સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

માતૃભૂમિ: પ્રોજેક્શન મેપિંગ શો દ્વારા, ઐતિહાસિક લાલ કિલ્લા પરથી હવે સમગ્ર વર્ષ દરમિયાન ભારતના વિવિધ પાસાઓ બતાવવામાં આવશે

Posted On: 30 MAR 2022 10:40AM by PIB Ahmedabad

દસ દિવસીય લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતાનો ગઈકાલે પાંચમો દિવસ પૂરો થયો. આ સાંસ્કૃતિક મહાકુંભમાં પ્રોજેક્શન મેપિંગ શો માતૃભૂમિને પ્રેક્ષકોનો જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. હવે આ શોને કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે આખું વર્ષ ચાલુ રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RH8V.jpg

મ્યુઝિક, લાઈટ અને સાઉન્ડના ઉપયોગ દ્વારા 'માતૃભૂમિ' એ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજી સાથે ભવ્ય વિહંગમ દ્રશ્યો સર્જ્યા છે. પ્રોજેક્શન મેપિંગ શો ભારતના જૂના, અનન્ય અને ઉતાર-ચઢાવના ઇતિહાસ દ્વારા દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિરૂપણ કરે છે, જે દેશવાસીઓમાં ગૌરવ અને દેશભક્તિની ભાવના જગાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NVBZ.jpg

આઝાદીના અમૃત ઉત્સવ દરમિયાન, ભારત દેશના મહાન સાંસ્કૃતિક મહાકુંભ તરીકે સ્થાપિત થયું છે. સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયે સ્મારક મિત્ર, દાલમિયા ભારત લિમિટેડના સહયોગથી, 'માતૃ ભૂમિ' શો દ્વારા, નવી પેઢીની સામે અરસપરસ સંવાદો સાથે લાલ કિલ્લા પર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને પ્રદર્શિત કર્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030EUJ.jpg

દેશભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ આ ઉત્સવની સાક્ષી બની છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની ભવ્ય ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો. પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ રાત્રે લાલ કિલ્લા ખાતે પ્રોજેક્શન મેપિંગ શોનું ઉદ્ઘાટન કર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UIM9.jpg

તે એક સુંદર કોન્સેપ્ટ, પટકથા સાથે રજૂ કરવામાં આવી હતી. 30-મિનિટનો શો પોતાનામાં એક અદ્ભુત સાંસ્કૃતિક અને દ્રશ્ય અનુભવ છે. લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતા 3 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમ બધા માટે મફત છે.

નિર્ધારિત સમય નીચે મુજબ છે.

માર્ચ 29 - માર્ચ 31: સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી

એપ્રિલ 1 અને એપ્રિલ 2 - રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી

3 એપ્રિલ - સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ITKR.jpg

આ શાનદાર પ્રક્ષેપણ માટે પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેને લાલ કિલ્લાનો કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આથી 10 દિવસનો ઉત્સવ પૂરો થયા પછી પણ આખું વર્ષ શો ચાલુ રહેશે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1811413) Visitor Counter : 190