નાણા મંત્રાલય
માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓ સહિતની આત્મનિર્ભર ભારત હેઠળની પહેલ ઔદ્યોગિક ક્ષેત્રના દેખાવને બળવત્તર બનાવે છે, આ નાણાકીય વર્ષમાં 11.8 ટકા સુધી વૃદ્ધિની અપેક્ષા
2020-21માં 81.97 અબજ અમેરિકી ડૉલર સાથે અત્યાર સુધીનો સૌથી વધારે વાર્ષિક એફડીઆઇ પ્રવાહ નોંધાવીને રોકાણકારને અનુકૂળ એફડીઆઇ નીતિ એફડીઆઇ પ્રવાહમાં નવા વિક્રમો સ્થાપે છે
ઔદ્યોગિક ક્ષેત્રને કુલ બૅન્ક ધિરાણે 4.1 ટકાની વૃદ્ધિ નોંધાવી
ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના (પીએલઆઇ) વ્યવહાર ખર્ચ ઘટાડે છે, વેપાર કરવાની સુગમતા-ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસને સુધારે છે
નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી), નેશનલ મોનેટાઇઝેશન પ્લાન (એનએમપી) ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને આગળ વધારે છે
ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ અને એમએસએમઈની વ્યાખ્યામાં સુધારો ઉત્પાદકતા વધારે છે, વિસ્તરણ અને વૃદ્ધિને સુગમ બનાવે છે
કુલ ₹ 4,445 કરોડના ખર્ચે અધિસૂચિત સાત પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઈલ્સ રિજિયન એન્ડ એપેરલ પાર્ક્સ (મિત્રા)ની સ્થાપના
સેમી કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે ઉત્પાદન ઈકોસિસ્ટમના વિકાસ માટે સરકારે ₹ 76,000 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપી
રાષ્ટ્રીય રાજમાર્ગો/માર્ગોનાં નિર્માણમાં અગાઉના વર્ષ કરતા 30.2 ટકાનો વધારો નોંધાયો
નવી લાઇનો અને મલ્ટી-ટ્રેકિંગ પરિયોજનાઓ મારફત ભારતીય રેલવે દ્વારા વર્ષ દીઠ 1835 ટ્રેક
Posted On:
31 JAN 2022 2:51PM by PIB Ahmedabad
નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું હતું.
કોવિડ-19 મહામારી દ્વારા આવેલા વિક્ષેપોને કારણે વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃત્તિ અસરગ્રસ્ત રહેવાનું ચાલુ રહ્યું છે. આ વિક્ષેપોમાં ભારતીય ઉદ્યોગ કોઇ અપવાદ ન હતો ત્યારે, એને દેખાવ 2021-22માં સુધર્યો છે. અર્થતંત્રને ધીમે ધીમે ખોલવાનું, રેકોર્ડ રસીકરણ, ગ્રાહક માગમાં સુધારો, આત્મનિર્ભર ભારત અભિયાનનાં સ્વરૂપે સરકાર દ્વારા ઉદ્યોગોને ચાલુ રહેલા નીતિ સમર્થન અને 2021-22માં વધારે મજબૂતી માટેની મદદ ઔદ્યોગિક ક્ષેત્રના દેખાવમાં સુધારા તરફ દોરી ગયાં છે. 2021-22ના પ્રથમ છ માસમાં ઔદ્યોગિક ક્ષેત્રની વૃદ્ધિ 2020-21ના સમાનગાળા સામે 22.9 ટકા હતી અને આ નાણાકીય વર્ષમાં તેમાં 11.8 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ પ્રોડક્શન (આઇઆઇપી)ના સંચિત વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે એ મુજબ ઔદ્યોગિક દેખાવે સુધારો દર્શાવ્યો છે. એપ્રિલ-નવેમ્બર 202-21 દરમ્યાન આઇઆઇપીમાં એપ્રિલ-નવેમ્બર 2020-21માં (-) 15.3 ટકાની સામે 17.4 ટકાની વૃદ્ધિ થઈ હતી. ખાનગી કૉર્પોરેટ ક્ષેત્રની પસંદગીની કંપનીઓનાં પરિણામો પર આધારિત એવા આરબીઆઇ- સ્ટડીઝ એન્ડ કૉર્પોરેટ દેખાવ મુજબ, મોટા કૉર્પોરેટનો વેચાણ સામે ચોખ્ખા નફાનો ગુણોત્તર મહામારી છતાં સર્વકાલીન ટોચે પહોંચ્યો છે. એકંદર બિઝનેસ સેન્ટિમેન્ટ્સમાં સુધારણાની વચ્ચે ઉમંગી એફડીઆઇ પ્રવાહ ઉદ્યોગ માટે સકારાત્મક આઉટલૂકનો વરતારો કરે છે.
