પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના 80મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીની ટિપ્પણી


“પ્રકૃતિ માટે વિજ્ઞાનનો ઉપયોગ અને આધ્યાત્મિકતા સાથે ટેકનોલોજીનો સમન્વય એ ગતિશીલ ભારતનો આત્મા છે”

“આજે દુનિયા પોતાના ભવિષ્ય તરીકે આપણા સ્ટાર્ટઅપ્સ પર નજર કરી રહી છે. આપણા ઉદ્યોગ અને આપણું ‘મેક ઇન ઇન્ડિયા’ દુનિયાના વિકાસ માટે આશાનું કિરણ બની રહ્યા છે”

Posted On: 22 MAY 2022 12:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના 80મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે વીડિયો સંદેશાના માધ્યમથી સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી અને તેમના અનુયાયીઓને પાવન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. સંતો અને વિશેષ અતિથિઓ દ્વારા હનુમંત દ્વારપ્રવેશ કમાનના સમર્પણની પણ શ્રી મોદીએ નોંધ લીધી હતી.

શાસ્ત્રોનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી ગણપતિજી સચ્ચિદાનંદ સ્વામીજીનું જીવન વાતનું જીવંત ઉદાહરણ છે કે, સંતો માનવજાતના કલ્યાણ માટે છે અને તેમનું જીવન સામાજિક ઉત્કર્ષ તેમજ માનવ કલ્યાણ સાથે જોડાયેલું છે. દત્ત પીઠમાં આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનું જતન કરવામાં આવે છે તે બાબતે પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સંદર્ભમાં 3D મેપિંગ અને લાઇટ તેમજ સાઉન્ડ શો અને આધુનિક સંચાલન સાથે તૈયાર કરવામાં આવેલા પક્ષી ઉદ્યાન સાથેના ભવ્ય હનુમાન મંદિરનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વેદોના અભ્યાસ માટે એક મહાન કેન્દ્રની સાથે સાથે દત્ત પીઠ દ્વારા આરોગ્યના ઉદ્દેશ માટે સંગીતનો ઉપયોગ કરીને પ્રભાવશાળી આવિષ્કારો પણ હાથ ધરવામાં આવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ માટે વિજ્ઞાનનો ઉપયોગ, આધ્યાત્મિકતા સાથે ટેકનોલોજીનો સમન્વય ગતિશીલ ભારતનો આત્મા છે. મને વાતની ખુશી છે કે, સ્વામીજી જેવા સંતોના પ્રયાસોથી, આજે દેશના યુવાનો તેમની પરંપરાઓની તાકાતથી પરિચિત થઇ રહ્યા છે અને તેમને આગળ વધી રહ્યા છે.

આઝાદી કા અમૃત મહોત્સવના સમય દરમિયાન આવેલા પાવન પ્રસંગના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ પોતાની જાત કરતાં પહેલાં બ્રહ્માંડનો વિચાર કરવા અંગે સંતોએ શીખવેલા બોધપાઠને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશ અત્યારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ મંત્ર સાથે સહિયારા સંકલ્પો લેવાનું આહ્વાન કરી રહ્યો છે. આજે દેશ પોતાની પ્પ્રાચીનતાનું જનત અને સંરક્ષણ કરી રહ્યો છે અને તેને પ્રોત્સાહન પણ આપી રહ્યો છે. તેમજ સાથે સાથે તેની નવીનતા અને આધુનિકતાને પણ બળ આપી રહ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે, આજે યોગ અને યુવાનો ભારતની ઓળખ બની ગયા છે. આજે, દુનિયા પોતાના ભવિષ્ય તરીકે આપણા સ્ટાર્ટઅપ પર નજર કરી રહી છે. આપણા ઉદ્યોગો અને આપણું મેક ઇન ઇન્ડિયા હાલમાં આખી દુનિયાના વિકાસ માટે આશાનું કિરણ બની ગયા છે. આપણે સંકલ્પો પૂરાં કરવા માટે દિશામાં સાથે મળીને આગળ વધવાનું છે. અને, હું ઇચ્છુ છુ કે આપણા આધ્યાત્મિક કેન્દ્રો દિશામાં પણ પ્રેરણાના કેન્દ્રો બને.

પ્રકૃતિનું સંરક્ષણ કરવામાં અને પક્ષીઓની સેવા કરવામાં તેમણે કરેલી કામગીરીની નોંધ લેતા પ્રધાનમંત્રીએ દત્ત પીઠને અનુરોધ કર્યો હતો કે, તેઓ પાણી અને નદીઓનાં સંરક્ષણ માટે પણ કામ કરે. તેમણે કહ્યું હતું કે, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોના નિર્માણના અભિયાનમાં તેઓ યોગદાન આપે. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1827390) Visitor Counter : 192