યુવા બાબતો અને રમત મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ 2021ના સમાપન પ્રસંગે વિશેષ પત્ર મોકલ્યો


KIYG 2021 એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છેઃ શ્રી નરેન્દ્ર મોદી

આગામી પેઢીના રમતવીરો ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાંથી ઉભરી રહ્યાં છેઃ શ્રી અનુરાગ ઠાકુર

કુલ 137 પદકો (52 સ્વર્ણ) સાથે યજમાન હરિયાણા ટોચ પર, મહારાષ્ટ્ર બીજા (125 પદકો - 45 સ્વર્ણ) અને કર્ણાટક (67 પદકો - 22 સ્વર્ણ) સાથે ત્રીજા સ્થાન પર

Posted On: 13 JUN 2022 8:36PM by PIB Ahmedabad

સોમવારે હરિયાણાના ઇન્દ્રધનુષ મેદાન પર સફળતાપૂર્વક આયોજિત થયેલા ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનું સમાપન થયું હતું. કુલ 137 પદકો (52 સ્વર્ણ) સાથે યજમાન હરિયાણા ટોચ પર રહ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર (125 પદકો - 45 સ્વર્ણ) બીજા અને કર્ણાટક (67 પદકો - 22 સ્વર્ણ) સાથે ત્રીજા સ્થાન પર રહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JD19.jpg

આ સમાપન પ્રસંગે હરિયાણાના માનનીય રાજ્યપાલ શ્રી મનોહરલાલ ખટ્ટર, હરિયાણાના મુખ્યમંત્રી, કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગસિંઘ ઠાકુર, યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી નિશિત પ્રામાણિક અને રાજ્યના રમત મંત્રી શ્રી સંદીપસિંહ સહિત હરિયાણાના અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક વિશેષ સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, "વર્ષોથી, દેશના પ્રતિભાવાન ખેલાડીઓએ તેમને, તેમના પરિવારને અને સમગ્ર દેશને જુદા-જુદા મંચો ઉપર વિવિધ રમતોમાં પોતાના પ્રદર્શન થકી ગર્વનો અનુભવ કરાવ્યો છે. આ તમામ ખેલાડીઓની પ્રતિભા અને પ્રદર્શન વૈશ્વિક મંચ ઉપર 21મી સદીના ભારતની નિરંતર વધી રહેલી ક્ષમતાનું પ્રતિબિંબ રજૂ કરે છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,"આજે દેશના યુવા ખેલાડીઓની આશાઓ અને આકાંક્ષાઓ નિર્ણયો અને નીતિઓની રચના માટે આધાર પૂરો પાડી રહી છે. નવી શિક્ષણ નીતિમાં રમત-ગમતને પ્રોત્સાહન આધૂનિક રમત-ગમત માળખાના નિર્માણ ઉપર ભાર મૂકે છે. આધૂનિક ટેક્નોલોજી સાથે તાલમેલ આજે ભારતમાં સમૃદ્ધ રમત સંસ્કૃતિનું સર્જન કરી રહી છે. રમતના ક્ષેત્રમાં ઓળખ, પસંદગી અને કૌશલ્યની તાલીમથી માંડીને ખેલાડીઓની રમત-ગમતની જરૂરિયાતો સુધી, સરકાર દરેક પગલે દેશના પ્રતિભાશાળી ખેલાડીઓની સાથે છે. દેશના દરેક ક્ષેત્રમાંથી યુવા ખેલાડીઓએ ખેલો ઇન્ડિયાની આ આવૃતિમાં ભાગ લીધો હતો અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. અમારી આશા રાખીએ છીએ છે કે આપણાં યુવાનો રમતના મેદાન ઉપર તેમની ખેલ ભાવનાને નવી ઊંચાઇ આપતી વખતે દેશનું ગૌરવ અને સન્માન વધારવાનું ચાલું રાખે. "

કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ પ્રસંગે તમામ પ્રતિસ્પર્ધકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે,"12 નવા રાષ્ટ્રીય વિક્રમો નોંધવામાં આવ્યાં છે અને હું તમામ રમતવીરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે,"ખેલો ઇન્ડિયા રમતોની દરેક આવૃતિમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વચ્ચે હંમેશા રોમાંચક પ્રતિસ્પર્ધા જોવા મળે છે અને આ સમયે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. હું ફરી વખત ટોચ ઉપર આવવા બદલ હરિયાણાને અભિનંદન આપું છું. હરિયાણાએ ભારતના રમત-ગમત ક્ષેત્રે મહાસત્તા તરીકેનું પોતાનું પ્રભુત્વ ચાલુ રાખ્યું છે."

શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે પ્રો-કબડ્ડીમાંથી સ્કાઉટ્સની હાજરી યુવા રમતોમાં એક નવો ઉમેરો છે. તેમણે ઉમેર્યુ હતું કે, "છૂપાયેલા રત્નોની ખરી ક્ષમતા તપાસવા માટે પ્રત્યેક મેચમાં આ સ્કાઉટ્સ હાજર હતા અને તે તેમને યોગ્ય આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરો પાડે છે. કબડ્ડીના ખેલાડીઓની આગામી પેઢી આ રમતોમાંથી ઉભરીને બહાર આવશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002I5MY.jpg

કેન્દ્રીય મંત્રીએ રમતોમાંથી બહાર આવેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો અને બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કે KIYG 2021માંથી 17 વેઇટલિફ્ટરની પસંદગી આગામી 15 થી 26 જુલાઇ દરમિયાન તાસ્કંદમાં આયોજિત થનારા એશિયન યુથ અને જૂનિયર ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરવા માટે કરવામાં આવી છે. કર્ણાટકના સ્વિમર અનીશ ગૌડા કુલ 6 સ્વર્ણ પદકો સાથે સમગ્ર રમતમાં સૌથી વધારે પદકો જીતનારા ખેલાડી છે. મહારાષ્ટ્રના બે ખેલાડીઓ અપેક્ષા ફર્નાન્ડિઝ (સ્વિમિંગ) અને સંયુક્તા ક્લે (રિધમિક જિમનાસ્ટિક) દરેકે 5 સ્વર્ણ પદકો પ્રાપ્ત કર્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003H8RX.jpg

થોડા મહિનાના સમયમાં ખેલો ઇન્ડિયા રમતોત્સવનું ફરી આયોજન કરવાની આશા વ્યક્ત કરતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, "અમે ખરેખર ઇચ્છી રહ્યાં છે કે નવેમ્બર અને માર્ચમાં ફરી વખત ખેલો ઇન્ડિયા યુવા રમતો અને યુનિવર્સિટી રમતોનું આયોજન કરવામાં આવે જેથી ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ફરી વખત તક પ્રાપ્ત થઇ શકે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833654) Visitor Counter : 225