માહિતી અને પ્રસારણ મંત્રાલય
અંબ અંદૌરા રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થશે
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની વિનંતી બાદ રેલવેએ બાંધકામનો આદેશ આપ્યો
પોસ્ટેડ ઓન:
28 JUN 2022 11:37AM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલવે મંત્રીએ અંબ અંદૌરા રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો આદેશ આપ્યો છે. ફૂટ ઓવર બ્રિજ સ્ટેશનને જામા મસ્જિદ સાથે જોડશે અને રેલવે સ્ટેશનથી મસ્જિદ સુધી પહોંચવામાં સરળતા રહેશે. બાંધકામ માટે ટેન્ડર ખોલવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ગ્રાઉન્ડ વર્ક શરૂ થવાની ધારણા છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 1લી જૂન 2022ના રોજ કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને ઓવર બ્રિજ બનાવવાની વિનંતી કર્યા બાદ આ આદેશ આવ્યો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1837511)
મુલાકાતી સંખ્યા : 239