ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ 27 અને 28 ઓક્ટોબર, 2022ના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે 'રાજ્યોના ગૃહ મંત્રીઓના ચિંતન શિબિર'ની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, 2022 ના રોજ ચિંતન શિબિરને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે

ચિંતન શિબિરમાં રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને પ્રશાસકો ભાગ લેશે

'ચિંતન શિબિર'નો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલા "વિઝન 2047" અને પંચ પ્રણના અમલીકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો છે.

કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોનું આધુનિકીકરણ, ફોજદારી ન્યાય વ્યવસ્થામાં આઈટીનો ઉપયોગ વધારવો, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાઈ સુરક્ષા અને અન્ય આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

'2047 સુધીમાં વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે 'નારી શક્તિ'ની ભૂમિકા મહત્વપૂર્ણ છે, મહિલાઓની સુરક્ષા અને તેમના માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય નીતિ ઘડતર અને બહેતર આયોજન અને સંકલનને સરળ બનાવવાનો પણ છે

કોન્ફરન્સના પ્રથમ દિવસે હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન, એનિમી પ્રોપર

Posted On: 26 OCT 2022 1:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ 27 અને 28 ઓક્ટોબર, 2022ના રોજ હરિયાણાના સૂરજકુંડ ખાતે રાજ્યોના 'ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર'ની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, 2022ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિંતન શિબિરને સંબોધન કરશે..

તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને પ્રશાસકોને બે દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ સચિવો, પોલીસ મહાનિર્દેશકો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહાનિર્દેશકો અને કેન્દ્રીય પોલીસ સંગઠનો પણ ચિંતન શિબિરમાં ભાગ લેશે.

બે દિવસીય ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ "વિઝન 2047" અને 'પંચ પ્રણ'ના અમલીકરણ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો છે. ગૃહમંત્રીઓની પરિષદમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોના આધુનિકીકરણ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીના વપરાશમાં વધારો, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાઈ સુરક્ષા અને અન્ય આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. '2047 સુધીમાં વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે 'નારી શક્તિ'ની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને મહિલાઓની સુરક્ષા અને તેમના માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કોન્ફરન્સનો ઉદ્દેશ ઉપરોક્ત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય નીતિ ઘડતર અને બહેતર આયોજન અને સંકલનને સરળ બનાવવાનો પણ છે.

ચિંતન શિબિરમાં છ સત્રોમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન અને એનિમી પ્રોપર્ટી જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે, સાયબર સુરક્ષા, નશીલી દવઓની હેરફેર, મહિલા સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સમાં NDPS એક્ટ, NCORD, NIDAAN અને નશા મુક્ત ભારત અભિયાન સહિત ડ્રગ હેરફેરના મુદ્દાઓ પર ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. લેન્ડ બોર્ડર મેનેજમેન્ટ અને કોસ્ટલ સિક્યોરિટીની થીમ હેઠળ સરહદોની સુરક્ષા અને સરહદી વિસ્તારોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. ICJS અને CCTNS સિસ્ટમ્સ અને IT મોડ્યુલ - NAFIS, ITSSO, અને NDSO અને Cri-MAC નો ઉપયોગ કરીને ટેક્નોલોજી આધારિત તપાસ દ્વારા દોષિત ઠરાવવાનો દર વધારવા પર પણ ચર્ચા કરવામાં આવશે. સેફ સિટી પ્રોજેક્ટ, 112-સિંગલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, જિલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમો, પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક અને માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખ કાર્ડ જેવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. વિવિધ વિષયો પરના સત્રોનો હેતુ આ મુદ્દાઓ પર રાજ્ય સરકારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને તેની ખાતરી કરવાનો છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1870938) Visitor Counter : 171