નાણા મંત્રાલય
નવેમ્બર 2022 માટે ₹1,45,867 કરોડની કુલ GST આવક એકત્રિત કરવામાં આવી, વાર્ષિક ધોરણે 11% નો રેકોર્ડ વધારો
સતત નવ મહિના માટે માસિક GST ની આવક ₹1.4 લાખ કરોડથી વધુ છે
માલની આયાતથી આવક 20% વધુ અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)માંથી આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 8% વધુ
Posted On:
01 DEC 2022 3:30PM by PIB Ahmedabad
નવેમ્બર 2022 મહિનામાં કુલ GST આવક ₹1,45,867 કરોડ છે જેમાંથી CGST ₹25,681 કરોડ છે, SGST ₹32,651 કરોડ છે, IGST ₹77,103 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹38,635 કરોડ સહિત) અને ₹10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹817 કરોડ સહિત) સેસ છે.
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹33,997 કરોડ CGST અને ₹28,538 કરોડ SGSTને સેટલ કર્યા છે. નવેમ્બર 2022 મહિનામાં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹59678 કરોડ અને SGST માટે ₹61189 કરોડ છે. વધુમાં, કેન્દ્રએ નવેમ્બર 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતર તરીકે ₹17,000 કરોડ પણ જાહેર કર્યા હતા.
નવેમ્બર 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 11% વધુ છે, જે પોતે રૂ. 1.31,526 કરોડ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 20% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 8% વધુ છે.
નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક નવેમ્બર 2021 ની સરખામણીમાં નવેમ્બર 2022 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલ GSTના રાજ્યવાર આંકડા દર્શાવે છે.
નવેમ્બર 2022 દરમિયાન GST આવકમાં રાજ્યવાર વૃદ્ધિ[1]
રાજ્ય
|
નવે.-21
|
નવે.-22
|
વૃદ્ધિ
|
જમ્મુ અને કાશ્મીર
|
383
|
430
|
12%
|
હિમાચલ પ્રદેશ
|
762
|
672
|
-12%
|
પંજાબ
|
1,845
|
1,669
|
-10%
|
ચંડીગઢ
|
180
|
175
|
-3%
|
ઉત્તરાખંડ
|
1,263
|
1,280
|
1%
|
હરિયાણા
|
6,016
|
6,769
|
13%
|
દિલ્હી
|
4,387
|
4,566
|
4%
|
રાજસ્થાન
|
3,698
|
3,618
|
-2%
|
ઉત્તર પ્રદેશ
|
6,636
|
7,254
|
9%
|
બિહાર
|
1,030
|
1,317
|
28%
|
સિક્કિમ
|
207
|
209
|
1%
|
અરુણાચલ પ્રદેશ
|
40
|
62
|
55%
|
નાગાલેન્ડ
|
30
|
34
|
11%
|
મણિપુર
|
35
|
50
|
42%
|
મિઝોરમ
|
23
|
24
|
3%
|
ત્રિપુરા
|
58
|
60
|
3%
|
મેઘાલય
|
152
|
162
|
6%
|
આસામ
|
992
|
1,080
|
9%
|
પશ્ચિમ બંગાળ
|
4,083
|
4,371
|
7%
|
ઝારખંડ
|
2,337
|
2,551
|
9%
|
ઓડિશા
|
4,136
|
4,162
|
1%
|
છત્તીસગઢ
|
2,454
|
2,448
|
0%
|
મધ્યપ્રદેશ
|
2,808
|
2,890
|
3%
|
ગુજરાત
|
9,569
|
9,333
|
-2%
|
દમણ અને દીવ
|
0
|
0
|
67%
|
દાદરા અને નગર હવેલી
|
270
|
304
|
13%
|
મહારાષ્ટ્ર
|
18,656
|
21,611
|
16%
|
કર્ણાટક
|
9,048
|
10,238
|
13%
|
ગોવા
|
518
|
447
|
-14%
|
લક્ષદ્વીપ
|
2
|
0
|
-79%
|
કેરળ
|
2,129
|
2,094
|
-2%
|
તમિલનાડુ
|
7,795
|
8,551
|
10%
|
પુડુચેરી
|
172
|
209
|
22%
|
આંદામાન અને નિકોબાર ટાપુઓ
|
24
|
23
|
-7%
|
તેલંગાણા
|
3,931
|
4,228
|
8%
|
આંધ્ર પ્રદેશ
|
2,750
|
3,134
|
14%
|
લદ્દાખ
|
13
|
50
|
273%
|
અન્ય પ્રદેશ
|
95
|
184
|
93%
|
કેન્દ્ર અધિકારક્ષેત્ર
|
180
|
154
|
-14%
|
ગ્રાન્ડ ટોટલ
|
98,708
|
1,06,416
|
8%
|
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1880266)
Visitor Counter : 402