પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ, 22મી નવેમ્બરના રોજ લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુલ પણ લોન્ચ કરશે - તમામ નવી નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ

Posted On: 21 NOV 2022 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ, 22મી નવેમ્બરે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રસંગે પ્રધાનમંત્રી નિયુક્તિ મેળવનારાઓને પણ સંબોધન કરશે.

રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓક્ટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 નવા નિમણૂંક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

નવ નિમણૂકોને નિમણૂક પત્રોની ભૌતિક નકલો સમગ્ર દેશમાં 45 સ્થળોએ (ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય) સોંપવામાં આવશે. અગાઉ ભરેલી જગ્યાઓ ઉપરાંત શિક્ષકો, લેક્ચરર, નર્સ, નર્સિંગ ઓફિસર, ડોક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય ટેકનિકલ અને પેરામેડિકલની જગ્યાઓ પણ ભરવામાં આવી રહી છે. વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માં ગૃહ મંત્રાલય દ્વારા નોંધપાત્ર સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુલ પણ લોન્ચ કરશે. મોડ્યુલ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવ નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે. તેમાં સરકારી નોકરો માટે આચારસંહિતા, કાર્યસ્થળની નૈતિકતા અને અખંડિતતા, માનવ સંસાધન નીતિઓ અને અન્ય લાભો અને ભથ્થાઓનો સમાવેશ થશે જે તેમને નીતિઓ સાથે અનુકૂળ થવામાં અને નવી ભૂમિકાઓમાં સરળતાથી સંક્રમણ કરવામાં મદદ કરશે. તેઓને તેમના જ્ઞાન, કૌશલ્યો અને યોગ્યતાઓને વધારવા માટે igotkarmayogi.gov.in પ્લેટફોર્મ પર અન્ય અભ્યાસક્રમો શોધવાની તક પણ મળશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877661) Visitor Counter : 190