પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતીની પૂર્વસંધ્યાએ યાદ કર્યા
Posted On:
15 FEB 2022 7:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસને તેમની જયંતીની પૂર્વ સંધ્યાએ યાદ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમને એ વાતનું ગૌરવ છે કે તેમની સરકારના દરેક કદમ અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરૂ રવિદાસજીની ભાવનાને સમાહિત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું હતું;
‘મહાન સંત ગુરૂ રવિદાસજીની કાલે જન્મજયંતી છે. તેમણે જે પ્રકારે પોતાનું જીવન સમાજમાંથી જાત-પાત અને અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓને સમાપ્ત કરવા માટે સમર્પિત કરી દીધું, તેઓ આજે પણ આપણા માટે પ્રેરણાદાયી છે.”
“આ પ્રસંગે મને સંત રવિદાસજીના પવિત્ર સ્થળને લઈને કેટલીક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019માં મને અહીં માથું ટેકવવાનો અને લંગરમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. એક સાંસદ હોવાના નાતે મેં એ નક્કી કરી લીધું હતું કે આ તીર્થસ્થળના વિકાસ કાર્યોમાં કોઈ અભાવ નહીં રહેવા દેવામાં આવે.”
“મને એ જણાવતા ગર્વનો અનુભવ થઈ રહ્યો થે કે અમે અમારી સરકારના દરેક કદમ અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરૂ રવિદાસજીની ભાવનાને સમાહિત કરી છે. એટલું જ નહીં, કાશીમાં તેમની સ્મૃતિમાં નિર્માણકાર્ય પૂરેપૂરી ભવ્યતા સાથે આગળ વધી રહ્યું છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798626)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam