માહિતી અને પ્રસારણ મંત્રાલય

વિશેષ અભિયાન 2.0 અંતર્ગત ડીડીકે અમદાવાદની સફળતાની ગાથા પાછળનું રહસ્ય માહિતી અને પ્રસારણના માનનીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરની મુલાકાત

Posted On: 25 OCT 2022 6:03PM by PIB Ahmedabad

સ્વચ્છતા અભિયાન અને બાકી બાબતોના નિકાલ માટેનાં વિશેષ અભિયાન (એસસીપીડીએમ) 2.0ના ભાગરૂપે માનનીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે 29 સપ્ટેમ્બર, 2022ના રોજ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના સમાચારથી મંત્રાલયના અધિકારીઓમાં આ અભિયાનને ભવ્ય સફળ બનાવવા માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની આ મુલાકાતથી ઉત્સાહિત ડીડીકે અમદાવાદે એસસીપીડીએમ 2.0 હેઠળ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ નીચે મુજબ દર્શાવી છે.

  • ઓફિસમાં કૅમ્પસમાંથી અંદાજે 44 ટ્રેક્ટર ભરેલા ઘાસ, જંગલી વૃદ્ધિ અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
  • ઘણાં જંગલી અને ઝેરી સરિસૃપ પ્રાણીઓ જંગલી વૃદ્ધિમાં સ્થિત હતા અને કૅમ્પસમાંથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
  • કચેરીએ 8558 કિલો કાગળનો કચરો, 1250 કિલો પ્લાસ્ટિકનો કચરો, 1355 કિલો લાકડાનો કચરો અને 2755 કિગ્રા ધાતુના કચરાની ઓળખ કરીને તેનો નિકાલ કર્યો છે.
  • વેસ્ટ મટિરિયલ્સના નિકાલથી અત્યાર સુધીમાં કુલ રૂ.20.40 લાખની આવક થઈ છે.
  • 1070 ભૌતિક ફાઇલોની સમીક્ષા કરવામાં આવી છે અને 94 ભૌતિક ફાઇલોને કાઢી નાખવામાં આવી છે.
  • અભિયાન દરમિયાન લગભગ 3900 સ્ક્વેર ફિટ ઇનડોર સ્પેસ અને લગભગ 10000 સ્ક્વેર ફિટ આઉટડોર સ્પેસ ફ્રી થાય તેવી શક્યતા છે.

  

 

YP/GP/JD



(Release ID: 1870841) Visitor Counter : 255