પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે
લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી
Posted On:
24 NOV 2022 11:46AM by PIB Ahmedabad
400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની 400મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લચિત બરફૂકન (24મી નવેમ્બર, 1622 - 25મી એપ્રિલ, 1672) આસામના અહોમ કિંગડમની રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ હતા, જેમણે મુઘલોને હરાવ્યા હતા અને ઔરંગઝેબ હેઠળ મુઘલોની સતત વિસ્તરી રહેલી મહત્વાકાંક્ષાઓને સફળતાપૂર્વક અટકાવી હતી. લચિત બરફૂકને 1671માં લડાયેલા સરાઈઘાટના યુદ્ધમાં આસામી સૈનિકોને પ્રેરણા આપી અને મુઘલોને કારમી અને અપમાનજનક હાર આપી હતી. લચિત બરફૂકન અને તેની સેનાની પરાક્રમી લડાઈ એ આપણા દેશના ઈતિહાસમાં પ્રતિકારના સૌથી પ્રેરણાદાયી લશ્કરી પરાક્રમોમાંનું એક છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1878462)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam