સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

વિશ્વ ખાદ્ય સલામતી દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચોથો રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક બહાર પાડ્યો


શહેરો અને જિલ્લાઓ માટે ઇટ રાઇટ ચેલેન્જ, ઇટ રાઇટ રિસર્ચ એવોર્ડ્સ અને ખાદ્ય સલામતી અને પોષણમાં સંશોધન માટે અનુદાન તેમજ ઇટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જના વિજેતાઓનું સન્માન કર્યું

રાષ્ટ્ર અને પોષણ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે, સરકાર દેશમાં દરેક નાગરિકને આરોગ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે – ડૉ. મનસુખ માંડવિયા

નવી પહેલ, સંસાધનોની શરૂઆત અને પુસ્તકોના વિમોચનની સાથે આયુષ આહારનો લોગો લોન્ચ કર્યો

Posted On: 07 JUN 2022 1:44PM by PIB Ahmedabad

દેશમાં દરેક નાગરિક માટે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યોને વધુ સઘન બનાવવાના પ્રયાસો રૂપે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ (FSSAI)ના ચોથા રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક (SFSI)ને બહાર પાડ્યો છે જેમાં ખાદ્ય સુરક્ષાના પાંચ માપદંડોમાં રાજ્યોની કામગીરી માપવામાં આવે છે. દેશમાં ખાદ્ય સુરક્ષા ઇકોસિસ્ટમમાં સ્પર્ધાત્મક અને સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે SFSIની શરૂઆત 2018-19માં કરવામાં આવી હતી. આ સૂચકાંક આપણા નાગરિકોને સલામત અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં મદદરૂપ થશે.  


https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z46E.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BN4O.jpg

વિશ્વ ખાદ્ય સલામતી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ તમામ હિતધારકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આવા પુરસ્કારો લોકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ઓળખવામાં મદદરૂપ થાય છે. ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્ર અને પોષણ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને સમૃદ્ધ ભારત માટે, આપણે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે, આપણે સ્વસ્થ નાગરિકની જરૂર છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પણ સર્વગ્રાહી વિકાસ થયો છે.

ડૉ. માંડવિયાએ આગળ ઉમેર્યું હતું કે, દેશમાં દરેક નાગરિકને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે અને આના માટે સરકાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ જિલ્લા હોસ્પિટલોના સુદૃઢીકરણ જેવી વિવિધ પહેલની મદદથી પ્રાથમિક, દ્વિતિય અને તૃતીય આરોગ્ય સંભાળ મોરચે ધ્યાન આપી રહી છે. તેમણે દેશમાં નાગરિકોને આરોગ્યપ્રદ અને પોષણયુક્ત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવામાં FSSAI દ્વારા નિભાવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે આગળ ઉમેર્યું હતું કે, અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં  રાજ્યોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. અત્યારે સમયની માંગ છે કે, સ્વસ્થ રાષ્ટ્ર સુનિશ્ચિત કરવા માટે આપણે સાથે આવીની એકજૂથ થઇને કામ કરીએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે વર્ષ 2021-22 દરમિયાન તમામ માપદંડોમાં પ્રભાવશાળી કામગીરીના આધારે મળેલા રેન્કમાં વિજેતા થયેલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સન્માનિત કર્યા હતા. આ વર્ષે, મોટા રાજ્યોમાં, તમિલનાડુ ટોચના ક્રમે આવેલું રાજ્ય હતું, ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રનો નંબર આવ્યો છે. નાના રાજ્યોમાં, ગોવા પ્રથમ ક્રમે છે અને ત્યારબાદ મણિપુર અને સિક્કિમ આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને ચંદીગઢ અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. ડૉ. માંડવિયાએ રાજ્યના ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં નોંધપાત્ર સુધારો દર્શાવનારા રાજ્યોનું પણ સન્માન કર્યું હતું.

સ્માર્ટ સિટીઓને વિવિધ ઇટ રાઇટ ઇન્ડિયા પહેલ અપનાવીને તંદુરસ્ત, સલામત અને ટકાઉક્ષમ ખાદ્ય માહોલને સમર્થન આપતી યોજના વિકસાવવા અને તેનો અમલ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આરોગ્ય મંત્રીએ ગત વર્ષે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ના નેજા હેઠળ FSSAI દ્વારા સ્માર્ટ સિટી મિશન સાથે સહયોગમાં શરૂ કરવામાં આવેલી ઇટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જના 11 વિજેતા સ્માર્ટ સિટીને પણ સન્માનિત કર્યા હતા. તેમણે શહેરો અને જિલ્લાઓ માટે ઇટ રાઇટ રિસર્ચ ચેલેન્જ અને ઇટ રાઇટ રિસર્ચ પુરસ્કારો અને અનુદાનના વિજેતાઓને પણ સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત, ડૉ. માંડવિયાએ FSSAI દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ નવતર પહેલ પણ શરૂ કરી હતી જેમાં ઇટ રાઇટ રિસર્ચ એવોર્ડ્સ અને અનુદાન – તબક્કો II પણ સામેલ છે. ઇટ રાઇટ ક્રિએટિવિટી ચેલેન્જ – તબક્કો III નામથી શાળા સ્તરીય સ્પર્ધા અને આયુર્વેદ આહારનો લોગો પણ તેમણે લોન્ચ કર્યો હતો. આ લોગોમાં આયુર્વેદ અને આહારના 5 પાંદડાઓ સાથે પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રતીક છે. આ લોગો આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરવા માટે એક અનોખી ઓળખ, સરળ ઓળખ અને પુરવાર થયેલા લાભો તૈયાર કરવા માટે ફાયદાકારક બની રહેશે.

વધુમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે વિવિધ ઇ-પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું જે તેલ મુક્ત ભોજન અને ખાંડ વગરની મીઠાઇઓ વિશે નવીનતમ રેસિપીઓની હિમાયત કરે છે અને મેળવે છે. તેમણે FSSAI ના રાજભાષા વિભાગ દ્વારા બહાર પાડવાં આવતા ત્રિમાસિક સામયિક ખાદ્યાંજલિ; ખાદ્યજન્ય બીમારી ઉપદ્રવ તપાસ પર માર્ગદર્શક દસ્તાવેજ અને માઇક્રોબાયોલોજિકલ પ્રક્રિયા નિયંત્રણ, માછલી અને મત્સ્ય ઉત્પાદનોના સેમ્પલિંગ અને પરીક્ષણ વગેરે માટેના દસ્તાવેજ સહિત વિવિધ સંસાધન પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે સહભાગીઓને પ્રોત્સાહન આપીને તેમજ તેમને અભિનંદન પાઠવીને વિશ્વ ખાદ્ય સલામતી દિવસના પ્રસંગે કહ્યું હતું કે, ખાદ્યજન્ય બીમારીઓનું ભારણ ઓછું કરવા માટે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઉદ્યોગો, સરકારી વ્યવસ્થાતંત્ર, નિયમનકારો વગેરેને સમાવે તેવા બહુપક્ષીય અને બહુ હિતધારક અભિગમને અપનાવવાની જરૂર છે અને સમાજમાં દરેક સ્તરે જાગૃતિ ફેલાવવી પણ આવશ્યક છે. FSSAIના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) શ્રી અરુણ સિંઘલે જણાવ્યું હતું કે, દેશમાં ખાદ્ય પરીક્ષણ મામલે મિશન મોડમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે તેમના સંબંધિત વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષાના અમલીકરણને કાળજીપૂર્વક જોવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.   

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક્ઝિક્યુટિવ નિદેશક શ્રી રાજીવ કુમાર અને અન્ય મહાનુભાવો; રાજ્ય ખાદ્ય સુરક્ષા વિભાગો અને મ્યુનિસિપલ કોર્પોરેશનો/ સ્માર્ટ સિટી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ; ખાદ્ય અને પોષણ ક્ષેત્ર, વિકાસ એજન્સીઓ, ખાદ્ય વ્યવસાયના પ્રોફેશનલો તેમજ અન્ય હિતધારકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1831822) Visitor Counter : 294