પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીએ પ્રોજેક્ટ અર્થ અને ENACTUS IIT દિલ્હીના વિદ્યાર્થીઓને "ગો કષ્ટ" મશીન સોંપ્યું

Posted On: 06 MAY 2022 12:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હીમાં પ્રોજેક્ટ આર્થ અને ENACTUS IIT દિલ્હીના વિદ્યાર્થીઓને ગાયના છાણ લોગ મશીન, "ગો કષ્ટ" મશીન સોંપ્યા.

ગાયના છાણ લોગ મશીનનો ઉપયોગ લાંબા લોગ જેવા આકારમાં ગાયના છાણ આધારિત બળતણ લાકડાનું ઉત્પાદન કરવા માટે થાય છે. આ મશીનના ઇનલેટ (હોપર)માં ગાયના છાણ અને ઢોરના કચરા (જેમ કે ડાંગરનો સૂકો કચરો)નું મિશ્રણ નાખવામાં આવે છે. પછી મશીન તેને તોડી નાખે છે, તેને મિશ્રિત કરે છે અને લોગના આકારમાં મિશ્રણને સંકુચિત કરે છે. આ લોગને પછી સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ પરિસ્થિતિ પ્રમાણે આ બળતણનો લાકડા તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ મશીન દરરોજ 3000 કિલો ગાયના છાણ પર પ્રક્રિયા કરી 1500 કિલો ગાયના છાણ આધારિત લોગનું ઉત્પાદન કરી શકે છે જેનો ઉપયોગ 5-7 મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાકડા તરીકે થઈ શકે છે, દરેક સ્મશાનમાં આશરે 2 વૃક્ષો બચાવી શકાય છે. તેનો વધુ અર્થ એ છે કે તે ગૌશાળાને દર મહિને આશરે 150,000 થી 170,000 કિલો ગાયના છાણને સાફ કરવામાં મદદ કરી શકે છે.

ગાયના છાણ આધારિત લોગ મશીનનો ઉપયોગ ગૌશાળાને તેમની કચરાના વ્યવસ્થાપનની સમસ્યાઓને પહોંચી વળવા, તેના કર્મચારીઓ અથવા નજીકના ગ્રામજનોને રોજગારનો વધારાનો સ્ત્રોત પૂરો પાડવા અને વન નાબૂદી ઘટાડવામાં યોગદાન આપી શકે છે.

તે બિન-દૂઝતી ગાયોને આર્થિક પ્રવૃત્તિમાં જોડવામાં પણ મદદ કરે છે, ગૌશાળામાં તમામ ગાયોને ટેકો આપવા માટે ભંડોળ ઊભું કરે છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823207) Visitor Counter : 236