આયુષ

ગાંધીનગર, ગુજરાત ખાતે વૈશ્વિક આયુષ સમિટ દરમિયાન આયુષશેફ સ્પર્ધા અને આયુર્વેદિક ઉત્પાદનોના સ્ટોલ મોટી સંખ્યામાં લોકોને આકર્ષે છે

Posted On: 21 APR 2022 4:23PM by PIB Ahmedabad

ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહેલી ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના હૉલ્સ અને સત્રો, આ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા ઉત્સાહી લોકોથી ભરેલા છે. ઇવેન્ટના બીજા દિવસે, વિવિધ રસપ્રદ પ્રદર્શનો, સ્ટાર્ટ-અપ્સ સહિતના ડિસ્પ્લે, આયુષ સેક્ટરમાં નવીનતાઓ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

આયુષશેફ સ્પર્ધાએ હેલ્ધી ફૂડ અને આયુષ આહારને પ્રોત્સાહન આપવા મુલાકાતીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમને વિશ્વભરના 200 સ્પર્ધકોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. 'પોષણ માટે આહાર' થીમ હેઠળ, આયુષશેફ સ્પર્ધામાં છ એન્ટ્રી કૅટેગરી હતી, જેમ કે, અનાજ-કઠોળ આધારિત વાનગીઓ, બાજરી આધારિત વાનગીઓ, બદામ/કઠોળ આધારિત વાનીઓ, ફળો/શાકભાજી આધારિત વાની, ડેરી પ્રોડક્ટ આધારિત વાનીઓ અને મિશ્રણ. વિજેતાને રૂ. 1 લાખ રોકડા જ્યારે પ્રથમ રનર અપ અને સેકન્ડ રનર અપને અનુક્રમે રૂ. 75,000 અને રૂ. 50,000 આપવામાં આવ્યા છે.

પ્રદર્શન હૉલ્સ પણ આયુર્વેદિક સૌંદર્ય અને કોસ્મેટિક ઉત્પાદનોથી ભરેલા છે, જે આયુષ દ્વારા સૌંદર્યને પ્રોત્સાહન આપે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) જામનગર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટ અપ ગ્રીન ફોરેસ્ટની કેટલીક રસપ્રદ પ્રોડક્ટ્સમાં દૂધ અને મધથી બનેલા કુદરતી બેબી સાબુ, વેદિક જલ જે એન્ટાસિડ તરીકે કામ કરે છે વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, તેઓએ વિશ્વનો પ્રથમ આયુર્વેદિક મિલ્કશેક પાવડર “ઓજસ્મૃતિ” પણ બનાવ્યો છે.

ઘણા બધા સ્ટાર્ટ-અપ્સમાંનું એક Ncipher છે, એક ઉપકરણ જે આયુર્વેદ ડૉક્ટરો અથવા વૈદ્યને નાડી પરીક્ષણ કરવામાં અને ડિજિટલ પરિણામ મેળવવામાં મદદ કરશે. અન્ય રસપ્રદ સ્ટાર્ટઅપ આયુપથી છે, જેને કમિન્સ કોલેજ ઑફ એન્જિનિયરિંગ વુમન દ્વારા પ્રારંભિક તબક્કે હૃદયની સ્થિતિ તપાસવા માટે વિકસાવવામાં આવ્યું છે.

આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત, પૂર્ણ સત્રો, સિમ્પોઝિયમ, રાઉન્ડ ટેબલ વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓ. સમિટના બીજા દિવસે પણ ગોઠવવામાં આવી હતી, જેમાં જાણીતા નિષ્ણાતો અને વક્તાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. કેટલાક નોંધપાત્ર વિષયોમાં આયુષ આધારિત બાયો-મેડિકલ એન્જિનિયરિંગ નવીનતાઓ, વૈશ્વિક આયુષ સંશોધન અને વિકાસ પહેલનો સમાવેશ થાય છે.

SD/GP/JD

 



(Release ID: 1818799) Visitor Counter : 187