પ્રધાનમંત્રીનું કાર્યાલય

બેંગલુરુમાં વિકાસકીય પ્રોજેક્ટના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 JUN 2022 7:29PM by PIB Ahmedabad

કરુનાડ, નન્ન પ્રીતિય, નમસ્કારગડુ, બેગલૂરિયન મહા જનતેગે, વિશેષવાદ નમસ્કારગડુ, કર્ણાટકા રાજ્યદ પાલિગે, ઇંદુ મહત્વદ દિનવાદિગે રાજ્યદલ્લિ, હલવારુ મૂલઊત સઉકર્ય, કલ્પિસુવ યોજનેહડન્નુ, જારી ગોડીસલુ નનગે બહડ, સંતોષ-વાગુત્તિદે. કર્ણાટકના રાજ્યપાલી શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બાસવરાજ જી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી પ્રહલાદ જોશી જી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ, બેંગલુરુના મારા તમામ બહેનો અને ભાઈઓ નમસ્કાર.
ડબલ એન્જિન સરકારે કર્ણાટકના ઝડપી વિકાસનો જે ભરોસો આપ સૌને આપ્યો છે તે ભરોસાના આજે ફરી એક વાર આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આજે 27 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાત મુહૂર્ત થઈ રહ્યું છે. પ્રોજેક્ટ હાયર એજ્યુકેશન, રિસર્ચ, સ્કીલ ડેવલપમેન્ટ, આરોગ્ય, કનેક્ટિવિટી જેવા ઘણા લક્ષ્યાંકો સાથે આપ સૌની સેવા માટે તૈયાર થઈ રહ્યા છે. એટલે કે પ્રોજેક્ટ સરળ જીવનશૈલી અને સરળ વેપાર બંનેને તાકાત આપનારા છે.

ભાઈઓ અને બહેનો,

અહીં આવતા અગાઉ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશનને સમજવા માટે, તેના ઉત્સાહનો અનુભવ કરવા માટે આજે હું તેમની વચ્ચે છું અને નવી ઊર્જા લઈને નીકળ્યો છું. હું કાર્યક્રમ સાથે સંકળાયેલા ખાનગી ક્ષેત્રની પણ સંપૂર્ણપણે પ્રશંસા કરું છુંહવે અહીં કનેક્ટિવિટી સાથે જોડાયેલા ઉત્સવને આપની સાથે આપની વચ્ચે આવીને અને જે ઉંમગ તથા ઉત્સાહની સાથે આપ લોકો ભરેલા છો, હું પણ તમારી સાથે તેની ઉજવણી કરી રહ્યો છું. અને આપ સૌ જાણો છો કે બેંગલુરુને મારો અંતિમ કાર્યક્રમ છે અને ત્યાર બાદ મૈસૂર જઈ રહ્યો છું. ત્યાં પણ કર્ણાટકાની વિકાસયાત્રાને વેગ આપવાનું અભિયાન જારી રહેશે. થોડી વાર અગાઉ કર્ણાટકામાં પાંચ નેશનલ હાઇવે અને સાત રેલવે પ્રોજેક્ટનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. કોંકણ રેલવેના 100 ટકા વીજળીકરણના મહત્વપૂર્ણ પડાવના પણ આપણે સાક્ષી બન્યા છીએ.

તમામ પ્રોજેક્ટ કર્ણાટકાના યુવાનો, અહીંના મધ્યમ વર્ગ, આપણા ખેડૂત ભાઈઓ-બહેનો, આપણા ઉદ્યમીઓને નવી સવલતો આપશે, નવી તકો પૂરી પાડશે. સમગ્ર કર્ણાટકાને વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ અભિનદન.

સાથીઓ,
બેંગલુરુ દેશના લાખો યુવાનો માટે સપનાઓનું શહેર બની ગયું છે. બેંગલુરુ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાઓનું પ્રતિબિંબ છે. બેંગલુરુનો વિકાસ લાખો સપનાઓનો વિકાસ છે અને તેથી છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે બેંગલુરુની ક્ષમતાને હજી પણ વધારવામાં આવે. બેંગલુરુમાં પોતાના સપનાઓ સાકાર કરવામાં લાગેલા તમામ સાથીઓનું જીવન આસાન હોય, ટ્રાવેલનો સમય ઓછો થાય, આરામદાયક હોય, લોજિસ્ટિક કિંમતો પણ ઓછામાં ઓછી હોય, તેના માટે ડબલ એન્જિનની સરકારે સતત કામગીરી હાથ ધરી છે. વચનબદ્ધતા અમને આજે અહીં પણ જોવા મળી રહી છે.

