને પર્યટન ઉત્પાદનની તકોને વિવિધ પ્રતિનિધિઓ અને મીડિયા સાથે શેર કરવામાં આવી હતી. પરિષદમાં મંત્રાલયની વિવિધ નીતિઓ અને કાર્યક્રમો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પર્યટન સંબંધિત માળખાકીય સુવિધાઓના વિકાસ, સાંસ્કૃતિક, ધરોહર અને આધ્યાત્મિક પર્યટન, હિમાલય ક્ષેત્રના રાજ્યોમાં પર્યટન, જવાબદાર અને ટકાઉ પર્યટન અને G-20 બેઠકોના પર્યટન સંબંધિત પાસાઓને સમાવી લેવામાં આવ્યા હતા.
• પર્યટન મંત્રાલયે યુનાઇટેડ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) અને રિસ્પોન્સિબલ ટુરિઝમ સોસાયટી ઓફ ઇન્ડિયા (RTSOI) સાથે મળીને નવી દિલ્હી ખાતે ટકાઉ અને જવાબદાર પ્રવાસન ગંતવ્યોનો વિકાસ કરવા પર રાષ્ટ્રીય મંત્રણાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે, પર્યટન મંત્રાલયે ટકાઉ પર્યટન અને જવાબદાર પ્રવાસી અભિયાન માટે રાષ્ટ્રીય વ્યૂહરચનાની શરૂઆત કરી હતી. વ્યૂહરચના સંબંધિત દસ્તાવેજમાં પર્યાવરણીય ટકાઉપણું, જૈવવિવિધતાને પ્રોત્સાહન, આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન, સામાજિક-સાંસ્કૃતિક સ્થિરતાને પ્રોત્સાહન, ટકાઉ પર્યટનના પ્રમાણપત્ર માટેની યોજના, IEC અને ક્ષમતા નિર્માણ જેવા ટકાઉ પર્યટનના વિકાસ માટે વ્યૂહાત્મક સ્તંભોની ઓળખ કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત કરતી વખતે, સચિવ (પર્યટન) દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે સ્વદેશ દર્શન 2.0 દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અને પહેલોમાં ટકાઉ અને જવાબદાર પર્યટન આચરણોનો અમલ કરવામાં આવશે.
• મંત્રાલયે 21 જૂન, 2022ના રોજ તેલંગાણાના સિકંદરાબાદ ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ-2022 (IDY-2022) દિવસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ હતા. પર્યટન, સંસ્કૃતિ અને DoNER મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ ખ્યાતનામ, ખેલ અગ્રણી, તેલંગાણા અને ભારત સરકારના વિવિધ વિભાગોના વડાઓ અને પર્યટન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 10,000 લોકોએ ભાગ લીધો હતો. મંત્રાલયની સ્થાનિક કચેરીઓએ પણ દેશના વિવિધ સ્થળોએ IDY કાર્યક્રમોનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી.
