પંચાયતી રાજ મંત્રાલય

સ્વામીત્વ યોજનાની સ્થિતિ


સર્વે ઓફ ઈન્ડિયા સાથે 29 રાજ્યોએ MoU કર્યા

Posted On: 09 FEB 2022 3:31PM by PIB Ahmedabad

કેન્દ્રીય ક્ષેત્ર યોજના, સર્વે ઓફ વિલેજિસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રુવાઈઝ્ડ ટેકનોલોજી ઈલ વિલેજ એરિયાઝ (SVAMITVA) યોજના નાણાકીય વર્ષ 2020-21 થી શરૂ થઈ. તેનો ઉદ્દેશ્ય કાનૂની માલિકી હક્કો (પ્રોપર્ટી કાર્ડ્સ/ટાઈટલ ડીડ્સ) જારી કરીને ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતાં ગામડાના ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. તેનો અમલ પંચાયતી રાજ મંત્રાલય, સર્વે ઓફ ઈન્ડિયા (SoI), રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગી પ્રયાસોથી કરવામાં આવી રહ્યો છે. યોજનાના અમલીકરણ માટે રાજ્યોએ SoI સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ સહિત 29 રાજ્યોએ SoI સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સહિત ગ્રામીણ વિસ્તારોના લોકોની સંખ્યાની વિગતો, જેમને SVAMITVA યોજના હેઠળ તેમની મિલકતોના માલિકી હક્કો આપવામાં આવ્યા છે તે પરિશિષ્ટ સાથે સંલગ્ન છે.

પરિશિષ્ટ

 

02.02.2022 અનુસાર સ્વામીત્વ યોજનાના અમલીકરણની સ્થિતિ

 

ક્રમ

રાજ્ય

ગામો કે જ્યાં ડ્રોન ઉડ્ડયન થયું

ગામો કે જ્યાં પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ થયું

વિતરિત પ્રોપર્ટી કાર્ડ્સની સંખ્યા

  1.  

આંધ્રપ્રદેશ

1,362

0

0

  1.  

હરિયાણા

6,462

3,061

3,80,946

  1.  

કર્ણાટક

2,201

836

1,90,048

  1.  

મધ્યપ્રદેશ

16,508

3,592

3,85,463

  1.  

મહારાષ્ટ્ર

11,519

1,599

2,35,868

  1.  

ઉત્તરપ્રદેશ

52,250

15,940

23,47,243

  1.  

ઉત્તરાખંડ

7,783

3,004

1,16,000

  1.  

પંજાબ

677

0

0

  1.  

રાજસ્થાન

1,409

38

582

  1.  

ગુજરાત

253

0

0

  1.  

છત્તીસગઢ

1,458

0

0

  1.  

જમ્મુ-કાશ્મીર

443

0

0

  1.  

અરૂણાચલ પ્રદેશ

110

0

0

  1.  

દાદરા અને નગર હવેલી

73

0

0

  1.  

કેરળ

4

0

0

  1.  

ઝારખંડ

220

0

0

  1.  

આસામ

37

0

0

  1.  

ઓડિશા

108

0

0

  1.  

હિમાચલ પ્રદેશ

89

0

0

  1.  

મિઝોરમ

10

0

0

  1.  

ત્રિપુરા

18

0

0

  1.  

લક્ષદ્વિપ ટાપુ

4

0

0

  1.  

લડાખ

5

2

23

  1.  

સિક્કિમ

1

0

0

  1.  

પુડુચેરી

19

0

0

  1.  

તમિલનાડુ

2

0

0

  1.  

ગોવા

410

0

0

  1.  

આંદામાન અને નિકોબાર

209

0

0

કુલ

103,644

28,072

36,56,173

 

આ માહિતી કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટિલે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796847) Visitor Counter : 270