આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
CCEA દ્વારા ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી
Posted On:
08 JUN 2022 4:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા આદેશ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે વધારવામાં આવેલા લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે જેથી પાક ઉછેરનારાઓને તેમની ઉપજ પર વતળરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકમાં વિવિધતાને પ્રોત્સાહન આપવાનું સુનિશ્ચિત કરી શકાય. મંજૂર કરવામાં આવેલા ભાવોની વિગતો નીચે કોષ્ટકમાં આપવામાં આવી છે.
તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ
(₹ પ્રતિ ક્વિન્ટલ)
પાક
|
MSP 2014-15
|
MSP 2021-22
|
|
MSP 2022-23
|
ઉત્પાદન ખર્ચ* 2022-23
|
MSP માં વૃદ્ધિ (સંપૂર્ણ)
|
ખર્ચ પર વળતર (ટકામાં)
|
ડાંગર (સામાન્ય)
|
1360
|
1940
|
|
2040
|
1360
|
100
|
50
|
ડાંગર (ગ્રેડ A)^
|
1400
|
1960
|
|
2060
|
-
|
100
|
-
|
જુવાર (હાઇબ્રિડ)
|
1530
|
2738
|
|
2970
|
1977
|
232
|
50
|
જુવાલ (માલદાંડી)^
|
1550
|
2758
|
|
2990
|
-
|
232
|
-
|
બાજરો
|
1250
|
2250
|
|
2350
|
1268
|
100
|
85
|
રાગી
|
1550
|
3377
|
|
3578
|
2385
|
201
|
50
|
મકાઇ
|
1310
|
1870
|
|
1962
|
1308
|
92
|
50
|
તુવેર (અરહર)
|
4350
|
6300
|
|
6600
|
4131
|
300
|
60
|
મગ
|
4600
|
7275
|
|
7755
|
5167
|
480
|
50
|
અડદ
|
4350
|
6300
|
|
6600
|
4155
|
300
|
59
|
મગફળી
|
4000
|
5550
|
|
5850
|
3873
|
300
|
51
|
સૂરજમુખીની બીજ
|
3750
|
6015
|
|
6400
|
4113
|
385
|
56
|
સોયાબીન (પીળા)
|
2560
|
3950
|
|
4300
|
2805
|
350
|
53
|
તલ
|
4600
|
7307
|
|
7830
|
5220
|
523
|
50
|
કાળા તલ
|
3600
|
6930
|
|
7287
|
4858
|
357
|
50
|
કપાસ (મધ્યમ રેસો)
|
3750
|
5726
|
|
6080
|
4053
|
354
|
50
|
કપાસ (લાંબો રેસો)^
|
4050
|
6025
|
|
6380
|
-
|
355
|
-
|
*ખર્ચના સંદર્ભમાં તમામ ચૂકવવામાં આવેલા ખર્ચનો સમાવેશ થાય છે જેમ કે દૈનિક વેતન પર રાખવામાં આવેલા શ્રમિકોને આપેલી મજૂરી, બળદની મજૂરી/મશીન મજૂરી, ભાડાપટ્ટાની જમીન માટે ચૂકવવામાં આવેલું ભાડું, બિયારણ, ખાતર, ખાતર, સિંચાઇનો ચાર્દ વગેરે જેવી સામગ્રીના ઉપયોગ માટે કરવામાં આવેલો ખર્ચ, ઓજારો અને ખેતરની ઇમારતો પર લાગેલો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે જરૂરી ડીઝલ/વીજળી, પરચુરણ ખર્ચ અને પારિવારિત મહેનતાણાંનું લાગુ પડી શકે તેવું મૂલ્ય સામેલ છે.
^ ખર્ચ ડેટાને ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે અલગથી સંકલિત કરવામાં આવ્યો નથી.
ખરીફ પાકો માટે માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં કરવામાં આવેલી વૃદ્ધિ કેન્દ્રીય અંદાજપત્ર 2018-19માં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ છે, જેમાં અખિલ-ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકાના સ્તરે MSP નિર્ધારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને યોગ્ય મહેનતાણું મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં નોંધનીય છે કે, બાજરી, તુવેર, અડદ સૂર્યમુખીના બીજ, સોયાબીન અને મગફળી માટે MSP પર વળતર અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકાથી વધારે છે અનુક્રમે 85%, 60%, 59%, 56%, 53% અને 51% છે.
છેલ્લા કેટલાક વર્ષથી તેલીબિયાં, કઠોળ અને બરછટ અનાજમાં MSPને ફરીથી સંરેખિત કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોને આ પાકો હેઠળ મોટા વિસ્તારમાં સ્થાનાંતરિત કરવા અને તેઓ શ્રેષ્ઠ ટેકનોલોજી તેમજ કૃષિ પદ્ધતિઓ અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરી શકાય અને આ પ્રકારે માંગ અને પુરવઠા વચ્ચેના અસંતુલનમાં સુધારો લાવી શકાય.
વર્ષ 2021-22 માટેના ત્રીજા આગોતરા અનુમાન અનુસાર, દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 314.51 મિલિયન ટનના વિક્રમી જથ્થામાં થવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન થયેલા અનાજના ઉત્પાદનની સરખામણીએ 3.77 મિલિયન ટન વધારે છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21)માં થયેલા અનાજના સરેરાશ ઉત્પાદન કરતાં 23.80 મિલિયન ટન વધુ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832205)
Visitor Counter : 695
Read this release in:
Assamese
,
Hindi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Punjabi
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Telugu