ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

સેમિકોન ઈન્ડિયા કૉન્ફરન્સ 2022 ખૂબ જ સારી રીતે શરૂ થઈ


ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરિત કરવા અંગેની વાતચીતમાં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ અને તેજસ્વી પ્રતિભાઓ જોડાઈ

અમે દેશમાં ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના પ્રવેગ અને વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ - શ્રી નરેન્દ્ર મોદી

ભારતને વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રૉનિક અને સેમિકન્ડક્ટર ઉદ્યોગનાં મુખ્ય હબ તરીકે સ્થાપિત કરવા માટે અમારું વિઝન સાવચેતીપૂર્વકના આયોજન અને તમામ હિતધારકોના પ્રમાણબદ્ધ પ્રયાસો દ્વારા સમર્થિત છે- શ્રી અશ્વિની વૈષ્ણવ

ભારતમાં Techade સ્ટાર્ટઅપ્સ દ્વારા બનાવવામાં આવે છે, સંચાલિત થાય છે અને ઉત્પ્રેરિત કરવામાં આવે છે. ઉદ્યોગસાહસિક ઊર્જા ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ ધપાવશેઃ શ્રી રાજીવ ચંદ્રશેખર

એપ્લાઇડ મટિરિયલ્સે મૅન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે બેંગલુરુમાં 1800 કરોડનાં રોકાણની જાહેરાત કરી

Posted On: 29 APR 2022 5:21PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સેમિકન્ડક્ટર કોન્ક્લેવ સેમિકોન ઈન્ડિયા કૉન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું જે હાલની ક્ષમતાઓ દર્શાવવા, નવીનતાઓની વિચારણા કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરવા માટે મુખ્ય હિતધારકોને એકસાથે લાવવા માટે રચાયેલ છે. 29મી એપ્રિલથી 1લી મે 2022 દરમિયાન બેંગલુરુમાં કેટલાઈઝિંગ ઈન્ડિયાઝ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની થીમ સાથેનો મુખ્ય સમારોહ- ફ્લેગશિપ કૉન્ક્લેવ યોજાઈ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RW8X.jpg

 

આ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા, ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "સેમિકન્ડક્ટર્સ આજે વિશ્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. ભારત તેના ઉપભોક્તા આધાર અને કુશળ એન્જિનિયરિંગ વર્કફોર્સને કારણે આ સેગમેન્ટમાં પ્રભાવશાળી ખેલાડી બનવાની અનન્ય સ્થિતિમાં છે.અમારી સરકાર આ ક્ષેત્રની સંભાવનાઓથી વાકેફ છે અને અમે દેશમાં ચિપ ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના પ્રવેગ અને વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. એક એવી ઇકોસિસ્ટમ કે જે 'હાઇ-ટેક, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતા'ના સિદ્ધાંત પર બનેલ છે.

ભારતે જે રીતે ડિજિટલાઇઝેશન અપનાવ્યું છે તે રીતે આપણો ડિજિટલ-પ્રથમ અભિગમ જોઈ શકાય છે. આજે, UPI એ સૌથી કાર્યક્ષમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અમે આરોગ્ય અને કલ્યાણથી લઈને સમાવેશ અને સશક્તીકરણ સુધીનાં શાસનનાં તમામ સ્વરૂપોમાં જીવનને બદલવા માટે ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ કૉન્ફરન્સ ઉદ્યોગ અને સરકારને વિચાર, ચર્ચા અને નીતિઓ ઘડવાની નજીક લાવવાની દિશામાં એક પગલું છે જે વિકાસને સક્ષમ બનાવશે અને ટેકનોલોજીમાં આગામી ક્રાંતિમાં ભારતને મોખરે રહેવાનો માર્ગ મોકળો કરશે. અમે વેપારમાં સરળતા, સશક્તીકરણ નીતિઓ, પીએલઆઇઅને અન્ય યોજનાઓનાં સ્વરૂપમાં નાણાકીય સહાય, અને ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે આ ક્ષેત્ર માટે જરૂરી પ્રતિભા પ્રદાન કરવા માટે યુવાનોને કૌશલ્ય અને તાલીમ આપવા માટે રોકાણ કરવા અને ટેકો પૂરો પાડવા પ્રતિબદ્ધ છીએ.

અમે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન માટે 10 અબજ અમેરિકી ડૉલરની ફાળવણી કરી છે અને એક એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ જે વાઈબ્રન્ટ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ બનાવવા અને ભારતને ભવિષ્યમાં ચલાવવા માટે વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે.”

આ પરિષદ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા રાષ્ટ્રીય વૃતાંતો સાથે સંરેખિત છે અને તેને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના લૉન્ચપેડ તરીકે ગણવામાં આવે છે.

સેમિકન્ડક્ટર સેક્ટરમાં મહાસત્તા બનવાની ભારતની આકાંક્ષાઓને સાકાર કરવા માટે આ ક્ષેત્રનાં સૌથી તેજસ્વી દિમાગ એક સાથે આવ્યાં છે. ત્રણ દિવસીય કૉન્ક્લેવ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચનાને પ્રોત્સાહન આપવા અને તેની ભાવિ કાર્યવાહી અને વૃદ્ધિનાં સીમાચિહ્ન તૈયાર કરવા માટે રચાયેલ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002U83W.jpg

આ પ્રસંગે બોલતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે "ભારતની સૌથી મોટી સંપત્તિ તેનું પ્રતિભાશાળી કાર્યબળ છે, જેના પર વિશ્વ વિશ્વાસ કરે છે. ચિપ ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગમાં ભારતને એક અગ્રણી ખેલાડી તરીકે બનાવવું એ મેરેથોન એટલે કે લાંબી દોડ છે, સ્પ્રિન્ટ એટલે કે ટૂંકી દોડ નથી. ભારતને વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રૉનિક અને સેમિકન્ડક્ટર ઉદ્યોગનાં મુખ્ય હબ તરીકે સ્થાપિત કરવા માટેનું અમારું વિઝન તમામ હિતધારકોનાં સાવચેતીપૂર્વકનાં આયોજન અને પ્રમાણબદ્ધ પ્રયાસો દ્વારા સમર્થિત છે. અમારી સાનુકૂળ નીતિઓ સિવાય, અમે અભ્યાસક્રમ ડિઝાઈન કરવા માટે શૈક્ષણિક અને વૈશ્વિક સંસ્થાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ જે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે 85 હજાર પ્રશિક્ષિત અને ઉત્પાદન માટે તૈયાર વર્કફોર્સ બનાવવામાં મદદ કરશે.અમે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ અને આ ક્ષેત્રની લાંબા ગાળાની વૃદ્ધિ અને વિકાસ માટે ઉદ્યોગ સાથે નજીકથી ધ્યાન કેન્દ્રીત રીતે કામ કરવાનું વચન આપીએ છીએ.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ACQ9.jpg

ઈલેક્ટ્રૉનિક્સઅનેઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ અનેઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વિશ્વ તાજેતરના સમયમાં સૌથી ખરાબ અણધારી ઘટનાનાં દુષ્પરિણામોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મહામારીમાં લૉકડાઉનને કારણે ભારતને 150 અબજ ડૉલર- 200અબજ ડૉલરનું આર્થિક નુકસાન થયું છે. જો કે, આપણે આર્થિક આંચકો હોવા છતાં વધુ મજબૂત બનીને બહાર આવ્યા છીએ. આપણા વિશાળ દેશ અને વસ્તીને જોતાં, ભારતે તેના રસીકરણ કાર્યક્રમ, આરોગ્યસંભાળ અને નાણાકીય સહાય અને તેના નાગરિકો માટે અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે અસાધારણ રીતે સારી સ્થિતિ દર્શાવી છે.

આ પ્રચંડ સિદ્ધિ હાંસલ કરવામાં અસરકારક શાસન અને સહાનુભૂતિપૂર્ણ નીતિઓ ચાવીરૂપ રહી છે.

અમે મહામારી દ્વારા આપણાં પર લાદી દેવાયેલાં ડિજિટલાઇઝેશનની ઝડપી ગતિથી પણ વાકેફ છીએ અને સ્થિતિસ્થાપકતા સાથે આ આફતનો સામનો કરવાની આપણી ક્ષમતાની સમગ્ર વિશ્વ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.આજે આપણી ટેક્નોલોજી ઇકોસિસ્ટમ વિશ્વભરમાં તેની શ્રેષ્ઠતા માટે ઓળખાય છે અને આપણું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઘણાં યુનિકોર્ન સાથે વધતું જાય છે તે આ હકીકતની સાક્ષી છે. સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ સેક્ટર એ આપણી વૃદ્ધિના આગલા તબક્કાનું મહત્ત્વપૂર્ણ ઘટક છે અને આ વૃદ્ધિને ઉત્પ્રેરિત કરવા માટે, અમે એક અંકિત રોડમેપ તૈયાર કર્યો છે જે અનુકૂળ નીતિઓ અને સંકલિત પ્રયાસો અને ઉદ્યોગ સાથે નજીકના સહયોગ દ્વારા સમર્થિત છે. આપણે સાથે મળીને કરી શકીએ છીએ અને અમે સબકા સાથ, સબકા પ્રયાસની ખાતરી કરીને ભારતને આગામી Techadeમાં મોખરે રાખવાનાંઆપણા આદરણીય પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરીશું.”

ઉદઘાટન સમારોહમાં ઉદ્યોગ દ્વારા સારું પ્રતિનિધિત્વ રહ્યું હતું અને અગ્રણી ભારતીય અને વૈશ્વિક સાહસો હાજર રહ્યા હતા. ઉપસ્થિત ઉદ્યોગ અગ્રણીઓએ દેશને સેમિકન્ડક્ટર હબમાં ફેરવવાના સરકારના પ્રયાસો અને વિઝનની પ્રશંસા કરી હતી.માઇક્રોન ટેક્નોલોજીના પ્રેસિડેન્ટ અને સીઇઓશ્રી સંજય મેહરોત્રાએ આત્મનિર્ભર ભારતની ખાતરી કરવા માટે સેમિકન્ડક્ટર સેક્ટરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જે ઉદ્યોગ, શૈક્ષણિક અને સરકારના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું છે. ઇન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસીસના પ્રેસિડેન્ટ શ્રી રણધીર ઠાકુરે તેમનાં મુખ્ય સંબોધનમાં સ્થાનિક સેમિકન્ડક્ટર સેક્ટર જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેનો પુનરોચ્ચાર કર્યો અને આર્થિક વૃદ્ધિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તે ભજવવાનું ચાલુ રાખશે. સેમિકન્ડક્ટર એ ડિજિટલ યુગમાં નવું ઑઇલ છે. દેશમાં મૅન્યુફેક્ચરિંગ સ્થાપવા માટે સ્વદેશી સંશોધકોને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક ખેલાડીઓને આવકારવાથી આવનારાં વર્ષોમાં ભારતના ટેક સેક્ટરના વિકાસને વેગ મળશે. ટેનટોરન્ટના સીઈઓ શ્રી જિમ કેલરે, આપણાં રોજિંદા જીવનમાં સેમિકન્ડક્ટરની તમામ વ્યાપક પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો. ઉપભોક્તા આધાર અને ડેટા ઝડપી ગતિએ વધવા સાથે, ગતિ જાળવી રાખવા માટે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની જરૂર છે. ભારત વૈશ્વિક સ્તરે પ્રતિભા અને ટેકનોલોજીનાં પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પરિષદ દરમિયાન, સરકારે પણ પ્રતિબદ્ધતા દર્શાવીને ઉદ્યોગ સાથેની તેની ભાગીદારીને મજબૂત કરી અને તેનાં લક્ષ્યોને સાકાર કરવા અને તેનાં વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટેના તેના પ્રયત્નોને સાકાર કરવા માટે હિતધારકો સાથે કામ કરવા માટે ઉત્સુક રસ દર્શાવ્યો હતો. નીચેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા:

  • ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે SEMI અને ELCINA વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા
  • સેમિકન્ડક્ટર્સમાં ભાગીદારી માટે CDAC અને Qualcomm વચ્ચે MOU જે PLI સ્કીમના ઉદ્દેશ્યોને અનુરૂપ સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ્સને લક્ષ્ય બનાવશે.
  • સેમિકન્ડક્ટર સેક્ટર માટે તાલીમ અને કૌશલ્ય ટેક વર્કફોર્સ માટે AICTE અને SEMI અને ISM વચ્ચે MOU

IESA'સેમિકન્ડક્ટર મૅન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન - વૈશ્વિક બજારમાં ભારતની તક' પર એક ઉદ્યોગ અહેવાલ રજૂ કર્યો

વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ અને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ હબ બનવાની ભારતની મહત્વાકાંક્ષાને શરૂ કરવા માટે આ કૉન્ફરન્સની કલ્પના કરવામાં આવી છે. આ ઇવેન્ટના પ્રથમ દિવસની વિશેષતા SEMIના પ્રેસિડેન્ટ અને CEO શ્રી અજિત મનોચાદ્વારા એક સંબોધન રહ્યું, તેઓ ઈન્ડિયા'ફેબ્યુલસ પુશ ફોર મિલિયન ચિપ્સ ફોર બિલિયન્સ વિશે બોલ્યા હતા.

ભારતમાં સ્થાનિક સ્તરે સેમિકન્ડક્ટર ફેબ અને ડિસ્પ્લે ફેબ સ્થાપવા માટે ભારતને પાંચ વૈશ્વિક સેમિકોન કંપનીઓ તરફથી રોકાણની દરખાસ્તો મળી છે. આ દરખાસ્તો ગ્રાહક ઉપકરણો, ઓટોમોટિવ્સ અને પર્સનલ ઇલેક્ટ્રૉનિક્સ સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સના ઉત્પાદન માટે છે. ડિસ્પ્લે અને સેમિકન્ડક્ટર ચિપ મૅન્યુફેક્ચરિંગના ગ્રીનફિલ્ડ સેગમેન્ટમાં અત્યાર સુધી મળેલી દરખાસ્તો 20.5અબજ ડૉલરની છે.મટિરિયલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સમાં અગ્રણી અને વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ ઉત્પાદક એવી એપ્લાઇડ મટિરિયલ્સે ભારતમાં 1800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. સૂચિત ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે કંપનીએ બેંગલુરુમાં એક મોટી જમીન હસ્તગત કરી છે.

વિષય પરની પેનલ ચર્ચા - ભવિષ્ય માટે સેમિકન્ડક્ટર ક્ષમતાઓ તરફ ભારતની કૂચમાં અગ્રણી ઉદ્યોગ આગેવાનો જેવા કે બરુણ દત્તા, IMEC, ઇરેઝ ઇમ્બરમેન, ટાવર સેમિકન્ડક્ટર્સ, રાજ કુમાર, IGSS વેન્ચર્સ, રાજેશ નાયર, ગ્લોબલ ફાઉન્ડ્રીઝ સામેલ હતા.

પેનલના સભ્યોએ આ સેક્ટરમાં વૃદ્ધિના આગલા તબક્કાની તૈયારી માટે નક્કર પ્રયાસોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપવા માટે દેશમાં વિશાળ એન્જિનિયરિંગ ટેલેન્ટ પૂલ માટે આકર્ષક શિક્ષણ અને વૃદ્ધિની તકો ઊભી કરવી.

કૉન્ફરન્સમાં અગ્રણી ચિપ અને માઇક્રોપ્રોસેસર ઉત્પાદકો, તકનીકી સંસ્થાઓ અને નવા યુગની તકનીકી સ્ટાર્ટઅપ્સ સાથેનું પ્રદર્શન પણ છે. આ પ્રદર્શન આ ક્ષેત્રમાં વર્તમાન ક્ષમતાઓ અને નવી નવીનતાઓની આકર્ષક શક્યતાઓનું પુનરાવર્તન કરે છે.

SD/GP/JD

 


(Release ID: 1821442) Visitor Counter : 295