ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'અગ્નિપથ યોજના'ના પ્રથમ વર્ષમાં બે વર્ષની છૂટ આપીને મહત્તમ પ્રવેશ વય 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો સહાનુભૂતિપૂર્ણ નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે
આ નિર્ણયથી મોટી સંખ્યામાં યુવાનોને ફાયદો થશે અને ‘અગ્નિપથ યોજના’ દ્વારા તેઓ રાષ્ટ્રની સેવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે.
છેલ્લા બે વર્ષથી કોવિડ-19 રોગચાળાને કારણે આર્મીમાં ભરતી પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે . 'અગ્નિપથ યોજના' હેઠળ ભરતીમાં પ્રથમમાં બે વર્ષની છૂટ આપીને મહત્તમ પ્રવેશ વય 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે
પોસ્ટેડ ઓન:
17 JUN 2022 1:17PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'અગ્નિપથ યોજના'ના પ્રથમ વર્ષમાં બે વર્ષની છૂટ આપીને મહત્તમ પ્રવેશ વય 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો સહાનુભૂતિપૂર્ણ નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. .
કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેમના ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે "છેલ્લા બે વર્ષથી કોવિડ-19 રોગચાળાને કારણે સેનામાં ભરતી પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી, તેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, વય મર્યાદા વટાવી ચૂકેલા યુવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા, 'અગ્નિપથ યોજના' હેઠળ ભરતીના પ્રથમ વર્ષમાં વય મર્યાદામાં બે વર્ષની છૂટછાટ આપીને મહત્તમ પ્રવેશ વય 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે.
શ્રી અમિત શાહે કહ્યું કે “આ નિર્ણયથી મોટી સંખ્યામાં યુવાનોને ફાયદો થશે અને ‘અગ્નિપથ યોજના’ દ્વારા તેઓ રાષ્ટ્રની સેવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે. આ માટે હું શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1834757)
મુલાકાતી સંખ્યા : 280