પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-UAE વર્ચ્યુઅલ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ

Posted On: 18 FEB 2022 8:20PM by PIB Ahmedabad

યોર હાઈનેસ, મારા ભાઈ,

આજની વર્ચ્યુઅલ સમિટમાં હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ હું તમને જણાવી દઉં અને U.A.E.ને હું અભિનંદન આપવા માગુ છું કોવિડના પડકારો હોવા છતાં, એક્સ્પો 2020નું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. કમનસીબે હું એક્સ્પોમાં હાજરી આપવા માટે U.A.E માં આવી શક્યા નહોતો, અને અમારી રૂબરૂ મુલાકાત લાંબા સમય સુધી થઈ શકી ન હતી.પરંતુ આજની વર્ચ્યુઅલ સમિટ દર્શાવે છે કે તમામ પડકારો છતાં અમારા મૈત્રીપૂર્ણ સંબંધો સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે.

મહામહિમ,

અમારા સંબંધોને મજબૂત કરવામાં તમારી વ્યક્તિગત ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ તમે U.A.E.જે રીતે કર્યું હતું તે ભારતીય સમુદાયની કાળજી લેવા માટે હું હંમેશા તમારો આભારી રહીશ. અમે તાજેતરમાં U.A.E માં  આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ અને ભારત અને U.A.E. આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને ઊભા રહેશે.

મહામહિમ,

આ વર્ષ અમારા બંને માટે વિશેષ મહત્વ ધરાવે છે. તમે U.A.E. ની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી અને તમારા દ્વારા U.A.E.ના આગામી 50 વર્ષનું વિઝન પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણે આપણી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અને અમે આવનારા 25 વર્ષ માટે મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.બંને દેશોના ભાવિ વિઝનમાં ઘણી સમાનતા છે.

મહામહિમ,

હું ખૂબ જ ખુશ છું કે આજે આપણા બંને દેશો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. નોંધનીય છે કે અમે ત્રણ મહિનાથી ઓછા સમયમાં આવા મહત્વપૂર્ણ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવામાં સક્ષમ હતા. સામાન્ય રીતે આ પ્રકારના સમાધાનમાં વર્ષો લાગે છે. આ કરાર બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા, સહિયારી દ્રષ્ટિ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. મને ખાતરી છે કે આ આપણા આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે. અને આગામી પાંચ વર્ષમાં અમારો બિઝનેસ $60 બિલિયનથી વધીને $100 બિલિયન થઈ જશે.

મહામહિમ,

વેપાર, રોકાણ, ઊર્જા અને લોકો વચ્ચેના સંપર્કો અમારા સહયોગના આધારસ્તંભ રહ્યા છે. તે જ સમયે, ઘણા નવા ક્ષેત્રોમાં પણ અમારો સહયોગ વધારવાની શક્યતાઓ છે. ફૂડ કોરિડોર પર અમારી વચ્ચે નવા M.O.U. ખૂબ જ સારી પહેલ છે, અમે ફૂડ પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં U.A.E.ના રોકાણનું સ્વાગત કરીએ છીએ. આનાથી યુએઈ ખાદ્ય સુરક્ષા માટે ભારતનું વિશ્સનીય ભાગીદાર બનશે.

ભારતે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. છેલ્લા વર્ષમાં ભારતમાં 44 યુનિકોર્ન ઉભરી આવ્યા છે. અમે બંને દેશોમાં જોઈન્ટ-ઈન્ક્યુબેશન અને જોઈન્ટ-ફાઈનાન્સિંગ દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. તેવી જ રીતે, આપણા લોકોના કૌશલ્ય વિકાસ માટે, અમે શ્રેષ્ઠતાની આધુનિક સંસ્થાઓને પણ સહકાર આપી શકીએ છીએ.

 

ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે સફળ U.A.E. મુલાકાત બાદ અમીરાતીની ઘણી કંપનીઓએ J&Kમાં રોકાણ કરવા રસ દાખવ્યો છે. અમે U.A.E.ના જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના તમામ ક્ષેત્રોમાં રોકાણને આવકારીએ છીએ. અને તમારી કંપનીઓને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીશું.

મહામહિમ,

આવતા વર્ષે ભારત G-20 સમિટ અને UAE કોપ-28ની યજમાની કરશે. વૈશ્વિક મંચ પર આબોહવાનો મુદ્દો વધુને વધુ મહત્ત્વનો બની રહ્યો છે. અમે આ એજન્ડાને આકાર આપવામાં પરસ્પર સહયોગ વધારી શકીએ છીએ. અમે બંને સમાન વિચારધારાવાળા ભાગીદારો સાથે કામ કરવા અંગે પણ હકારાત્મક વલણ અપનાવીએ છીએ. મને વિશ્વાસ છે કે "ભારત-U.A.E.-ઇઝરાયેલ-યુએસએ", આ જૂથ અમારા સામૂહિક લક્ષ્યોને આગળ વધારશે, ખાસ કરીને ટેક્નોલોજી, નવીનતા અને નાણાના ક્ષેત્રોમાં.

મહામહિમ,

ફરી એકવાર આ વર્ચ્યુઅલ સમિટને શક્ય બનાવવા માટે મારા હૃદયથી ખૂબ ખૂબ આભાર.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799995) Visitor Counter : 147