લઘુમતિ બાબતોનું મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે મુંબઈમાં 40મા'હુનર હાટ'નું ઉદ્ઘાટન કર્યું


31થી વધુ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 1000 કારીગરો ભાગ લઈ રહ્યા છે

હુનર હાટ જેવી પહેલ દ્વારા આત્મનિર્ભરભારતને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે: શ્રી અનુરાગ ઠાકુર

હુનર હાટ પહેલે કારીગરો અને કસબીઓ માટે 9 લાખ રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

Posted On: 17 APR 2022 3:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો તેમજ રમતગમત મંત્રી, શ્રી અનુરાગ ઠાકુરે આજે મુંબઈમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની હાજરીમાં 'હુનર હાટ'ની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.

'સ્વદેશી' ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેનું એક વિશ્વસનીય પ્લેટફોર્મએવાં હુનર હાટની 40મી આવૃત્તિ, 16 થી 27મી એપ્રિલ, 2022 દરમિયાન મુંબઈમાં MMRDA ગ્રાઉન્ડ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_1.JPEGKNZ8.png

આ પ્રસંગે બોલતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે “આત્મનિર્ભર ભારતને હુનર હાટ જેવી પહેલ દ્વારા મજબૂત કરવામાં આવી રહી છે. હુનર હાટની આ 40મી આવૃત્તિમાં, 31 રાજ્યોમાંથી આવેલા એક હજારથી વધુ કસબીઓ અને કારીગરોએ 400 સ્ટોલ લગાવ્યા છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_2.JPEGP6FY.png

"ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી," એમ તેમણે કટોકટીના સમયમાં આત્મ નિર્ભર ભારત બનાવવા માટે પ્રધાનમંત્રીનાં બુલંદ આહવાનને ભારતે કેવી રીતે પ્રતિસાદ આપ્યો તે યાદ કરતા કહ્યું હતું. "આપએપીપીઈ કિટ્સ, માસ્ક અને વેન્ટિલેટર પણબનાવવાનું શરૂ કર્યું."

મંત્રીએ 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' વિશે પણ વાત કરી, જ્યાં દરેક જિલ્લો એક પ્રોડક્ટ માટે માન્ય છે. તેમણે કહ્યું કે આ પહેલથી લોકોને તેમની પોતાની આવક ઊભી કરવાની મંજૂરી મળી છે એટલું જ નહીં પરંતુ જ્યારે વિશ્વભરની અર્થવ્યવસ્થા મહામારીથી પ્રભાવિત થઈ હતી ત્યારે આસપાસના કેટલાક અન્ય લોકો માટે નોકરીની તકો પણ ઊભી કરી છે.

શ્રી ઠાકુરે સ્કીલ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવેલાં પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. "કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જેથી કરીને તમે નોકરી શોધનારા ન બનો, તેના બદલે જૉબ આપનારા બનો."તેમણે ઉલ્લેખ કર્યો કે આપણી સંસ્કૃતિ અને શૈક્ષણિક માળખાએ શ્રમનાં ગૌરવ પર બહુ ભાર મૂક્યો ન હતો. "પ્રધાનમંત્રીશ્રી મોદીએ 'શ્રમની ગરિમા' પર ઘણો ભાર મૂક્યો છે," એમ તેમણે કહ્યું.

શ્રી ઠાકુરે ભારતસરકાર દ્વારા શરૂ કરાયેલ 'તેજસ' કૌશલ્ય કાર્યક્રમ વિશે પણ માહિતી આપી હતી. આ પહેલ હેઠળ ભારત યુએઈમાં કુશળ માનવબળ મોકલશે. "એક વર્ષની અંદર, 30,000 કુશળ નોકરી શોધનારાઓને યુએઈ મોકલવામાં આવશે," એવી માહિતી તેમણે આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_9.JPEG8QQR.png

મંત્રીએ સૂચન કર્યું કે લઘુમતી બાબતોનું મંત્રાલય યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓ સાથે જોડાણ કરી શકે જેથી કરીને વિદ્યાર્થીઓને એક્સ્પોમાં લાવી શકાય અને 'બેસ્ટ ફ્રોમ વેસ્ટ' કેવી રીતે બનાવી શકાય તે અંગેનું નિદર્શન આપવામાં આવે. તેમણે લઘુમતી બાબતોના મંત્રાલયને અનુરોધ પણ કર્યો કે તેઓ દેશભરમાં આયોજિત હુનર હાટની ભાવિ આવૃત્તિમાં એકસાથે ટૂંકા ગાળાના કૌશલ્ય પ્રશિક્ષણ અભ્યાસક્રમો યોજવાની શક્યતા તપાસે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_8.JPEGT2QF.png

શ્રી ઠાકુરે મીડિયાકર્મીઓને 40મી હુનર હાટ ખાતે મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી, જેથી તેમની માહિતી લોકો સુધી પહોંચે અને તેમના ઉત્પાદનોને યોગ્ય કદર મળે. તેમણે મુંબઈના કોર્પોરેટ ગૃહોને તેમની દિવાળી અને વર્ષગાંઠની ભેટ હુનર હાટમાંથી મેળવવા વિનંતી કરી હતી. "દિવાળી કદાચ 5-6 મહિના દૂર છે, પરંતુ કોર્પોરેટ ભેટો માટે તમારા ઓર્ડર હમણાં જ અહીં આપો," એમ તેમણે કહ્યું.

લઘુમતી બાબતોના મંત્રાલયની પહેલ એવા હુનર હાટ વિશે બોલતાકેન્દ્રીય પ્રધાન શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મુંબઈમાં હુનર હાટમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સાક્ષી બનવા અને 'વિવિધતામાં એકતા'ના સારનો તમને અનુભવ થશે. "તમને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કટક સુધી દેશની સંસ્કૃતિ અને કૌશલ્યનો અનુભવ થશે," એમ તેમણે કહ્યું. તેમણે એ પણ માહિતી આપી હતી કે છેલ્લાં સાત વર્ષમાં નવ લાખથી વધુ કસબીઓ અને કારીગરોને હુનર હાટ દ્વારા રોજગારીની તકો મેળવીને લાભ થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_5.JPEGN148.png

સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે દેશના યુવાનોમાં છુપાયેલી પ્રતિભા અને તેઓ કેવી રીતે વિવિધ કૌશલ્યોમાં ઉત્કૃષ્ટ છે તે વિશે વાત કરી હતી. તેમણે કારીગરોને આગળ આવવા અને સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજારમાં પહોંચવામાં મદદ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ભૌગોલિક સૂચકાંકો-જીઆઇ વિશે પણ વાત કરી જે દેશના કારીગરોને મોટું બજાર શોધવામાં મદદ કરી શકે છે. "જ્યારે કોઈ ઉત્પાદનને જીઆઇ તરીકે માન્યતા મળે છે, ત્યારે તેને વૈશ્વિક બજાર સુધી પહોંચવાની તક મળે છે," એમ તેમણે કહ્યું હતું.

હુનર હાટની મુલાકાત શા માટે?

વર્તમાન આવૃતિમાં 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,000થી વધુ કસબીઓ અને કારીગરો ભાગ લઈ રહ્યા છે, વિવિધ પ્રકારની વસ્તુઓ અને કૌશલ્યો પ્રદર્શિત કરી રહ્યા છે: મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, નાગાલેન્ડ, મધ્ય પ્રદેશ, મણિપુર, બિહાર, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, કેરળ અને દેશના અન્ય સ્થળો મુંબઈ 'હુનર હાટ' ખાતે સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરી રહ્યાં છે. પ્રવેશ મફત છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar171L37V.JPEG

કચરામાંથી શ્રેષ્ઠ : “વૉકલ ફોર લોકલ” અને “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” થીમને અનુરૂપ, પ્લાસ્ટિક, કાગળ, પ્લાય, લાકડું, કાચ, સિરામિક, જ્યુટ, કપાસ અને ઊન જેવી વપરાયેલી અને કાઢી નાખવામાં આવેલી વસ્તુઓમાંથી બનાવેલ ઉત્કૃષ્ટ ઉત્પાદનો, તેમજ કેળાની દાંડી, શેરડીનો માવો, ડાંગર અને ઘઉંનું ભૂસું, ભૂકી, રબર, લોખંડ, પિત્તળનું પ્રદર્શન કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar1720JU4.JPEG

વિશ્વકર્મા વાટિકા

હુનર હાટનાં મુખ્ય આકર્ષણ "વિશ્વકર્મા વાટિકા" ખાતે, કારીગરો પરંપરાગત સ્વદેશી ઉત્પાદનો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું જીવંત પ્રદર્શન કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar173ZCXH.JPEG

'મેરા ગાંવ મેરા દેશ' ફૂડ કોર્ટ

એક થીમ આધારિત ફૂડ કોર્ટ 'મેરા ગાંવ મેરા દેશ'ની સ્થાપના કરવામાં આવી છે. ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત ખોરાકનો સ્વાદ માણી શકાય છે. હાટમાં 60થી વધુ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar17_7.JPEG6EA6.png

પ્રખ્યાત કલાકારો દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા દરમિયાન સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે

12-દિવસીય 'હુનર હાટ'ની મુલાકાત લેનારા લોકોને અન્નુ કપૂર, પંકજ ઉધાસ, સુદેશ ભોસલે, સુરેશ વાડકર, સાધના સરગમ, અમિત કુમાર, શૈલેન્દ્ર સિંહ, શબ્બીર કુમાર, મહાલક્ષ્મીઅય્યર, . ભૂમિ ત્રિવેદી, કવિતા પૌડવાલ, દલેર મેહદી, અલ્તાફ રાજા, રેખા રાજ, ઉપાસના સિંહ (કોમેડી કલાકાર), એહસાન કુરેશી (કોમેડી કલાકાર), ભૂપિન્દર સિંહ ભૂપ્પી, રાણી ઈન્દ્રાણી, મોહિત ખન્ના, પ્રિયા મલિક, જોલી મુખર્જી, પ્રિયા મૈત્રા, વિવેક મિશ્રા, દિપક રાજા (કોમેડી કલાકારો), અદિતિ ખંડેગલ, અંકિતા પાઠક, સિદ્ધાંત ભોસલે, રાહુલ જોશી, સુપ્રિયા જોશી, ભૂમિકા મલિક, પ્રેમા ભાટિયા, પોશ જેમ્સ અને અન્ય જેવા જાણીતા કલાકારોના વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણવા મળશે

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar1759YEZ.JPEG

26મી એપ્રિલના રોજ લેસર લાઇટ શોનું આયોજન કરવામાં આવશે અને મુલાકાતીઓ 'હાટ' ખાતે અન્નુ કપૂર દ્વારા "અંતાક્ષરી"નો આનંદ પણ લઈ શકશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Hunar1761FWX.JPEG

'હુનર હાટ' વર્ચ્યુઅલ પ્લેટફોર્મ https://hunarhaat.org/ અને https://gem.gov.in/ પર પણ ઉપલબ્ધ છે. દેશ-વિદેશના લોકો ઓનલાઈન પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1817601) Visitor Counter : 219