કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતમાં આવતીકાલથી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ શરૂ થશે


કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજીજુ મુખ્ય સંબોધન કરશે

આ ઇવેન્ટ વિચારોના આદાન-પ્રદાન માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવાની તક આપશે

प्रविष्टि तिथि: 13 OCT 2022 2:53PM by PIB Ahmedabad

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 14 થી 16 ઓક્ટોબર, 2022 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો ભાગ લેશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા ચાવીરૂપ સંબોધન કરવામાં આવશે.

કાયદા અને ન્યાય મંત્રાલયની આ પહેલ ભારતની કાયદાકીય વ્યવસ્થાને લગતા વિવિધ વિષયો પર ચર્ચા માટે એક મંચ પ્રદાન કરશે જેથી નીતિ નિર્માતાઓ દેશના ભવિષ્ય માટે રોડમેપ વિકસાવી શકે. આ ઈવેન્ટ વિચારોના આદાન-પ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે જે તેના નાગરિકો ખાસ કરીને સમાજના નબળા વર્ગોના હિતમાં દેશની સમગ્ર કાનૂની વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે સેવા આપી શકે અને એ રીતે "સમાવેશક અને વાઇબ્રન્ટ ન્યુ ઇન્ડિયા" બનાવવા માટે તેમને સશક્તીકરણ પ્રદાન કરી શકે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1867445) आगंतुक पटल : 395
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Tamil , Telugu , Kannada , Malayalam