સાથીઓ,
બેંગલુરુને ટ્રાફિક જામથી મુક્તિ અપાવવા માટે રેલવે, રોડ, મેટ્રો, અંડર પાસ, ફ્લાય ઓવર તમામ શક્ય માધ્યમો પર ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. બેંગલુરુના જે કોઈ પરા વિસ્તારો છે તેને પણ બહેતર કનેક્ટિવિટીથી જોડવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. મને કહેવામાં આવ્યું છે કે બેંગલુરુના આસપાસના વિસ્તારોમાં પણ રેલવેથી કનેક્ટ કરવા માટે 80ના દાયકાથી ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં 40 વર્ષ, કહો શું હાલત છે. 40 વર્ષ માત્ર ચર્ચામાં ગયા છે. હું કર્ણાટકાના ભાઈઓ-બહેનોને ભરોસો અપાવવા આવ્યો છું કે ચીજોને સાકાર કરવામાં 40 મહિના મહેનત કરીને તમારા સપનાઓને પૂરા કરીશ. તમને જાણીને નવાઈ લાગશે 16 વર્ષ સુધી પ્રોજેક્ટ ફાઇલોમાં ધૂળ ખાતો રહ્યો હતો. મને આનંદ છે  કે ડબલ એન્જિન સરકાર, કર્ણાટકાની પ્રજાને, બેંગલુરુની પ્રજાના તમામ સપના પૂરા કરવા માટે જીવ રેડી દેશે. બેંગલુરુ પરા રેલવેથી બેંગલુરુની ક્ષમતાના વ્યાપ વધારવામાં ઘણી મદદ મળશે. પ્રોજેક્ટ બેંગલુરુ  શહેરમાં રહેવાની મજબૂરીને ઘટાડી દેશે. અને હું કહું છું કે સાથીઓ, 40 વર્ષ અગાઉ જે કામ કરવા જોઇતા હતા, જે કાર્યો 40 વર્ષ અગાઉ પૂરા થવા જોઇતા હતા આજે મને કાર્યો 40 વર્ષ બાદ કરવાનું મારા નસીબમાં આવ્યું છે. જો 40 વર્ષ અગાઉ કાર્યો પૂરા થઈ ગયા હોત તો બેંગલુરુ પર દબાણ વધ્યું હોત. બેંગલુરુ વધુ તાકાત સાથે નીખરી ઉઠ્યું હોત. પરંતુ 40 વર્ષ, ઓછો સમય નથી. પરંતુ સાથીઓ મને આપ સૌએ તક આપી છેહું હવે સમય વ્યતિત કરવા માગતો નથી. દરેક પળ આપની સેવા માટે વ્યતિત કરી રહ્યો છું.

સાથીઓ,
આસપાસની સેટેલાઇટ ટાઉનશિપ, પરા વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર જ્યારે રેલવે આધારિત રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી કનેક્ટ થઈ જશે તો તેની એક બહુવિધ અસર પડવાની છે. પરા રેલવેની માફક બેંગલુરુ રિંગ રોડ પણ શહેરની ગીચતાને ઘટાડશે. તે નેશનલ હાઇવે અને આઠ સ્ટેટ  હાઇવેને કનેક્ટ કરશે. એટલે કે કર્ણાટકાના અન્ય પ્રાંતોમાં જનારી ટ્રેનોની મોટી સંખ્યામાં બેંગલુરુ શહેરમાં પ્રવેશની જરૂર પડશે નહીં. આપ પણ જાણો છો કે નીલમંગલાના તુમકુરુની વચ્ચે જે નેશનલ હાઇવે છે તેની આસપાસ મોટા ભાગે ઉદ્યોગો છે. ટ્રાફિકનો એક મોટો જથ્થો માર્ગ પર જાય છે. હાઇવેને લેન અને તુમકુરુ બાયપાસને કારણે સમગ્ર ક્ષેત્રમાં ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ સરળ બની જશે. આર્થિક ગતિવિધીને બળ પ્રાપ્ત થશે. ધર્મસ્થળો મંદીર, સૂર્ય મંદીર અને જોગ ફોલ્સ જેવા આસ્થા અને પર્યટનના મુખ્ય કેન્દ્રોની કનેક્ટિવિટી બહેતર બનાવવા માટે  જે કાર્ય થઈ રહ્યા છે તે પણ ટુરિઝમ માટે નવી તકો પેદા કરીને આવવાના છે. તેનું કાર્ય પણ આજથી શરૂ થઈ ગયું છે.