• સમગ્ર દેશમાં પર્યટનને વેગ આપવાના ઉદ્દેશથી પર્યટન મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી, 2022ના રોજ નવી દિલ્હી ખાતે મેસર્સ એલાયન્સ એર એવિએશન લિમિટેડ (AAAL) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પર્યટનની તકોનું સર્જન કરતા બજારોમાં ભારતને પસંદગીના પર્યટન સ્થળ તરીકે સ્થાન આપવા માટેનો મંત્રાલયનો આ પ્રયાસ છે જ્યારે મેસર્સ એલાયન્સ એર એવિએશન લિમિટેડ તેના વિશાળ સ્થાનિક નેટવર્ક સાથે ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંયુક્ત સ્થાનિક પ્રોત્સાહનના સહિયારા ઉદ્દેશને સિદ્ધ કરવા અને પર્યટન બજારોમાં MoT અને AAAL ની પ્રવૃત્તિઓ વચ્ચે સુમેળ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
• પર્યટન મંત્રાલયે વિદેશમાં આવેલી પોતાની કચેરીઓના માધ્યમથી દુબઇ ખાતે અરેબિયન ટ્રાવેલ માર્ટ અને લંડનમાં વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ જેવા મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો, જેમાં DMC, ઇનબાઉન્ડ ટૂર ઓપરેટર્સ, હોટેલીયર્સના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રદર્શનોમાં મંત્રાલયની ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઉદ્યોગમાં ભારતને 360 ડિગ્રી ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
• પર્યટન મંત્રાલયે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે 'YUVA ટુરિઝમ ક્લબ'ની સ્થાપના કરવાની શરૂઆત કરી છે. YUVA (યુવા) ટુરિઝમ ક્લબોનું વિઝન ભારતીય પર્યટનના યુવા રાજદૂતોને તૈયાર કરવાનું અને વિકાસ કરવાનું છે, જેઓ ભારતના પર્યટનથી માહિતગાર થશે, આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની કદર કરશે અને પર્યટન પ્રત્યે લોકોમાં રસ અને જુસ્સો ઉભો કરશે. આ યુવા રાજદૂતો ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. ટુરિઝમ ક્લબમાં સહભાગી થવાથી ટીમ વર્ક, મેનેજમેન્ટ, નેતૃત્વ કળા જેવા સોફ્ટ સ્કિલમાં તેમનો વિકાસ કરવા માટેની સુવિધા પ્રાપ્ત થવા ઉપરાંત જવાબદાર પર્યટન પ્રથાઓને અપનાવવા અને ટકાઉ પર્યટન માટેની બાબતને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે તેવી પણ અપેક્ષા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં પહેલને સમર્થન આપવા માટે આગળ આવ્યું છે અને યુવા ટુરિઝમ ક્લબની રચના અંગે તમામ CBSE સંલગ્ન શાળાઓને સૂચનાઓ ઇશ્યુ કરવામાં આવી છે. પર્યટન મંત્રાલયે ‘ટુરિઝમ ક્લબના સંચાલન માટે શાળાઓ માટેની હેન્ડબુક’ પણ તૈયાર કરી છે. આ હેન્ડબુકમાં વિવિધ પ્રવૃત્તિઓના સંચાલન માટે ચોક્કસ માર્ગદર્શિકા અને સૂચનો સાથે ઉદ્દેશો, પરિચાલન સબંધિત વ્યૂહરચનાઓનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
• NIDHI + : પર્યટન મંત્રાલય દ્વારા આતિથ્ય ઉદ્યોગનો રાષ્ટ્રીય એકીકૃત ડેટાબેઝ(NIDHI) તૈયાર કરવામાં આવ્યો છે, જે એક ટેક્નોલોજી દ્વારા સંચાલિત સિસ્ટમ છે. આદરણીય પ્રધાનમંત્રીના "આત્મનિર્ભર ભારત"ના વિઝન સાથે આ ડેટાબેઝ એકરૂપ છે, જે ડિજિટલાઇઝેશનને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે છે. આતિથ્ય અને પર્યટન ક્ષેત્ર માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે. તે આતિથ્ય અને પર્યટન ક્ષેત્રના ભૌગોલિક પ્રસાર, તેના કદ, માળખા અને હાલની ક્ષમતા વિશે સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરે