પ્રધાનમંત્રીનું કાર્યાલય

બાલીમાં G-20 શિખર સંમેલન દરમિયાન ઇટાલીના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Posted On: 16 NOV 2022 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી જ્યોર્જિયા મેલોની સાથે આજે બાલીમાં G-20 દરમિયાન મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ પીએમ મેલોનીને ઇટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, આતંકવાદ વિરોધી અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત-ઇટાલીના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરવા અને આવતા વર્ષે G-20 સમિટ માટે ભારતમાં પ્રધાનમંત્રી મેલોનીનું સ્વાગત કરવા આતુર છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876431) Visitor Counter : 145