ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઔર તિરંગાના નાદ પર આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો હતો

શ્રી અમિત શાહે માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી

13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશવાસીઓને તેમના ઘરે રાષ્ટ્રીય ત્રિરંગો ફરકાવવા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના અભિયાનનો ભાગ બનવાની અપીલ કરી

રાષ્ટ્રીય ત્રિરંગા સાથેનો પોતાનો ફોટો http://harghartiranga.com પર અપલોડ કરવા અને અન્ય લોકોને પણ તેમનો તિરંગા સાથેનો ફોટો અપલોડ કરવા પ્રેરિત કરવા કહ્યું

Posted On: 13 AUG 2022 11:35AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના નાદ પર આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર નાયકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

 પોતાની ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું, “તિરંગા આપણું ગૌરવ છે. તે દરેક ભારતીયને એક કરે છે અને પ્રેરણા આપે છે. પીએમ નરેન્દ્ર મોદીજીના હર ઘર તિરંગાના નારા પર, આજે નવી દિલ્હીમાં મારા નિવાસસ્થાને તિરંગા ફરકાવ્યો અને માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા આપણા વીર નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે 13 થી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરે તિરંગા લહેરાવો અને દરેક હૃદયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાના આ અભિયાનનો ભાગ બનો. ઉપરાંત, http://harghartiranga.com પર તિરંગા સાથેનો તમારો ફોટો અપલોડ કરો અને તેના માટે અન્ય લોકોને પ્રેરણા આપો.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1851487) Visitor Counter : 221