છે જેથી ઉદ્યોગને પ્રદર્શન, સ્ટાર વર્ગીકરણ વગેરે જેવી સંબંધિત સેવાઓ પૂરી પાડી શકાય. NIDHI પોર્ટલ વિવિધ સ્થળોએ ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં, કુશળ માનવ સંસાધન માટેની આવશ્યકતાઓ અને વિવિધ સ્થળોએ પર્યટનને પ્રોત્સાહન/વિકાસ માટેની નીતિઓ અને વ્યૂહરચના ઘડવામાં મદદ કરશે. આ પહેલને NIDHI+ તરીકે અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેથી વધુ સમાવેશ થાય, એટલે કે માત્ર આવાસ એકમો જ નહીં, પણ ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટરો, ટુરિસ્ટ પરિવહન ઓપરેટરો, ફૂડ એન્ડ બેવરેજ એકમો, ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર્સ કન્વેન્શન સેન્ટર્સ અને ટૂરિસ્ટ ફેસિલિટેટર્સને પણ તેમાં સમાવી શકાય. નવી સિસ્ટમમાં આપણા ઉદ્યોગ સંગઠનો અને અન્ય હિતધારકો ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મોટી ભૂમિકા રહેવાની પણ કલ્પના કરી છે. આ પોર્ટલને https://nidhi.tourism.gov.in પર એક્સેસ કરી શકાય છે. NIDHI+ એ રાષ્ટ્રીય ડિજિટલ પ્રવાસન મિશનની દૂરંદેશી સાથે સંરેખિત ટેકનોલોજી દ્વારા સંચાલિત પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યો છે, અને વિસ્તરણ કરવા તેમજ અને સ્થિર ઇકોસિસ્ટમ પ્રાપ્ત કરવા માટે વધારાના અપગ્રેડને મંજૂરી આપશે.
• કોવિડ અસરગ્રસ્ત પર્યટન સેવા ક્ષેત્ર માટે લોન ગેરંટી યોજના (LGSCATSS) હેઠળ, પર્યટન ક્ષેત્રના લોકોને દેવામાંથી મુક્ત કરવા અને કોવિડ-19 મહામારીને કારણે અસરગ્રસ્ત વ્યવસાયોને ફરીથી શરૂ કરવા માટે કાર્યકારી મૂડી/વ્યક્તિગત લોન આપવામાં આવશે. આ યોજના પર્યટન મંત્રાલય દ્વારા માન્ય 10,700 પ્રાદેશિક સ્તરના પ્રવાસી માર્ગદર્શિકાઓ અને રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા માન્ય પ્રવાસી માર્ગદર્શિકાઓને આવરી લેશે; અને લગભગ 1,000 ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હિતધારકો (TTS) પર્યટન મંત્રાલય દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. TTS દરેકને રૂ. 10 લાખ સુધીની ગેરેન્ટીડ જામીન મુક્ત લોન મેળવવા માટે પાત્ર હશે જ્યારે ટુરિસ્ટ ગાઇડ દરેક રૂ. 1 લાખ સુધીની ગેરેન્ટીડ જામીન મુક્ત લોન મેળવી શકે છે. તેમાં કોઇ પ્રોસેસિંગ ફી, ગીરો/પૂર્વચુકવણી ચાર્જની માફી અને વધારાના જામીન જરૂરિયાત રહેશે નહીં. રાષ્ટ્રીય ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની (NCGTC) દ્વારા પ્રવાસન મંત્રાલય દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવશે.
• પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે, ભારત સરકાર દ્વારા વિદેશી નાગરિકોને ભારત આવવા માટે પ્રથમ 5 લાખ પ્રવાસી વિઝાની જાહેરાત કરવામાં આવી હતી, જે 31.03.2022 સુધી અથવા 5 લાખ ફ્રી વિઝા ઇશ્યુ ન થાય ત્યાં સુધી, એટલે કે બંને માંથી જે વહેલું હોય ત્યાં સુધી લાગુ હતું. આ લાભ પ્રવાસી દીઠ માત્ર એક જ વાર ઉપલબ્ધ હતો.
• પર્યટન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ ફરીથી શરૂ કર્યા પછી વિદેશી પ્રવાસીઓને દેશમાં આવકારવા માટે નવી અતુલ્ય ભારત બ્રાન્ડ ફિલ્મો તૈયારક રી છે. આ બ્રાન્ડ ફિલ્મો પ્રમોશનલ અને માર્કેટિંગ હેતુઓ માટે વ્યાપક ઉપયોગ માટે સ્થાનિક પ્રવાસ ઉદ્યોગમાં વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી છે.
