પ્રધાનમંત્રીનું કાર્યાલય

બાલીમાં G-20 શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Posted On: 16 NOV 2022 3:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં જી-20 સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે મુલાકાત કરી હતી.

 બંને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નિયમિત ધોરણે થતી ઉચ્ચ સ્તરીય ક્રિયાપ્રતિક્રિયાઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, સ્વચ્છ ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની પ્રગતિની સમીક્ષા કરી. શિક્ષણ ક્ષેત્રે સંસ્થાકીય ભાગીદારી, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું, જેમાં સ્થિર અને શાંતિપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, આબોહવા સંબંધિત બાબતો અને ભારતની G20 પ્રેસિડેન્સી માટે તેમની સહિયારી દ્રષ્ટિનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું હતું કે તેઓ વહેલી તકે ભારતમાં પીએમ અલ્બેનીઝનું સ્વાગત કરવા આતુર છે.

YP/GP/JD



(Release ID: 1876454) Visitor Counter : 160