સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2022 ના ડ્રાફ્ટ પર ટિપ્પણીઓ આમંત્રિત કરાઈ
Posted On:
22 SEP 2022 11:16AM by PIB Ahmedabad
ભારત સરકારના સંચાર મંત્રાલયે ટેલિકોમ્યુનિકેશનમાં આધુનિક અને ભાવિ-તૈયાર કાનૂની માળખું વિકસાવવા માટે જાહેર સલાહકાર પ્રક્રિયા શરૂ કરી હતી.
જુલાઈ 2022માં, 'ભારતમાં ટેલિકોમ્યુનિકેશનને સંચાલિત કરવા માટે નવા કાયદાકીય માળખાની જરૂરિયાત' પર એક પરામર્શ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી હતી. વિવિધ હિતધારકો અને ઉદ્યોગ સંગઠનો તરફથી ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે.
પરામર્શ અને વિચાર-વિમર્શના આધારે, મંત્રાલયે હવે ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2022નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
વધુ પરામર્શની સુવિધા માટે, બિલની સંક્ષિપ્ત ઝાંખી પૂરી પાડવા માટે એક સ્પષ્ટીકરણ નોંધ પણ તૈયાર કરવામાં આવી છે.
ડ્રાફ્ટ બિલ અને સ્પષ્ટીકરણ નોંધ https://dot.gov.in/relatedlinks/indian-telecommunication-bill-2022 પર ઍક્સેસ કરી શકાય છે.
ટિપ્પણીઓ ઇમેઇલ ID naveen[dot]kumar71[at]gov[dot]in પર મોકલી શકાય છે.
ટિપ્પણીઓ મોકલવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 20, 2022 હશે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1861408)
Visitor Counter : 289