વિદ્યુત મંત્રાલય

ભારત સરકાર સમગ્ર દેશમાં પબ્લિક ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ આધારભૂત સંરચનાનું વિસ્તરણ કરશે


સરકારના પ્રયાસોથી છેલ્લા ચાર મહિનામાં 9 મોટા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનોમાં 2.5 ગણો વધારો થયો છે

ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન આ 9 શહેરોમાં 678 વધારાના જાહેર EV ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના કરાઈ

હાલ ભારતના 1640 જાહેર ઈવી ચાર્જરોમાંથી 9 શહેરોમાં લગભગ 940 છે

દેશભરના મુખ્ય શહેરો અને રાજમાર્ગો પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓની તરફથી 22000 ઈવી ઓઈલ સ્ટેશન લગાવવામાં આવશે

Posted On: 19 FEB 2022 9:13AM by PIB Ahmedabad

હાલમાં જ વિદ્યુત મંત્રાલયે 14 જાન્યુઆરરી, 2022ના રોજ ઈવી ચાર્જિંગ આધારભૂત સંરચના માટે સંશોધિત સંગઠિત સમુચિત દિશાનિર્દેશ અને માપદંડો જારી કર્યા. ભારત સરકારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના નિર્માણ અને તેના સ્વીકારને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી છે. જાહેર ઈવી ચાર્જિંગ આધારભૂત સંરચનામાં ખૂબ વિસ્તાર સાથે ઈલેક્ટ્રિક વાહનોએ ભારતીય બજારમાં કદમ રાખવાનું શરૂ કરી દીધું છે.

સરકારે ખાનગી અને જાહેર એજન્સીઓ (બીઈઈ, ઈઈએસએલ, પીજીસીઆઈએલ, એનટીપીસી વગેરે)ને સામલ કરીને જાહેર ચાર્જિંગ આધારભૂત સંરચનાને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારના (360 ડિગ્રી) પ્રયાસ કરવામાં આવ્યા છે. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા અને સુવિધાજનક ચાર્જિંગ નેટવર્ક ગ્રિડ વિકસિત કરવા અંગે અનેક ખાનગી સંગઠન પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે આગળ આવી રહ્યા છે. વિદ્યુત મંત્રાલય (એમઓપી)એ યોજના બનાવી છે કે ચાર્જિંગ સ્ટેશન 3x3 કિમી ગ્રિડના ક્ષેત્રમાં હોવા જોઈએ. હાલ ભારતમાં કુલ 1640 કાર્યરત જાહેર ઈવી ચાર્જર છે. તેમાંથી 9 શહેરો (સુરત, પૂણે, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ)માં લગભગ 940 ચાર્જિંગ સ્ટેશન છે.

સરકારે શરૂઆતમાં આ 9 મોટા શહેરો (જેમની વસતિ 4 મિલિયન (40 લાખ)થી વધુ છે) પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. વિવિધ કાર્યાન્વયન એજન્સીઓના માધ્યમથી સરકાર દ્વારા કરાયેલા આક્રમક પ્રયાસોના પરિણામે જાહેર ઈવી ચાર્જિંગ આધારભૂત સંરચનાના ફેલાવામાં ઝડપથી વધારો થયો છે. આ 9 શહેરોમાં ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન 678 વધુ જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી છે, જે અગાઉની સંખ્યાના લગભગ 2.5 ગણા છે. આ અવધિમાં લગભગ 1.8 લાખ નવા ઈલેક્ટ્રિક વાહન પણ આવ્યા તેણે ગ્રાહકો વચ્ચે ઈલેક્ટ્રિક મોબિલિટી તરફથી સ્થાનાંતરિત થવાનું વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. આ મોટા શહેરોમાં ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિપૂર્ણતા પછી સરકારની યોજના છે કે તબક્કાવાર રીતે અન્ય શહેરોમાં તેનો વિસ્તાર કરવામાં આવે. 

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં ઝડપ લાવવા માટે પૂરતા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા મુખ્ય અવરોધ રહ્યો છે. આ મામલે વિદ્યુત મંત્રાલયે દેશભરમાં જાહેર ઈવી ચાર્જિંગ આધારભૂત માળખાના ઝડપી ફેલાવા માટે કેન્દ્ર અને રાજ્યસ્તર પર વિવિધ ભાગીદારોની ભૂમિકાઓ અને જવાબદારીઓનું વર્ણન કરતા કહ્યું “ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-દિશાનિર્દેશ અને માપદંડ” જારી કર્યા.

હાલમાં જ વિદ્યુત મંત્રાલયે 14 જાન્યુઆરી, 2022ના નિમ્નલિખિત સુધારાઓની સાથે આ દિશાનિર્દેશો અને માપદંડોને સંશોધિત કર્યાઃ

i. જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશન સંચાલકો તેમજ માલિકો અને ઈલેક્ટ્રિક વાહન (ઈવી) માલિકો દ્વારા વસૂલવા યોગ્ય રાહત દર પ્રદાન કરવો.

ii. ઈલેક્ટ્રિક વાહનો માટે માલિકોને પોતાના હાલના વીજળી કનેક્શનનો ઉપયોગ કરીને પોતાના ઘરો કે કાર્યાલયોમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવામાં સક્ષમ બનાવવા.

iii. જાહેર ચાર્જિંગ સ્ટેશનને પરિચાલનના દ્રષ્ટિકોણથી આર્થિક રીતે વ્યવહારૂ બનાવવા અંગે ભૂમિ ઉપયોગ માટે મહેસૂલ વહેંચણીનું સૂચન કરવામાં આવ્યું છે.

iv. જાહેર ચાર્જિંગ સ્ટેશન (પીસીએસ)ને ઈવી જાહેર ચાર્જિંગના ઝડપી રોલઆઉટ માટે કનેક્ટિવિટી આપવા અંગે સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

v. જાહેર ચાર્જિંગ સ્ટેશનો માટે ટેકનિકલ આવશ્યકતાઓને સુસંપન્ન કરવામાં આવ્યું છે.

 

આ દિશામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરના મુખ્ય શહેરો અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર 22000 ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવવાની ઘોષણા કરી છે. 22000 ઈવી ચાર્જિંગ સ્ટેશનોમાંથી 10000 આઈઓસીએલ, 7000 ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીએસએલ) અને 5000 હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દ્વારા સ્થાપિત કરવામાં આવશે. આઈઓસીએલએ પ્રથમ જ 439 ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાયા છે અને આગામી વર્ષમાં 2000 અને ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવવાની યોજના છે. બીપીસીએલએ 52 અને એચપીસીએલએ 382 ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા છે.

હાલમાં જ ભારે ઉદ્યોગ વિભાગે 25 રાજમાર્ગો અને એક્સપ્રેસવે માટે 1576 જાહેર ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે જે આ એક્સપ્રેસવે તથા રાજમાર્ગોની બંને તરફ દર 25 કિમીની મર્યાદામાં સ્થિત રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1799617) Visitor Counter : 264