નાગરિક ઉડ્ડયન મંત્રાલય
યુક્રેનના પડોશી દેશોમાંથી 410 ભારતીયોને વિશેષ નાગરિક ફ્લાઈટ દ્વારા આજે પરત લાવવામાં આવ્યા
અત્યાર સુધીમાં લગભગ 18 હજાર ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં આવ્યા
Posted On:
08 MAR 2022 4:54PM by PIB Ahmedabad
યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીય નાગરિકોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ, આજે સુચાવાથી 2 વિશેષ નાગરિક ફ્લાઇટ્સ દ્વારા 410 ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, 22 ફેબ્રુઆરી, 2022ના રોજ શરૂ થયેલી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા લગભગ 18 હજાર ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. 75 વિશેષ નાગરિક ફ્લાઇટ્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવેલા ભારતીયોની સંખ્યા વધીને 15521 પર પહોંચી છે. ઓપરેશન ગંગાના ભાગરૂપે IAF એ 2467 મુસાફરોને પરત લાવવા માટે 12 મિશન ઉડાવ્યા હતા અને 32 ટનથી વધુ રાહત સામગ્રી વહન કરવામાં આવી હતી.
નાગરિક ફ્લાઇટ્સમાં, બુકારેસ્ટથી 21 ફ્લાઇટ્સ દ્વારા 4575 મુસાફરો, 9 ફ્લાઇટ્સ દ્વારા સુચાવાથી 1820, બુડાપેસ્ટથી 28 ફ્લાઇટ્સ દ્વારા 5571, કોસીસથી 5 ફ્લાઇટ્સ દ્વારા 909 મુસાફરો, 11 ફ્લાઇટ્સ દ્વારા 2404 ભારતીયોને ઝેસઝોવથી અને કિવથી 242 વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે.
એરલાઈન પ્રમાણે ડેટા નીચે પ્રમાણે છે:
|
એરલાઈન્સ
|
ફ્લાઈટ્સની સંખ્યા
|
પેક્સ
|
એર એશિયા
|
3
|
500
|
એર ઈન્ડિયા
|
14
|
3250
|
એર ઈન્ડિયા એક્સપ્રેસ
|
9
|
1652
|
ગો ફર્સ્ટ
|
6
|
1101
|
ઈન્ડિગો
|
34
|
7404
|
સ્પાઈસજેટ
|
9
|
1614
|
કુલ
|
75
|
15521
|
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1804017)
Visitor Counter : 264