ભાઈઓ અને બહેનો,

છેલ્લા આઠ વર્ષમાં અમે રેલવે કનેક્ટિવિટીના સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન પર કામ કર્યું છે. આજે રેલવેમાં પ્રવાસનો અનુભવ આઠ વર્ષ અગાઉની સરખામણીએ તદ્દન અલગ છે. ભારતીય રેલવે હવે ઝડપી બની રહી છે, સ્વચ્છ પણ થઈ રહી છે, આધુનિક પણ બની રહી છે, સુરક્ષિત પણ થઈ રહી છે અને નાગરિકોને અનુકૂળ પણ બની રહી છે. અમે દેશના એવા હિસ્સામાં પણ રેલવેને પહોંચાડી છે જ્યાં તેના વિશે એક સમયે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. કર્ણાટકામાં પણ તાજેતરના વર્ષોમાં 1200 કિલોમીટર રેલવે લાઇન કાં તો નવી બનાવવામાં આવી છે અથવા તો તેના ગેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે હવે સવલતો, તે વાતાવરણ પણ આપવાનો પ્રયાસ કરી રહી છે જે ક્યારેક એરપોર્ટ કે  હવાઈ મુસાફરીમાં મળતું હતું. ભારત રત્ન સર એસ. વિશ્વેસરૈયાના નામ પરથી બેંગલુરુમાં બનેલું આધુનિક રેલવે સ્ટેશન વાતનો પ્રત્યક્ષ પુરાવો છે. મને કહેવામાં આવ્યું છે કે આજે બેંગલુરુમાં લોકો સ્ટેશન પર આવે છે, જાણે કોઈ પ્રવાસી સ્થળ પર આવ્યા હોય, તેઓ અજાયબી નિહાળી રહ્યા છે. તેમને રેલવે સ્ટેશનની રચનાથી દેશ બદલાતો જોવા મળી રહ્યો છે અને લોકો મને કહી રહ્યા હતા કે યુવાન પેઢી તો સેલ્ફી લેવા માટે લાઇન લગાવીને ઊભી રહી જાય છે. કર્ણાટકાનું પ્રથમ અને દેશનું એવું ત્રીજું આધુનિક રેલવે સ્ટેશન છે. તેની સવલતો તો આધુનિક છે બેંગલુરુ માટે વધુ ટ્રેનોનો માર્ગ પણ ખૂલી ગયો છે. બેંગલુરુ કેન્ટોનમેન્ટ અને યશલંતપુર જંકશનને પણ આધુનિક બનાવવાનું કાર્ય આજથી શરૂ થયું છે.

સાથીઓ,
21
મી સદીમાં આપણે માત્ર રેલવે, રોડ, પોર્ટ, એરપોર્ટ સુધી મર્યાદિત રહી શકીએ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટની પ્રથા એક બીજાથી કનેક્ટ હોય, એક બીજાને સહકાર આપે એવી મલ્ટિમોડલ કનેક્ટિવિટી પર ધ્યાન આપી રહ્યા છીએ. મલ્ટિમોડલ કનેક્ટિવિટીને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની મદદ મળી રહી છે. બેંગલુરુ પાસે બનવા જઈ રહેલો મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક પણ વિઝનનો એક હિસ્સો છે. પાર્ક પોર્ટ, એરપોર્ટ, રેલવે અને માર્ગોની સુવિધાઓ સાથે જોડાયેલો હશે. જેથી છેલ્લામાં છેલ્લા અંતરની ડિલિવરી બહેતર હોય અને પરિવહન કિંમત ઓછી હોય. ગતિશક્તિની ભાવનાથી બની રહેલા પ્રોજેક્ટ હજારો યુવાનોને રોજગારી પણ આપશે, આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિને પણ વેગ આપશે.

ભાઈઓ અને બહેનો,

બેંગલુરુની સફળતાની કહાની 21મી સદીના ભારતને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે. શહેરે દેખાડ્યું છે કે આંતરપ્રિન્યોરશિપને, ઇનોવેશનને, ખાનગી ક્ષેત્રને, દેશના યુવાનોને , અસલી સામર્થ્ય દેખાડવાની તક આપવાથી કેટલો મોટો પ્રભાવ પેદા થાય છે. કોરોનાના સમયમાં બેંગલુરુમાં બેઠેલા આપણા યુવાનોએ સમગ્ર દુનિયાને બેઠી કરવામાં મદદ કરી હતી. બેંગલુરુએ પુરવાર કરી દીધું છે કે સરકાર જો સુવિધાઓ આપે અને નાગરિકના જીવનમાં કમસે કમ દખલગીરી કરે તો ભારતનો નવયુવાન શું હાંસલ કરી શકતો નથી. દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. બેંગલુરુ દેશના યુવાનોનું સપનાનું શહેર છે અને તેની પાછળ ઉદ્યમશીલતા છે, ઇનોવેશન છે, જાહેરની સાથે સાથે ખાનગી ક્ષેત્રની યોગ્ય ઉપયોગિતા છે. બેંગલુરુ લોકોને પોતાની વિચારસરણી બદલવાની સલાહ પણ આપે છે. જે હજી પણ ભારતના ખાનગી ક્ષેત્રને, ખાનગી એન્ટરપ્રાઇસને ખરાબ શબ્દોમાં સંબોધિત કરે છે. દેશની શક્તિને કરોડ લોકોના સામર્થ્યને સત્તાવાદી માનસિકતા ધરાવતા લોકો ઓછી આંકે છે.
સાથીઓ,
21
મી સદીનું ભારત સંપત્તિ નિર્માતા, નોકરી નિર્માતાનું છે. સંશોધકોનું ભારત છે. સાથે સાથે દુનિયાના સૌથી યુવાન દેશના રૂપમાં ભારતની અસલી તાકાત પણ છે, આપણી સંપત્તિ પણ છે. શક્તિને પ્રમોટ કરવા માટે જે પ્રયાસો છેલ્લા આઠ વર્ષમાં થયા છે તેની ચર્ચા તો થાય છે પરંતુ ઘણા મર્યાદિત ક્ષેત્રમાં થાય છે. પરંતુ બેંગલુરુ જે સંસ્કૃતિને જીવે છે જ્યાં હું જ્યારે આવ્યો છું તો તેની વિસ્તૃત ચર્ચા કરવી તે હું મારી જવાબદારી સમજું છું.

ભાઈઓ અને બહેનો,

ભારતમાં ખેતી બાદ સૌથી મોટો રોજગાર આપનાર કોઈ હોય તો તે એમએસએમઈ ક્ષેત્ર છે જે દેશમાં ટિયર-2, ટિયર-3 શહેરોના અર્થતંત્રને મોટી તાકાત આપે છે. એમએસએમઈના ક્ષેત્ર સાથે દેશના કરોડો લોકો સંકળાયેલા છે. પરંતુ આપણા એમએસએમઈની પરિભાષા એવી રાખવામાં આવી હતી કે જો તેઓ પોતાનો વ્યાપ વધારવા માગે છે તો તેમને નુકસાન થતું હતું. તેથી તેઓ પોતાના સાહસને વિસ્તારવાને બદલે અન્ય નાના ઉપક્રમો તરફ લઈ જતા હતા. અમે પરિભાષાને બદલી નાખી જેથી એમએસએમઈ વિકાસ તરફ આગળ ધપે, વધુ કર્મચારીઓ વધારે. નાના નાના સરકારી પ્રોજેક્ટ્સમાં પણ ગ્લોબલ ટેંડર્સ આવવાથી આપણા એમએસએમઈની તકો અત્યંત મર્યાદિત રહેતી હતી. અમે 200 કરોડ રૂપિયા સુધીના ટેન્ડરોમાં વિદેશી એકમોની ભાગીદારીને સમાપ્ત કરી નાખી. તો આત્મનિર્ભર ભારત પ્રત્યે અમારો આત્મવિશ્વાસ છે. કેન્દ્ર સરકારના તમામ વિભાગો માટે 25 ટકા ખરીદી એમએસએમઇ પાસેથી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આટલું નહીં આજે સરકારીમાર્કેટ પ્લેસના રૂપમાં એમએસએમઈ માટે દેશના તમામ સરકારી વિભાગ, સરકારી કંપની, ડિપાર્ટમેન્ટ સાથે વેપાર કરવાનું આસાન માધ્યમ આપવામાં આવ્યું છે. જીઈએમ પર આજે 45 લાખ કરતાં વધુ વેચાણકર્તા પોતાના ઉત્પાદનો અને પોતાની સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

