પ્રધાનમંત્રીનું કાર્યાલય

આજનો કેબિનેટ નિર્ણય ભારતના રસીકરણ કવરેજને આગળ વધારશે અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે: પીએમ

Posted On: 13 JUL 2022 10:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે 15મી જુલાઈ 2022થી આગામી 75 દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે મફત કોવિડ-19 સાવચેતીના ડોઝનો નિર્ણય ભારતના રસીકરણ કવરેજને આગળ વધારશે અને તે એક સ્વસ્થ રાષ્ટ્રની રચના કરશે.

#આઝાદીકા અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"કોવિડ-19 સામે લડવા માટે રસીકરણ એ અસરકારક માધ્યમ છે. કેબિનેટનો આજનો નિર્ણય ભારતના રસીકરણ કવરેજને આગળ વધારશે અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે."

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841370) Visitor Counter : 159