યુવા બાબતો અને રમત મંત્રાલય

અમદાવાદમાં ટૂંક સમયમાં વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી બનશે, ગૃહમંત્રી શ્રી અમિત શાહે 36મી નેશનલ ગેમ્સના લોકાર્પણ સમારોહમાં જાહેરાત કરી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Posted On: 05 SEP 2022 9:06AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ માટે એન્થમ અને માસ્કોટનું અનાવરણ કર્યું હતું. ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OS1W.jpg

 

 

અનાવરણ સમારોહમાં બોલતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થશે. શ્રી શાહે કહ્યું: “દસ વર્ષ પહેલાં, જ્યારે મોદીજી અહીંના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. તે સમયે વિશ્વના નકશા પર રમતગમતમાં ગુજરાત ક્યાંય નહોતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C94L.jpg

 

"હવે, અમારી પાસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, અને ખૂબ જ ટૂંક સમયમાં અમારી પાસે વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી પણ હશે,"એમ શ્રી શાહે ભવ્ય સ્થળ પર 10,000 થી વધુ લોકોને સંબોધન કરતા કહ્યું.

ગૃહમંત્રી, જેઓ ગાંધીનગરના સાંસદ પણ છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર સહિત રંગારંગ કર્ટેન-ફંક્શનમાં જુસ્સાથી ભરપુર પ્રેક્ષકોનું નેતૃત્વ કર્યું હતું. દેશનો સૌથી ભવ્ય રમતોત્સવ ગુજરાતના છ શહેરોમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાશે.

એક સમયે, આપણા ગુજ્જુઓને મોટાભાગે માત્ર બિઝનેસમેન તરીકે જોવામાં આવતા હતા. પરંતુ મોદીજીએ 11 વર્ષ પહેલા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને તે ઈવેન્ટ એટલી મોટી બની ગઈ છે કે આ એડિશનમાં 55 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. અમે વિજેતાઓને ઈનામી રકમ તરીકે 29 કરોડ રૂપિયાની પણ આપ્યા હતા,” એમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, "અમને આનંદ છે કે 7 વર્ષ પછી રાષ્ટ્રીય રમતો પાછી આવી છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય હશે." “સામાન્ય રીતે આ સ્કેલની ઇવેન્ટનું આયોજન કરવામાં વર્ષો લાગે છે પરંતુ ગુજરાતે ત્રણ મહિના કરતાં પણ ઓછા સમયમાં આ કર્યું. આ બધું સીએમના પ્રયત્નોને આભારી છે, IOA દ્વારા અમારી પહેલને મોટા પાયે સમર્થન આપવામાં આવ્યું છે. 12,000થી વધુ એથ્લેટ્સ, અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ માત્ર રમતગમતના મહાકુંભને જ નહીં પરંતુ અહીં ગરબાનો પણ આનંદ માણશે,”એમ તેમણે ઉમેર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WJ2V.jpg

આ પ્રસંગે રાજનીતિ અને રમતગમતના વિશ્વના ટોચના મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં શ્રી હર્ષ સંઘવી, ગુજરાતના રમતગમત મંત્રી અને IOAના મહાસચિવ રાજીવ મહેતાનો સમાવેશ થાય છે. કિરીટકુમાર જે પરમાર (અમદાવાદ), હેમાલી બોઘાવાલા (સુરત), કેયુર રોકડિયા (વડોદરા), પ્રદિપ દાવ (રાજકોટ), કીર્તિ દાણીધારિયા (ભાવનગર), હિતેશ મકવાણા (ગાંધીનગર) સહિત તમામ છ યજમાન શહેરોના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043DXN.jpg

રાજ્યની ટોચની 3 શાળાઓ, જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત ખેલ મહાકુંભના વિજેતાઓને માસ્કોટના લોન્ચિંગના થોડા સમય પહેલા જ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

ગુજરાતીમાં સાવજ, સિંહનું યોગ્ય શીર્ષક, માસ્કોટ ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઝડપથી વિકસતા ભારતની ઝલક પણ આપે છે જે ફરીથી વૈશ્વિક નેતા બનવા માટે તૈયાર છે.

જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાની ફિલસૂફીને સમાવિષ્ટ કરતા ગેમ્સનું એન્થમ બોલિવૂડ સ્ટાર ગાયક સુખવિંદર સિંઘ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય રમતોત્સવના થીમ ગીતના ગીતો દેશના યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી જેવા ઐતિહાસિક સ્થળોને જોડવા અને જીતવા માટે પ્રેરણા આપે છે. પ્રભાવશાળી રમતગમતના દ્રશ્યોથી સુશોભિત, થીમ ગીત પ્રતિકૂળતા હોવા છતાં રમતવીરો કેવી રીતે વિજય મેળવે છે તેને પ્રતિબિંબિત કરે છે.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856732) Visitor Counter : 234