આર્થિક સર્વેક્ષણ કહે છે, ઉદ્યોગોને વ્યાપ વધારવા માટે પ્રોત્સાહિત કરવા ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (પીએલઆઇ) રજૂ કરવાથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભૌતિક અને ડિજિટલ બેઉ રીતે મોટો વેગ પૂરો પાડવાથી, વ્યવહાર ખર્ચ ઘટાડવા અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસને સુધારવાનાં સતત પગલાંઓથી પુન:પ્રાપ્તિની ગતિને ટેકો મળશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી), નેશનલ મોનેટાઇઝેશન પ્લાન (એનએમપી) અને અન્ય સહિતની ઘણી પહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને આગળ વધારવા માટે લેવામાં આવી છે. ભારતીય રેલવે માટે મૂડી ખર્ચ 2009-14 દરમ્યાન સરેરાશ વાર્ષિક ₹ 45,980 કરોડથી ધરખમ રીતે વધારીને 2020-21માં ₹ 155,181 કરોડ કરવામાં આવ્યો છે અને 2021-22માઅં વધુ વધારીને ₹ 215,058 કરોડ કરવાનું અંદાજપત્રીય કરવામાં આવ્યું છે. આ 2014ના સ્તરની સરખામણીએ પાંચ ગણો વધારો સૂચવે છે. આ ઉપરાંત, દિવસ દીઠ માર્ગ નિર્માણ 2020-21માં નોંધપાત્ર રીતે વધ્યું છે, 2019-20માં દિવસ દીઠ 28 કિમીથી 2020-21માં વધીને 36.5 કિમી જે અગાઉના વર્ષની સરખામણી 30,4 ટકા સુધીનો વધારો છે. સરકારે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ક્ષેત્રને પણ મોટો વેગ આપ્યો છે અને ટેલિકોમ ક્ષેત્રમાં માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓ લાવી છે.
ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ પ્રોડક્શન (આઇઆઇપી)
આઇઆઇપી ઉત્પાદન ક્ષેત્રના 23 પેટાજૂથો માટેનો ડેટા પૂરો પાડે છે. એપ્રિલ-નવેમ્બર 2021-22ના ગાળામાં, તમામ 23 ક્ષેત્રોએ સકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી. ટેક્સ્ટાઇલ્સ, પહેરવાનાં વસ્ત્રો, ઈલેક્ટ્રિકલ ઉપકરણો, મોટર વાહન જેવા મુખ્ય ઔદ્યોગિક જૂથોએ મજબૂત પુન:પ્રાપ્તિ નોંધાવી હતી. ટેક્સ્ટાઇલ્સ અને વેરિંગ એપેરલના દેખાવમાં સુધારણાના રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ સૂચિતાર્થો રહેલાં છે કેમ કે આ ક્ષેત્ર શ્રમ- સઘન ઉદ્યોગ છે.
એઈટ કોર ઇન્ડેક્સ (આઇસીઆઇ)
એપ્રિલ-નવેમ્બર 2021-22ના ગાળા દરમ્યાન આઇસીઆઇ ઇન્ડેક્સનો વૃદ્ધિ દર ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં (-) 11.1 ટકાની સરખામણીએ 13.7 ટકા હતો. આઇસીઆઇમાં આ ગતિ સ્ટીલ, સિમેન્ટ, કુદરતી વાયુ, કોલસા અને વીજળીમાં સુધરેલા દેખાવથી ચાલિત છે.
ઇન્ડેક્સ ઑફ એઇટ કોર ઇન્ડસ્ટ્રીઝે 2019-20 (એપ્રિલ-નવેમ્બર)ની સરખામણીએ 2021-22 (એપ્રિલ-નવેમ્બર્માં ક્રુડ ઑઇલ અને ખાતરને બાદ કરતા લગભગ એના તમામ ઘટકોમાં વૃદ્ધિમાં વધારો દર્શાવ્યો છે. સ્ટીલ, ક્રુડ ઑઇલ, ખાતર, વીજળી, કુદરતી વાયુ ફેબ્રુઆરી 2020ની સપાટીની સરખામણીએ સુધર્યા છે. આ ઉપરાંત, સ્ટીલ, ખાતર, વીજળી, કુદરતી ગેસ અને કોલસાના ઇન્ડેક્સનું મૂલ્ય લૉકડાઉન પૂર્વેના સ્તર (નવેમ્બર 2019) કરતા ઊંચું છે.
એ સ્પષ્ટ છે કે કોવિડ-19ના કારણે 2020-21ના પ્રથમ ત્રિમાસિક દરમ્યાન મૂડી ઉપયોજન (સીયુ)ની માત્રા ઘટી હતી કેમ કે દેશમાં તીવ્ર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એકંદર સ્તરે, ઉત્પાદન ક્ષેત્ર માટે સીયુ નાણાકીય વર્ષ 21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 40 ટકા અને પછી નાણાકીય વર્ષ 21ના ચોથા ત્રિમાસિક ગાળામાં વધીને 69.4 થયું, તેમ છતાં નાણાકીય વર્ષ 22ના પ્રથમ ત્રિમાસિકમાં ઘટીને 60.0 થયું.
આર્થિક દેખાવ વિશે આશાવાદનો વધુ એક સંકેત આરબીઆઇનો બિઝનેસ એક્સ્પેક્ટેશન ઇન્ડેક્સ (બીઈઆઇ) છે. આ ઇન્ડેક્સ એકંદર બિઝનેસની સ્થિતિ, ઉત્પાદન, ઓર્ડર બુક્સ, કાચા માલ તેમજ તૌયાર માલની ઇન્વેન્ટરી, નફાનો ગાળો, રોજગારી, નિકાસ અને ક્ષમતા ઉપયોજન સહિતના માપદંદોને એકત્ર કરીને ઉત્પાદન ક્ષેત્રમાં માગની સ્થિતિની ઝલક આપે છે. બીઈઆઇ 2020-21ના બીજા ત્રિમાસિકમાં માત્ર સહેજ ઘટાડા સાથે સ્થિર રહ્યું અને એ ઘટાડાનું કારણ એ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં મહામારીનો આરંભ હતું. ત્યાર પછી, તે ઉપર ચડ્યો છે. નાણાકીય વર્ષ 22ના પ્રથમ ત્રિમાસિક ગાળાના 119.6ની સરખામણીએ એફવાય22ના બીજા ત્રિમાસિકમાં વધીને 124.1 અને એફવાય22ના ત્રીજા ત્રિમાસિકમાં વધીને 135.7 ડેટામાં આ સુધારો સૂચવે છે કે નાણાકીય વર્શ 22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદકોને વધુ સુધારણાની જાણ થઈ અને નાણાકીય વર્ષ 22ના ચોથા ત્રિમાસિક માટે આશાવાદ દર્શાવ્યો. ક્ષમતા ઉપયોજન અને રોજગારની સ્થિતિમાં સુધારણા થવાની અપેક્ષા છે.
ઉદ્યોગમાં ધિરાણ
ઔદ્યોગિક ક્ષ્રેત્રને એકંદર બૅન્ક ધિરાણમાં ઑક્ટોબર 2020માં 0.7 ટકાની નકારાત્મક વૃદ્ધિની સરખામણી ઓક્ટોબર 2021 (વર્ષો વર્ષના આધારે) 4.1 ટકાની વૃદ્ધિ નો6ધાઇ હતી. બિન-ખાદ્ય ધિરાણમાં ઉદ્યોગનો હિસ્સો ઑક્ટોબર 2021માં 26 ટકા રહ્યો હતો. ખનન, ટેક્સ્ટાઇલ્સ, પેટ્રોલિયમ, કૉલ્ડ પ્રોડક્ટ્સ અને ન્યુક્લિયર ફ્યુઅલ્સ, રબર, પ્લાસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ચોક્કસ ઉદ્યોગોએ ધિરાણ વૃદ્ધિમાં સતત સુધારણા દર્શાવ્યા છે.
ઉદ્યોગોમાં એફડીઆઇ-સીધું વિદેશી રોકાણ
સમર્થ બનાવતી રોકાણકારને અનુકૂળ એફડીઆઇ નીતિ અમલમાં મૂકવાના સરકાર દ્વારાં લેવાયેલાં પગલાં એફડીઆઇનો પ્રવાહ વધવામાં પરિણમ્યા છે અને નવા વિક્રમો સ્થાપ્યા છે. ભારતમાં સીધું વિદેશી રોકાણ-એફડીઆઇ 2014-15માં 45.14 અબજ અમેરિકી ડૉલર રહ્યું અને ત્યાર પછી એ સતત વધતું જ ગયું છે. 2020-21માં ભારતે એનો સીધા વિદેશી રોકાણઓ અત્યાર સુધીનો સૌથી વધારે વાર્ષિક પ્રવાહ 81.97 અબજ ડૉલર નોંધાવ્યો હતો જે અગાઉનાં વર્ષની સરખામણીએ 20 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો 2019-20માં પણ 20 ટકાની વૃદ્ધિ પછીનો છે. 2021-22નાં વર્શમાં, એફડીઆઇ પ્રથમ છ માસમાં 4 ટકા વધીને 42.86 અબજ અમેરિકી ડૉલર થયું છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં 41.37 અબજ અમેરિકી ડૉલર હતું.
છેલ્લાં સાત નાણાકીય વર્ષોમાં (2014-21), ભારતને 440.27 અબજ અમેરિકી ડૉલર જેટલું એફડીઆઇ મળ્યું છે જે દેશ દ્વારા છેલ્લાં 21 વર્ષોમાં મળેલા એફડીઆઇ (763.83 અબજ અમેરિકી ડૉલર)ના આશરે 58 ટકા છે.
કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (સીપીએસઈઝ)નો દેખાવ
31.03.2020 મુજબ, 256 સીપીએસઈઝ કાર્યરત હતા. 2019-20 દરમ્યાન કાર્યરત સીપીએસઈઝનો એકંદર ચોખ્ખો નફો ₹ 93,295 કરોડ રહ્યો. એક્સાઇઝ ડ્યુટી, જીએસતી, કૉર્પોરેટ ટેક્સ, ડિવિડન્ડ ઇત્યાદિ દ્વારા સરકારી તિજોરીમાં તમામ સીપીએસઈઝનું યોગદાન ₹ 3,76,425 કરોડ રહ્યું. તમામ ક્ષેત્રોમાં સીપીએસઈએ 14,73,810 લોકોને રોજગારી આપી એમાંથી 9,21,876 નિયમિત કર્મચારી હતા.
કેન્દ્રીય બજેટ 2021-22ની જાહેરાતોને સુસંગત, સરકારે જાહેર ક્ષેત્રના સાહસોના વ્યૂહાત્મક વિનિવેશની નીતિને મંજૂરી આપી છે જે તમામ બિન-વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટેનો સ્પષ્ટ રોડમેપ પૂરો પાડશે. સીપીએસઈઝ માટે નવી જાહેર ક્ષેત્રના સાહસ નીતિના અમલીકરણ માટેની ગાઇડલાઇન 13મી ડિસેમ્બર 202ના રોજ નિર્દિષ્ટ કરાઇ છે. આનાથી સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ થકી જે નાણાં મળે એનો વિવિધ સામાજિક ક્ષેત્રો અને વિકાસ કાર્યક્રમોને નાણાં પૂરાં પાડવામાં ઉપયોગ કરવામાં મદદ મળશે જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ વિનિવેશ થયેલા કેન્દ્રીય જાહેર સાહસોમાં ખાનગી મૂડી, ટેકનોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનની પદ્ધતિઓ વધારશે.
ક્ષેત્ર અનુસાર દેખાવ અને ઉદ્યોગમાં મુદ્દાઓ
સ્ટીલ
અર્થતંત્રની વૃદ્ધિ માટે સ્ટીલ ઉદ્યોગનો દેખાવ મહત્વપૂર્ણ છે. કોવિડ-19 દ્વારા ગ્રસ્ત થવા છતાં. સ્ટીલ ઉદ્યોગે 2021-22 (એપ્રિલ-ઑક્ટોબર)માં ક્રુડ અને ફિનિશ્ડ સ્ટીલના એકત્રિત ઉત્પાદન અનુક્રમે 66.91 એમટી અને 62.37 એમટી સાથે ફરી ઉછાળો નોંધાવ્યો, આ ગયા વર્ષના સમાનગાળા કરતા અનુક્રમે 25.0 ટકા અને 28.9 ટકાનો વધારો છે જ્યારે એ જ સમયગાળા કરતા ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 25 ટકા વધીને 57.39 એમટી થયો.
કોલસો
કોલસાનું ઉત્પાદન એપ્રિલ-ઑક્ટોબર 2020માં (-)3.91 ટકાની સરખામણીએ એપ્રિલ-ઑક્ટોબર 2021માં 12.24 ટકા વધ્યું હતું.
એમએસએમઈ-માઇક્રો સ્મૉલ મીડિયમ એન્ટરપ્રાઇઝ
એમએસએમઈની સંબંધિત અગત્યતાને એ હકીકતથી માપી શકાય છે કે 2019-20 માટે કુલ જીવીએ (હાલના ભાવે)માં એમએસએમઈ જીવીએનો હિસ્સો 33.08 ટકા હતો. સરકારે એમએસએમઈઝને સંવર્ધન અને ઉત્તેજન માટે વિવિધ પહેલ કરી છે. એમએસએમઈઝની વ્યાખ્યામાં સુધારો જે આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે પહેલી જુલાઇ 2020થી અમલી બની, એમાં રોકાણ અને વાર્ષિક ટર્ન ઓવરનો સંયુક્ત માપદંડ રજૂ થયો અને ઉત્પાદન અને સેવાના ક્ષેત્રો માટે સરખી મર્યાદા રજૂ થઈ. એમએસએમઈઝ માટે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ સુધારવા સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલાં પગલાંઓમાં જુલાઇ 2020માં ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલના શુભારંભનો સમાવેશ થાય છે.
17.01.2022 મુજબ, 66,34,006 સાહસોએ ઉદ્યમ પોર્ટલ પર નોંધણી કરાવી છે એમાંથી 62,79,858 માઇક્રો; 3,19,793 સ્મૉલ; અને 34,355 મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે.
ટેક્સ્ટાઇલ્સ
છેલ્લા દાયકામાં લગભગ ₹ 203,000 કરોડ આ ઉદ્યોગમાં રોકવામાં આવ્યા છે જે આશરે 105 મિલિયન લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે છે અને તેમાં મોટા ભાગની મહિલાઓ છે. લૉકડાઉન દ્વારા આ ઉદ્યોગ ઊંડી રીતે અસરગ્રસ્ત થવા છતાં, તેણે એપ્રિલ-ઑક્ટોબર 2022 દરમ્યાન આઇઆઇપી દ્વારા પ્રતિબિંબિત થાય છે એમ વૃદ્ધિમાં 3.6 ટકાના સકારાત્મક યોગદાનની સાથે નોંધપાત્ર પુન:પ્રાપ્તિ નોંધાવી છે.
વધુમાં, ક્ષેત્રની સ્પર્ધાત્મકતાને વધારવા મહત્વની મદદ તરીકે સરકારે ₹ 4,445 કરોડના એકંદર મૂડીરોકાણ સાથે ઑક્ટોબરમાં 7 પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ્સ રિજિયન એન્ડ એપેરલ પાર્ક (મિત્રા) સ્થાપવા અધિસૂચિત કર્યું હતું. આ યોજના આત્મનિર્ભર ભારતનાં વિઝનને આગળ વધારે અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ નકશામાં ભારતને મજબૂત સ્થિતિમાં મૂકે એવી અપેક્ષા છે. પીએમ મિત્રા 5એફ- ફાર્મથી ફાયબર, ફાયબરથી ફેક્ટરી, ફેક્ટરીથી ફેશન; ફેશનથી ફોરેન- પ્રેરિત છે અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગની સમગ્ર મૂલ્ય સાંકળ માટે સંકલિત મોટા પાયાની અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવીને ટેક્સ્ટાઇલ ક્ષેત્રને મજબૂત બનાવશે.
ઈલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી
સરકાર ઈલેક્ટ્રોનિક હાર્ડવેર ઉત્પાદને ઉચ્ચ અગ્રતા આપે છે. સરકારે આથી, ચિપ સેટ્સ સહિતના મહત્વનાં ઘટકો વિકસાવવા માટે દેશમાં ક્ષમતાઓને પ્રોત્સાહિત અને ચાલિત કરીને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ઈએસડીએમ) માટે ભારતને વૈશ્વિક હબ બનાવવા ઈલેક્ટ્રોનિક્સ 2019 (એનપીઈ-2019) અંગે 25.02.2019ના રોજ રાષ્ટ્રીય નીતિ અધિસૂચિત કરી હતી.
તાજેતરમાં સરકારે, સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકો સિસ્ટમના વિકાસ માટે ₹ 76,000 કરોડ (> 10 અબજ અમેરિકી ડૉલર્સ)ના એકંદર મૂડીરોકાણને મંજૂરી આપી છે. ઉદ્યોગને વેગ આપવા સરકારની દરમ્યાનગીરી એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર પુરવઠા સાંકળમાં તીવ્ર વિક્ષેપોને લીધે સેમી કન્ડક્ટર્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે.
ફાર્માસ્યુટિકલ્સ
ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ જથ્થાની દ્રષ્ટિએ ફાર્મા ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવે છે. જેનેરિક દવાઓની વૈશ્વિક પુરવઠા સાંકળમાં 20 ટકા હિસ્સા સાથે ભારત જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે જે દેશને “ફાર્મસી ઓફ ધિ વર્લ્ડ” બનાવે છે. ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં એફડીઆઇમાં 2020-21માં અગાઉનાં વર્ષની સામે અચાનક ઉછાળો જોવામાં આવ્યો જે 200 ટકાનો વધારો દર્શાવે છે. ફાર્મા ક્ષેત્રમાં વિદેશી રોકાણમાં આ અસાધારણ વૃદ્ધિ મુખ્યત્વે કોવિડ-19 સંબંધી થેરાપ્યુટિક્સ અને રસીઓની માગને પહોંચી વળવા રોકાણના હિસાબે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી)
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જન ભાગીદારી આ ક્ષેત્રમાં રોકાણનો મહત્વનો સ્ત્રોત રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ભાગીદારી અંગે વર્લ્ડ બૅન્કના ડેટાબેઝ મુજબ, પીપીપી પ્રોજેક્ટ્સની સંખ્યા અને સંકળાયેલાં રોકાણ બેઉ રીતે વિકાસશીલ દેશોમાં ભારતનો ક્રમ બીજો છે.
પીપીપી પ્રોજેક્ટ્સના એપ્રાઇઝલ માટે જવાબદાર છે એવી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એપ્રાઇઝલ કમિટિ (પીપીપીએસી)એ કુલ ₹ 137218 કરોડના યોજના ખર્ચ સાથે 2014-15થી 2020-21માં 66 પરિયોજનાઓને મંજૂરી આપી. સરકારે નાણાકીય રીતે અનવાયેબલ પણ સામાજિક/આર્થિક રીતે ઇચ્છનીય પીપીપી પ્રોજેક્ટ્સને નાણાકીય મદદ પૂરી કરવા વાયેબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ) યોજના શરૂ કરી, આ યોજના હેઠળ યોજના ખર્ચના 20 ટકા સુધી ગ્રાન્ટ તરીકે નાણાં પૂરાં પડાય છે.
2024-25 સુધીમાં 5 ટ્રિલિયન અમેરિકી ડૉલરના જીડીપીને સિદ્ધ કરવા, ભારતે આ વર્ષોમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આશરે 1.4 ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કરવાની જરૂર છે. આ હેતુને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા 2020-2025 દરમ્યાન નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી)ની આશરે 111 લાખ કરોડ (1,5 ટ્રિલિયન અમેરિકી ડૉલર્સ)ના અંદાજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ સાથે શરૂઆત કરવામાં આવી. એનપીઆઇની શરૂઆત 6,835 પરિયોજનાઓ સાથે કરવામાં આવી હતી જે વિસ્તારીને 34 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેટા-ક્ષેત્રોને આવરી લઈને 9000થી વધુ પરિયોજનાઓ સુધી કરાઇ છે.
નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (એનએમપી)
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનાં સ્થળોનો રોકાણકારો અને ડેવપર્સને સર્વગ્રાહી દૃષ્ટિકોણ પૂરો પાડવા એક તંદુરસ્ત એસેટ પાઇપલાઇન, એનએમપી તૈયાર કરાઇ છે. એનએમપીનું કેન્દ્ર સરકારની મહત્વની એસેટ્સ માટે કુલ સંકેતાત્મક મૂલ્ય ચાર વર્ષના સમયગાળા માટે ₹ 6.0 લાખ કરોડ અંદાજાય છે (એનઆઇપી હેઠળ કલ્પિત કુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણના 5.4 ટકા)
માર્ગ પરિવહન
સામાજિક-આર્થિક સંકલનના બળવત્તર માર્ગ તરીકે માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અગત્યતા વ્યાપક રીતે સ્વીકૃત છે અને તે દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. 2013-14થી નેશનલ હાઇ વેઝ/માર્ગોનાં નિર્માણમાં સતત વધારો થયો છે, 2019-20માં 10,237 કિમીની સરખામણીએ 2020-21માં 13,327 કિમીના રસ્તા બંધાયા છે જે અગાઉનાં વર્ષ કરતા 30.2 ટકાનો વધારો સૂચવે છે.
રેલવે
રેલવેમાં 2009-14 દરમ્યાન દિવસ દીઠ સરેરાશ 720 ટ્રેક્સ કિમીની સરખામણી 2014-2021 દરમ્યાન નવી લાઇનો અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ મારફત દર વર્ષે સરેરાશ 1835 ટ્રેક કિમી નવા પાટાની લંબાઇ ઉમેરવામાં આવી. ભારતીય રેલવે (આઇઆર) સલામત અને વધુ સારો યાત્રા અનુભવ કરાવવા માટે કવચ, વંદે ભારત ટ્રેનો અને સ્ટેશનોના રિડેવલપમેન્ટ જેવી સ્વદેશી નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે. નાણાકીય વર્ષ 21 દરમ્યાન ભારતીય રેલવેએ 1.23 અબજ ટન નૂર અને 1,25 અબજ ઉતારૂઓનું વહન કર્યું હતું.
ભારતીય રેલવે માટે મૂડી ખર્ચ-કેપેક્સમાં નોંધપાત્ર વધારો કરાયો છે, 2009-14 દરમ્યાન સરેરાશ વાર્ષિક ₹ 45,980 કરોડના કેપેક્સથી 2021-2022 દરમ્યાન વધીને ₹ 2,15,058 કરોડ (બજેટ અંદાજ).
