માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
આંદામાન અને નિકોબાર દ્વિપ કનેક્ટિવિટી કાર્યક્રમ
Posted On:
13 APR 2022 12:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીઓ કહ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અંતિમ સ્થાન સુધી પહોંચવાના વિચારને અનુરૂપ અમે દ્વિપોમાં અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે દરેક મોસમમાં સુરક્ષિત સડકોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ.
શ્રી ગડકરીએ એક પછી એક અનેક ટ્વીટ કરીને જણાવ્યું કે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ-4)ના બ્યોદનાબાદથી ફેરારગંજ ખંડનું કામ 2019માં પુરું થઈ ગયું હતું. તેમણે કહ્યું કે 170 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્મિત 26 કિમીના આ ખંડની પરિકલ્પના મહત્વાકાંક્ષી આંદામાન અને નિકોબાર દ્વિપ કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી.
મંત્રીએ કહ્યું કે આનાથી પોર્ટ બ્લેયરથી આંદામાન જિલ્લાના અન્ય શહેરો સુધી પહોંચવામાં સુધારો અને અવિરત યાતાયાત સુનિશ્ચિત થયું છે. તેમણે આગળ કહ્યું કે એનએચ-4 એટલે કે ‘આંદામાન ટ્રંક રોડ દ્વિપોની લાઈફલાઈન (જીવનરેખા) છે તેમજ આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816348)
Visitor Counter : 258