પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાલ બહાદુર શાસ્ત્રીની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી છે
प्रविष्टि तिथि:
02 OCT 2022 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લાલ બહાદુર શાસ્ત્રી વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો. શ્રી મોદીએ દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાલ બહાદુર શાસ્ત્રીની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી છે જેમાં પીએમ તરીકેની તેમની જીવન યાત્રા અને સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"લાલ બહાદુર શાસ્ત્રીજી સાદગી અને નિર્ણાયકતા માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે. આપણા ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયે તેમના કઠિન નેતૃત્વને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ."
“આજે, શાસ્ત્રીજીની જયંતી પર હું દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં તેમની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી રહ્યો છું, જે તેમની જીવન યાત્રા અને પીએમ તરીકેની સિદ્ધિઓ દર્શાવે છે. મ્યુઝિયમની મુલાકાત લો...”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1864348)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam