મંત્રીમંડળ
મંત્રીમંડળે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ (DSIR)ની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) સાથે કન્સલ્ટન્સી વિકાસ કેન્દ્ર (CDC)નું તેના માનવબળ, જંગમ અસ્કયામતો અને જવાબદારીઓ સાથે એકીકરણ કરવાની મંજૂરી આપી
Posted On:
27 APR 2022 4:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે નીચે આપેલી મંજૂરીઓ આપી છે:
- CDCના હાલના 13 કર્મચારીઓને તેર (13) હોદ્દાઓ બનાવીને CSIRમાં સમાવવામાં આવશે.
- નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે આવેલું CDCનું પરિસંકુલ ફરી ફાળવણી માટે ઇન્ડિયા હેબિટેટ સેન્ટરને સોંપવામાં આવશે અને ફરી ફાળવણીમાંથી પ્રાપ્ત થયેલી રકમ ભારતના એકીકૃત ભંડોળમાં જમા કરાવવામાં આવશે.
- iii. આ એકીકરણ પછી, CDCની તમામ જંગમ અસ્કયામતો અને જવાબદારીઓ CSIRને ટ્રાન્સફર કરવામાં આવશે.
મુખ્ય અસર:
આ બંને સોસાયટીના એકીકરણથી વિભાગની કામગીરી સુવ્યવસ્થિત થવા ઉપરાંત તે પ્રધાનમંત્રીના ‘લઘુતમ સરકાર, મહત્તમ સુશાસન’ને અનુરૂપ પણ રહેશે. શિક્ષણમાં કન્સલ્ટન્સી, ટેકનોલોજીની નિકાસ વગેરે ક્ષેત્રે CDCના અનુભવી સ્ટાફ દ્વારા CSIRને વધુ ઉન્નત બનાવવામાં આવશે. આ એકીકરણથી CSIRની અહીં ઉલ્લેખિત જરૂરિયાતોમાં મૂલ્ય ઉમેરવાની અપેક્ષા છે:
- પરિયોજનાઓનું ટેકનો- કોમર્શિયલ મૂલ્યાંકન
- ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલી CSIR ટેકનોલોજીઓના સામાજિક-આર્થિક પ્રભાવનું વિશ્લેષણ
- CSIR ટેકનોલોજીઓ પર આધારિત પ્રોટોટાઇપ વિકસાવવા માટે વિગતવાર ડિઝાઇન અને એન્જિનિયરિંગ હાથ ધરવા માટે યોગ્ય સલાહકારોની પસંદગી અને હિતધારકોની જરૂરિયાતો અને/અથવા બજારની તૈયારી માટે CSIR ટેકનોલોજીઓનું રૂપાંતરણ.
- વ્યવસાય વિકાસને લગતી પ્રવૃત્તિઓ.
પૃષ્ઠભૂમિ:
CSIR અને CDC બંને અલગ સ્વાયત્ત સંસ્થાઓ (Ab) છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ (DSIR) હેઠળ આવે છે. CSIRની સ્થાપના 1860ના 1942માં સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ XXI હેઠળ ભારતના આર્થિક વિકાસ અને માન્ય કલ્યાણ માટે વૈજ્ઞાનિક ઔદ્યોગિક સંશોધન હાથ ધરવા માટેના રાષ્ટ્રીય સંશોધન અને વિકાસ સંસ્થા તરીકે કરવામાં આવી હતી.
DSIRને દેશમાં કન્સલ્ટન્સી કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવા, મજબૂત કરવા અને તેને પ્રોત્સાહન આપવામાં મદદ મળી રહે તેવા ઉદ્દેશ સાથે 1986માં CDC સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 13 ઓક્ટોબર 2004ના રોજ CDCને DSIRની સ્વાયત્ત સંસ્થા તરીકે મંજૂરી આપવામાં આવી હતી. 16 જાન્યુઆરી, 2008ના રોજ CDCના એસોસિએશનના સમજૂતી કરાર અને લેખોને બહાર પાડવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે CDC આવેલું છે અને તે 1000 ચોરસ મીટરમાં બનેલું છે. આ કેન્દ્ર જ્યાં બાંધવામાં આવ્યું છે તે જગ્યા 08.03.1990ના રોજ આવસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લીઝ પર આપવામાં આવી હતી. CDCમાં કુલ 13 કાયમી કર્મચારીઓ કામ કરે છે.
14મા નાણાં પંચની ભલામણોના આધારે, નીતિ આયોગે વિવિધ સરકારી વિભાગો હેઠળ સ્વાયત્ત સંસ્થાઓ (Ab)ની સમીક્ષાઓ હાથ ધરી હતી. આ બંને સ્વાયત્ત સંસ્થાઓ એટલે કે DSIR હેઠળ આવતી CSIR અને CDCની સમીક્ષાઓ નીતિ આયોગની 10મી, 13મી અને 18મી સમીક્ષા સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. સમીક્ષા સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે “CDCનું CSIR સાથે વિલિનીકણ કરી શકે છે અને તેને ચાલુ રાખી શકાય તેમ છે, કારણ કે દેખીતી રીતે આ સંભાવના છે.” સમિતિએ તેના સ્વાયત્ત સંસ્થાના અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે, આના પરિણામે DSIR પાસે સોસાયટી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 (SRA) હેઠળ માત્ર એક જ સ્વાયત્ત સંસ્થા રહેશે. સોસાયટી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860ની કલમ 12 હેઠળ જરૂરી પ્રક્રિયા તરીકે એકીકરણની પદ્ધતિની ભલામણ કરવા માટે રચવામાં આવેલી સલાહકાર સમિતિએ કરેલી ભલામણના આધારે, CDCની ગવર્નિંગ કાઉન્સિલ અને CSIRની ગવર્નિંગ બોડી, બંનેએ CSIR સાથે CDCના વિલીનીકરણની દરખાસ્તને મંજૂરી આપી હતી.
SD/GP/JD
(Release ID: 1820594)
Visitor Counter : 247
Read this release in:
Telugu
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam