પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાનીઓ, લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 JUL 2022 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ મન કી બાતનો એક અંશ પણ શેર કર્યો જેમાં તેમણે થોડા વર્ષો પહેલા લોકમાન્ય તિલક અને ચંદ્ર શેખર આઝાદ વિશે વાત કરી હતી. તેમણે તેમની મુંબઈ મુલાકાતોના સ્નેપશોટ પણ શેર કર્યા, જ્યાં તેમણે લોકમાન્ય સેવા સંઘની મુલાકાત લીધી, જે લોકમાન્ય તિલક સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું મા ભારતીના બે મહાન પુત્રો, લોકમાન્ય તિલક અને ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મજયંતી પર નમન કરું છું. આ બે દિગ્ગજ લોકો હિંમત અને દેશભક્તિનાં પ્રતિક છે. થોડા વર્ષો પહેલા #MannKiBaat દરમિયાન મેં તેમના વિશે જે કહ્યું હતું તે શેર કરી રહ્યો છું."
"લોકમાન્ય ટિળકના શાશ્વત વારસામાંનો એક ગણેશ ઉત્સવ એ મોટા પાયે સાંસ્કૃતિક ઉત્સવ છે, જેણે લોકોમાં સાંસ્કૃતિક ચેતનાની ભાવના પ્રજ્વલિત કરી હતી. મારી એક મુંબઈ મુલાકાત દરમિયાન, મેં લોકમાન્ય સેવા સંઘની મુલાકાત લીધી, જે લોકમાન્ય ટિળક સાથે ગાઢ સંબંધ ધરાવે છે. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1844103)
મુલાકાતી સંખ્યા : 282
આ રીલીઝ વાંચો:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam