સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) કાઉન્સિલ માટે ભારત ફરીથી ચૂંટણી લડશે
સુશ્રી એમ. રેવતીને રેડિયો રેગ્યુલેશન બોર્ડ (RRB)ના સભ્ય માટે ભારતના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યા

SDGs 2030ને પૂર્ણ કરવા માટે, વિશ્વને કનેક્ટેડ સોસાયટી તરીકે સાકાર કરવા અને ICT ને સક્ષમ કરવા માટે ભારત ITUનું સ્વપ્ન/વિઝન શેર કરે છે: WSIS 2022 ખાતે શ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 04 JUN 2022 10:06AM by PIB Ahmedabad

"માનનીય ,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વ હેઠળ ભારત, વૈશ્વિક ડિજિટલ પરિવર્તન, વિકાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને Information and communications technology ઉપયોગમાં મોખરે રહ્યું છે,"એમ સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે World Summit on Information Society (WSIS) 2022 દરમિયાન જણાવ્યું હતું. શ્રી દેવુસિંહ ચૌહાણે 31મી મે - 3જી જૂન 2022 દરમિયાન જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં WSIS 2022 માં ભાગ લેવા માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું .

તમામ WSIS સાથે ગાઢ સહયોગમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU), યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ( UNESCO), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ( UNDP) અને યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા સહ-આયોજિત કરવામાં આવે છે. એક્શન લાઇન સહ/સુવિધાકર્તાઓ અને અન્ય યુએન સંસ્થાઓ. 2003 માં WSIS સમિટ પછી વિશ્વ સમુદાય માટે Information  Society આગળ વધવા માટેની તે એક સતત પ્રક્રિયા છે.

ભારત 2023-2026 ટર્મ માટે ITU કાઉન્સિલની પુનઃચૂંટણી માટે લડી રહ્યું છે. ભારત 1869થી આઈટીયુનું સભ્ય છે અને યુનિયનના કાર્યોમાં અને પ્રવૃત્તિઓમાં સતત ભાગ લઈ રહ્યું છે, અને વૈશ્વિક સમુદાય ટેલિકોમ/આઈસીટીના વિકાસ અને પ્રગતીમાં  શક્ય તેટલી સંપૂર્ણ હદ સુધી યોગદાન આપી રહ્યું છે.

રેડિયો રેગ્યુલેશન બોર્ડ (RRB) ઉમેદવાર અને ITU કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉમેદવારોની રજૂઆત માટેના સ્વાગત સમારોહમાં બોલતા શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ને પરિપૂર્ણ કરવા માટે, વિશ્વને કનેક્ટેડ સોસાયટી તરીકે સાકાર કરવા અને ICT ને સક્ષમ કરવા માટે ભારત ITUનું સ્વપ્ન અને વિઝન શેર કરે છે.

RRBના સભ્ય માટે ભારતના ઉમેદવાર તરીકે સુશ્રી એમ. રેવતીના નામની દરખાસ્ત કરતા મંત્રીએ કહ્યું કે સુશ્રી રેવતી, વ્યવસાયિક નિપુણતા, નેતૃત્વ ક્ષમતાઓ, સમયમર્યાદા માં કાર્યો કામ પાડવાની પ્રતિબદ્ધતા અને સમાવેશી ICT વિકાસ માટે નિયમો ઘડવા, વ્યવસ્થિત સમસ્યા હલ કરવાની ક્ષમતાનો પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. શ્રી દેવુસિંહ ચૌહાણે ITUના ધ્યેયોની પ્રાપ્તિમાં યોગદાન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને સહભાગીઓને ITU કાઉન્સિલ માટે અને સુશ્રી રેવતીની ઉમેદવારીને RRB માટે સમર્થન આપવા અપીલ કરી.

summit  દરમિયાન મંત્રીશ્રીએ જુદા જુદા કાર્યક્રમો માં ભાગ લીધો અને ભારતનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કર્યું. Digital Divide પર હાઈ લેવલ પોલિસી સ્ટેટમેન્ટ આપતા તેમણે જણાવ્યુ કે ભારતના તમામ 6 લાખ ગામોને ભારત નેટ દ્વારા ઓપ્ટિકલ ફાઇબર દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટથી જોડી દેવાશે. ભારતે સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવી છે અને હવે ભારત સ્વદેશી 5G ટેકનોલોજી માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વદેશી 5Gi ધોરણો ITU અને 3GPP દ્વારા માન્ય છે. આ ધોરણો, પ્રથમ 5G ધોરણોમાંના છે, જેને ITU દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, અને તે વૈશ્વિક સ્તરે સુમેળ ધરાવતા 3GPP ધોરણોનો પણ ભાગ બની ગયા છે. સમાન ભૌગોલિક ફેલાવાવાળા દેશો માટે આ અત્યંત મદદરૂપ થશે. વૈશ્વિક ડિજિટલ ક્રાંતિમાં ભારત નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

ICT અને AI સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન, શ્રી દેવુસિંહ ચૌહાણે સહભાગીઓને વિશ્વસનીય ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અને AIની સંભવિતતાઓને સાકાર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. મંત્રીએ કહ્યું કે ભારત, સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવાને કારણે, AI ક્રાંતિમાં તેની વિક્ષેપકારક પ્રકૃતિ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તન કરવાની ક્ષમતાને જોતાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મંત્રીએ કહ્યું કે ભારત, સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવાને કારણે તેની disruptive પ્રકૃતિ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તન કરવાની ક્ષમતાને જોતાં AI ક્રાંતિમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

સંચાર રાજ્ય મંત્રી, શ્રી દેવુસિંહ ચૌહાણે બહુવિધ દ્વિપક્ષીય બેઠકો યોજી અને ઘણા મહાનુભાવો જેવા કે ITU ના ડેપ્યુટી સેક્રેટરી, શ્રી માલ્કમ જોન્સન, ઈરાનના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી. ઇસા ઝરેપુર, જાપાનના નીતિ સંકલન ઉપમંત્રી, શ્રી યુજી સાસાકી, આઇટીયુના મહાસચિવ, શ્રી હોલિન ઝોઉ.ને મંત્રીશ્રીએ આપણા પ્યારા શ્રીવલ્લભભાઈ પટેલની, વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા, જે ITUમાં પેહલી વાર અપાયા છે.

ITUના માનનીય સેક્રેટરી જનરલ, શ્રી હોલિન ઝોઉએ ICTમાં ભારતના પ્રયાસોને બિરદાવ્યા.  WSIS ચેરમેન પ્રોફેસર ઈસા અલી ઈબ્રાહિમે ભારતને સફળ WSIS કેસ સ્ટડી તરીકે નોંધ્યું.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1831052) Visitor Counter : 63