• પર્યટન મંત્રાલયે 27 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતીય પ્રવાસ ઉદ્યોગમાં સિદ્ધિઓ મેળવનારાઓ માટે રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર સમારંભનું આયોજન કર્યું હતું. 2018-19માં ઉદ્યોગની સિદ્ધિઓ પર પ્રકાશ પાડીને આ વર્ષે 81 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પુરસ્કારો ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકર દ્વારા આપવામાં આવ્યા હતા.
• પર્યટન મંત્રાલયે ઉત્સવ પોર્ટલ શરૂ કર્યું છે, જે પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ એક ડિજિટલ પહેલ છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં તહેવારો, કાર્યક્રમો અને જીવંત દર્શનો પ્રદર્શિત કરવાનો છે જેથી દેશના વિવિધ પ્રદેશોને વિશ્વભરમાં લોકપ્રિય પર્યટન સ્થળો તરીકે પ્રોત્સાહન આપી શકાય. આનો ઉદ્દેશ્ય વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના પ્રસંગો અને તહેવારોના વિવિધ ઘટકો, તારીખો અને વિગતોને પ્રદર્શિત કરવાનો છે અને પ્રવાસીઓને પ્રસંગોથી આકર્ષક ફોટોગ્રાફ્સ અને ચિત્રોના રૂપમાં સંદર્ભિત ડિજિટલ અનુભવો પ્રદાન કરીને પર્યટન જાગૃતિ, આકર્ષણો અને તકો વધારવાનો છે. આ ઉપરાંત, તેનો હેતુ એવો પણ છે કે ભક્તો અને પ્રવાસીઓ લાઇવ દર્શનના રૂપમાં ભારતના કેટલાક જાણીતા ધાર્મિક દૈવી મંદિરોના સ્થળોનો અનુભવ કરી શકે અને જોઇ શકે.
• તબીબી મૂલ્ય ધરાવતા પર્યટન અને સુખાકારી પર્યટન દેશના વિકાસને વેગ આપવાની ક્ષમતા ધરાવતું હોવાથી તેને મહત્વના ક્ષેત્ર તરીકે ઓળખીને, પર્યટન મંત્રાલયે ભારતને મેડિકલ અને વેલનેસ પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ ઉદ્દેશ્યની દિશામાં, મંત્રાલયે મેડિકલ અને વેલનેસ ટુરિઝમ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના અને રોડમેપ તૈયાર કર્યો છે. આવી જ રીતે, મંત્રાલયે સાહસિક પર્યટન માટે રાષ્ટ્રીય વ્યૂહરચના પણ ઘડી છે, જેથી ભારતને વૈશ્વિક સ્તરે સાહસિક પર્યટન માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન મળે. સાહસિક પર્યટનના વિકાસ માટે વ્યૂહરચના દસ્તાવેજમાં ઓળખવામાં આવેલા વ્યૂહાત્મક સ્તંભોમાં રાજ્યનું મૂલ્યાંકન, રેન્કિંગ અને વ્યૂહરચના, કૌશલ્ય, ક્ષમતા નિર્માણ અને પ્રમાણપત્ર, માર્કેટિંગ અને પ્રમોશન, સાહસિક પર્યટન સલામતી વ્યવસ્થાપન માળખું મજબૂત બનાવવું, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય બચાવ અને સંચાર ગ્રીડ, ગંતવ્ય સ્થાનનો સમાવેશ થાય છે. અને ઉત્પાદન વિકાસ અને શાસન અને સંસ્થાકીય ફ્રેમવર્કનો સમાવેશ થાય છે.
સંબંધિત લિંક:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1869257
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1877003
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1860161
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1860974
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1824684
YP/GP/JD
(Release ID: 1885789)
Visitor Counter : 538