પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું


"અમે સૌથી ગરીબ અને સૌથી વધુ સંવેદનશીલ લોકોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છીએ"

“કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ વાર્તાના કેન્દ્રમાં લોકો હોવા જોઈએ. અમે ભારતમાં આ જ કરી રહ્યા છીએ”

"જો આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થિતિસ્થાપક બનાવીશું, તો આપણે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ ભવિષ્યની ઘણી પેઢીઓ માટે આપત્તિઓને અટકાવીશું"

Posted On: 04 MAY 2022 10:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. સત્રને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કોટ મોરિસન એમપી, ઘાનાના પ્રમુખ એચ.ઇ. નાના એડો ડાંકવા અકુફો-એડો, જાપાનના પ્રધાનમંત્રી માનનીય ફ્યુમિયો કિશિદા અને મેડાગાસ્કરના પ્રમુખ એચઇ એન્ડ્રી નિરીના રાજોએલીનાએ પણ સંબોધન કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રી મોદીએ સભાને યાદ અપાવ્યું કે ટકાઉ વિકાસ લક્ષ્યોનું ગૌરવપૂર્ણ વચન કોઈને પાછળ છોડવાનું નથી. "તેથી જ, અમે સૌથી ગરીબ અને સૌથી સંવેદનશીલ લોકોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છીએ", તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો વિશે છે અને તેમને સમાન રીતે ઉચ્ચ ગુણવત્તાની, ભરોસાપાત્ર અને ટકાઉ સેવાઓ પૂરી પાડવી. “કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ વાર્તાના કેન્દ્રમાં લોકો હોવા જોઈએ. અને, અમે ભારતમાં તે જ કરી રહ્યા છીએ", તેમણે કહ્યું હતું.

ભારત શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા, વીજળી, વાહનવ્યવહાર અને ઘણું બધું ક્ષેત્રે ભારતમાં મૂળભૂત સેવાઓની જોગવાઈમાં વધારો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે આબોહવા પરિવર્તનનો સામનો પણ ખૂબ જ સીધી રીતે કરી રહ્યા છીએ. . તેથી જ, COP-26માં અમે અમારા વિકાસલક્ષી પ્રયત્નોની સમાંતર, 2070 સુધીમાં 'નેટ ઝીરો' હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."

પ્રધાનમંત્રીએ માનવીય ક્ષમતાને બહાર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ વિશે વાત કરી અને કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પેઢીઓ માટે કાયમી નુકસાન તરફ દોરી જાય છે. સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે "આધુનિક ટેકનોલોજી અને જ્ઞાન સાથે, શું આપણે સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીએ જે ટકી રહે?" આ પડકારની ઓળખ સીડીઆરઆઈની રચનાને અન્ડર-પિન કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એ પણ નોંધ્યું કે ગઠબંધનનું વિસ્તરણ થયું છે અને મૂલ્યવાન યોગદાન આપ્યું છે. તેમણે 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિસિલિયન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ' પરની પહેલનો ઉલ્લેખ કર્યો જે COP-26માં શરૂ કરવામાં આવી હતી અને વિશ્વભરના 150 એરપોર્ટનો અભ્યાસ કરતા રેસિલિયન્ટ એરપોર્ટ્સ પર CDRIના કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. સીડીઆરઆઈ દ્વારા સંચાલિત 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સની આપત્તિ સ્થિતિસ્થાપકતાનું વૈશ્વિક મૂલ્યાંકન' વૈશ્વિક જ્ઞાન બનાવવામાં મદદ કરશે જે અત્યંત મૂલ્યવાન હશેએમ શ્રી મોદીએ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા ભવિષ્યને સ્થિતિસ્થાપક બનાવવા માટે આપણે 'સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્ઝિશન' તરફ કામ કરવું પડશે. સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અમારા વ્યાપક અનુકૂલન પ્રયાસોનું કેન્દ્રબિંદુ બની શકે છે. "જો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થિતિસ્થાપક બનાવીશું, તો આપણે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ ભવિષ્યની ઘણી પેઢીઓ માટે આપત્તિઓને અટકાવીશું", તેમ તેમણે ઉમેર્યું હતું.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822509) Visitor Counter : 272