વહાણવટા મંત્રાલય

દરિયાકાંઠાના જળમાર્ગો દ્વારા નૂર પરિવહન

Posted On: 08 FEB 2022 2:23PM by PIB Ahmedabad

સરકાર દ્વારા જળમાર્ગ પરિવહનની સુવિધા આપવાના પ્રયાસોને કારણે આંતરદેશીય જળમાર્ગો (IWT) અને દરિયાકાંઠાના જળમાર્ગો દ્વારા નૂર પરિવહનમાં વધારો થયો છે. 2014-15 થી 2020-21 ના સમયગાળા દરમિયાન, રાષ્ટ્રીય જળમાર્ગો (NWs) સાથે જોડાયેલા દરિયાકાંઠાના જળમાર્ગો સહિત રાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા નૂર 2.76 ગણો વધ્યો છે.

2009-10 થી 2013-14 સુધી, રાષ્ટ્રીય જળમાર્ગો પર આંતરદેશીય જળમાર્ગ વૃદ્ધિનો દર 1.5% હતો. 2019-20ની સરખામણીમાં 2020-21માં વૃદ્ધિ દર 13.5% છે.

કેન્દ્રીય બંદરો, જહાજ નિર્માણ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796513) Visitor Counter : 190