પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 15 એપ્રિલે ભુજમાં કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે

પોસ્ટેડ ઓન: 13 APR 2022 7:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરશે. આ હોસ્પિટલનું નિર્માણ શ્રી કચ્છી લેઉઆ પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવ્યું છે.

કચ્છની આ પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તે 200 પથારીની હોસ્પિટલ છે. તે સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે જેમ કે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી (કેથલેબ), કાર્ડિયોથોરાસિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુક્લિયર મેડિસિન, ન્યુરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અન્ય સહાયક સેવાઓ જેવી કે લેબોરેટરી, રેડિયોલોજી વગેરે હોસ્પિટલ પૂરી પાડે છે. આ હોસ્પિટલ તબીબી સુપર સ્પેશિયાલિટી સેવાઓ આ પ્રદેશના લોકો માટે સરળતાથી સુલભ, પોસાય તેવા ભાવે શક્ય બનાવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(રીલીઝ આઈડી: 1816568) મુલાકાતી સંખ્યા : 272