ગૃહ મંત્રાલય

મોદી સરકારે 2022-23 થી 2025-26ના સમયગાળા દરમિયાન ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) પ્રોજેક્ટના અમલીકરણને મંજૂરી આપી


કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ICJS પ્રોજેક્ટનો બીજો તબક્કો અસરકારક અને આધુનિક પોલીસિંગ સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું હશે

કુલ રૂ. 3,375 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે

Posted On: 18 FEB 2022 1:06PM by PIB Ahmedabad

મોદી સરકારે 2022-23 થી 2025-26ના સમયગાળા દરમિયાન કુલ રૂ. 3,375 કરોડના ખર્ચે ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) પ્રોજેક્ટના અમલીકરણને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ICJS પ્રોજેક્ટનો બીજો તબક્કો અસરકારક અને આધુનિક પોલીસિંગ સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું હશે. આ પ્રોજેક્ટને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે લાગુ કરવામાં આવશે.

ICJS સિસ્ટમને હાઇ સ્પીડ કનેક્ટિવિટી સાથે સમર્પિત અને સુરક્ષિત ક્લાઉડ-આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે મળીને પ્રોજેક્ટના અમલીકરણ માટે જવાબદાર રહેશે. આ પ્રોજેક્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી લાગુ કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ

ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) એ પાંચ સ્તંભો દ્વારા દેશમાં ફોજદારી ન્યાયના ફેલાવા માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય IT સિસ્ટમના એકીકરણને સક્ષમ કરવા માટેનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે:-

•    પોલીસ (ગુના અને ગુનાહિત ટ્રેકિંગ અને નેટવર્ક સિસ્ટમ્સ),
•    ફોરેન્સિક લેબ માટે ઇ-ફોરેન્સિક્સ,
•    અદાલતો માટે ઈ-કોર્ટ,
•    સરકારી વકીલો માટે ઈ-પ્રોસિક્યુશન
•    જેલો માટે ઇ-જેલો.


ICJS પ્રોજેક્ટના તબક્કા-Iમાં, વ્યક્તિગત IT સિસ્ટમો અમલમાં મુકવામાં આવી છે અને તેને સ્થિર કરવામાં આવી છે; આ સિસ્ટમો પર રેકોર્ડની શોધ પણ સક્ષમ કરવામાં આવી છે.

તબક્કો-II હેઠળ, સિસ્ટમ 'એક ડેટા એક એન્ટ્રી' ના સિદ્ધાંત પર બનાવવામાં આવી રહી છે, જે અંતર્ગત એકવાર ડેટા એક કોલમમાં નાખ્યા પછી તે ડેટા બાકીના દરેક કોલમમાં ઉપલબ્ધ હોય છે, તેને ફરીથી પ્રત્યેક કોલમમાં ઉમેરવાની જરૂર રહેતી નથી.

 

SD/GP/JD

 

 



(Release ID: 1799249) Visitor Counter : 257