પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીશ્રી અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જોનાસ ગહર સ્ટોર વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ

પોસ્ટેડ ઓન: 09 SEP 2022 8:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોર્વેના પ્રધાનમંત્રી મહા મહિમ શ્રી જોનાસ ગહર સ્ટોર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

નેતાઓએ વિકાસશીલ દેશોમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ક્લાયમેટ ફાઇનાન્સને એકત્રિત કરવાની પહેલ સહિત પરસ્પર હિતના દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. PM મોદીએ વિકાસશીલ વિશ્વ માટે ન્યાયપૂર્ણ, સમયસર અને પર્યાપ્ત આબોહવા ધિરાણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો અને આ કારણ માટે મહામહિમ સ્ટોરની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.

બંને નેતાઓએ બ્લુ ઇકોનોમી પર ટાસ્ક ફોર્સ હેઠળ ચાલી રહેલી વિવિધ દ્વિપક્ષીય સહકાર પહેલની સમીક્ષા કરી. તેઓએ ગ્રીન હાઇડ્રોજન, શિપિંગ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત-નોર્વેના વધતા સહયોગ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1858159) મુલાકાતી સંખ્યા : 232