ભારતની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમની પણ આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. જેનું બેંગલુરુ મોટું કેન્દ્ર છે. છેલ્લા આઠ વર્ષમાં દેશે કેટલું મોટું કામ કર્યું છે તે ત્યારે સમજાશે જ્યારે આપણે અતીતના દાયકા પર નજર કરીશું. છેલ્લા દાયકાઓમાં દેશમાં કેટલી બિલિયન ડોલર કંપની બની છે તે આજે આંગળીના વેઢે ગણી શકો છો. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં દેશમાં 100 કરતાં વધારે બિલિયન ડોલર કંપની બની છે જેમાં દર મહિને નવી કંપનીઓ જોડાઈ રહી છે. આઠ વર્ષમાં બનેલી યુનિકોર્ન્સની વેલ્યૂ આજે લગભગ દોઢસો અબજ ડોલર છે એટલે કે લગભગ લગભગ 12 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ કેવી રીતે વધારી રહ્યું છે તે જણાવવા માટે હું તમને વધુ એક આંકડો આપું છું. 2014 બાદ પ્રથમ 10 હજાર સ્ટાર્ટ અપ્સ સુધી પહોંચવા માટે આપણને લગભગ 800 દિવસ લાગ્યા હતા, હું દિલ્હીમાં આપ સૌએ મને સેવા કરવા માટે તક આપી ત્યાર પછીની વાત કરું છું.પરંતુ તાજેતરમાં જે દસ હજાર સ્ટાર્ટ અપ્સ ઇકોસિસ્ટમ સાથે જોડાયા છે તે 200 દિવસ કરતાં પણ ઓછા સમયમાં જોડાયા છે. વખતે છેલ્લા આઠ વર્ષમાં કાંઇક 100 સ્ટાર્ટ અપ્સથી વધીને આજે આપણે 70 હજારની મંઝીલ પાર કરી ચૂક્યા છીએ.

ભાઈઓ અને બહેનો,

સ્ટાર્ટ અપ્સ અને ઇનોવેશનનો માર્ગ આરામનો, સુવિધાઓનો નથી. અને છેલ્લા આઠ વર્ષમાં દેશને માર્ગ પર ઝડપથી આગળ ધપાવવાનો માર્ગ પણ આસાન હતો, સુવિધાઓનો હતો. ઘણા નિર્ણય, ઘણા સુધારા તાત્કાલિક રૂપથી અપ્રિય લાગી શકે છે પરંતુ સાથે સાથે સુધારાનો લાભ આજે દેશ અનુભવી રહ્યો છે. સુધારાનો માર્ગ આપણને નવા લક્ષ્યાંકો, નવા સંકલ્પો તરફ દોરી જાય છે. અમે સ્પેસ અને ડિફેન્સ જેવા તમામ ક્ષેત્રને યુવાનો માટે ખોલી નાખ્યા છે જેમાં દાયકાઓ સુધી માત્ર સરકારનો એકાધિકાર હતો. આજે આપણે ડ્રોનથી લઈને એરક્રાફ્ટ સુધી, તમામ આધુનિક ટેકનોલોજીમાં ભારતના યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અહીં દેશનું ગૌરવ ઇસરો છે, ડીઆરડીઓનું એક આધુનિક માળખું છે. આજે અમે દેશના યુવાનોને કહી રહ્યા છીએ કે સરકારે જે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ બનાવી છે તેમાં પોતાના વિઝનનું, પોતાના આઇડિયાનું પરિક્ષણ કરો. કેન્દ્ર સરકાર યુવાનોને તમામ જરૂરી પ્લેટફોર્મ આપી રહી છે જેમાં દેશનો યુવાન મહેનત કરી રહ્યો છે. જે સરકારી કંપનીઓ છે તે પણ હરિફાઈ કરશે, દેશના યુવાનોએ બનાવેલી કંપનીઓ સાથે હરિફાઈ કરશે. ત્યારે તો તે યુવાન દુનિયાની સાથે હરિફાઈ કરી શકશે. મારું સ્પષ્ટપણે માનવું છે કે સંસ્થા સરકારી હોય કે ખાનગી બંને દેશની મિલકત છે, મૂડી છે અને તેથી સ્પર્ધાનું સ્થળ બંનેને સમાન મળવું જોઇએ. સૌનો પ્રયાસ છે. સૌના પ્રયાસનો મંત્ર આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષમાં આત્મનિર્ભર ભારતના નિર્માણની ઊર્જા છે. ફરી એક વાર તમામ કર્ણાટકાવાસીઓને વિકાસના પ્રોજેક્ટ અભિનંદન પાઠવું છું. અને બસવરાજજીના નેતૃત્વમાં આપણું કર્ણાટક વધુ ઝડપથી આગળ ધપે તેના માટે ભારત સરકાર ખભે ખભા મિલાવીને કામ કરવા માટે આપ સૌની સાથે ઊભી છે. અનેક અનેક શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835759) Visitor Counter : 208