નાગરિક ઉડ્ડયન
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનાં એક તરીકે ઊભર્યું છે. ભારતમાં ઘરેલુ ટ્રાફિક 2013-14માં આશરે 61 મિલિયન હતો એ 2019-20માં બમણાંથી વધુ વધીને 137 મિલિયન થયો છે જે વર્ષે 14 ટકા કરતા વધુની વૃદ્ધિ નોંધાવે છે. ભારત સરકારે ઉડ્ડયન ક્ષેત્રને વેગ આપવા વિવિધ પહેલ કરી છે જેમાં મહામારીની પહેલી લહેર ઓસરતા ઘરેલુ ક્ષેત્રને ધીમે ધીમે ખોલવું, એર ટ્રાન્સપોર્ટ બબલ્સ કે ચોક્કસ દેશો સાથે હવાઇ મુસાફરીની વ્યવસ્થા દાખલ કરવી, એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ, હવાઇ મથકોનું ખાનગીકરણ અને આધુનિકીકરણ/વિસ્તરણ, પ્રાદેશિક જોડાણની યોજના-ઉડાનને વેગ, મેઇનટેનન્સ રિપેર અને ઓવરહૉલ (એમઆરઓ) કામકાજને પ્રોત્સાહન ઈત્યાદિનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ડ્રૉન તરીકે જાણીતી અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ (યુએએસ) અર્થતંત્રના લગભગ તમામ ક્ષેત્રોને વિપુલ લાભો આપે છે. સરકારે ઑગસ્ટ 2021માં ડ્રૉન નિયમો 2021 ઉદાર બનાવ્યાં અને 2021ની 15 સપ્ટેમ્બરે ડ્રૉન માટે પીએલઆઇ યોજના જારી કરી. નીતિગત સુધારા, આથી, આગામી ડ્રૉન ક્ષેત્રમાં સુપર-નોર્મલ વૃદ્ધિના ઉદ્દીપક બનશે. ઑક્ટોબર 2021માં એકંદર એર કાર્ગો ટનેજ 2.88 લાખ એમટીએ પહોંચ્યું જે કોવિડ પહેલાનાં સ્તર (2.81 લાખ એમટી)ને વટાવી ગયું હતું.
બંદરો
કોઇ પણ અર્થતંત્રમાં એ અર્થતંત્રની વેપાર સ્પર્ધાત્મકતા માટે પોર્ટનો દેખાવ નિર્ણાયક છે. માર્ચ 2014ના અંતે 13 મુખ્ય બંદરોની ક્ષમતા 871.52 મિલિયન ટન્સ પર એનમ (એમટીપીએ) હતી એ માર્ચ 202ના અંત સુધીમાં 79 ટકા વધીને 1560.61 એમટીપીએ થઈ હતી.
જુલાઇ 2021માં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં મર્ચન્ટ શિપ્સના ફ્લેગિંગને ઉત્તેજન આપવા મંત્રાલયો અને સીપીએસઈઝ દ્વારા જારી વૈશ્વિક ટેન્ડરોમાં પાંચ વર્ષ માટે ભારતીય શિપિંગ કંપનીઓને ₹ 1,624 કરોડની મદદ પૂરી પાડવાની એક યોજનાને મંજૂરી આપી છે.
વૈશ્વિક મેરિટાઇમ ક્ષેત્રના અગ્રમોરચે ભારતને આગળ લાવવાના હેતુ સાથે મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030 (એમઆઇવી 2030), માર્ચ 2021માં જારી કરવામાં આવ્યું જે આગામી દાયકામાં ભારતના મેરિટાઇમ ક્ષેત્રની સંકલિત અને ઝડપી વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટેની એક બ્લ્યુ પ્રિન્ટ છે. એમઆઇવી 2030નો અંદાજ છે કે ભારતીય બંદરોનો વિકાસ એક્ઝિમ અસીલો માટે દર વર્ષે ₹ 6000-7000 કરોડની ખર્ચ બચત કરશે. એમઆઇવી 2030નો અંદાજ છે કે ભારતીય બંદરોએ ક્ષમતા વૃદ્ધિ અને વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રોકાણની જરૂરિયાત ₹ 1,00,000-1,25,000 કરોડની રહેશે.
આંતર જળમાર્ગો
100 વર્ષો જૂના ઇન્ડલેન્ડ વેસલ્સ એક્ટ, 1917(1917ના 1) ના સ્થાને ઇનલેન્ડ વેસલ્સ એક્ટ, 2021 મારફત નિયમનના સુધારા અને ઇનલેન્ડ વૉટર પરિવહન ક્ષેત્રમાં એક નવા યુગના મંડાણ થયાં છે.
ટેલિકોમ
ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકૉમ્યુનિકેશન માર્કેટ છે. ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર બેઝ માર્ચ 2014માં 933.02 મિલિયન હતો એ માર્ચ 2021માં વધીને 1200.88 મિલિયન થયો છે. માર્ચ 2021માં, 45 ટકા સબસ્ક્રાઇબર્સ ગ્રામીણ ભારત સ્થિત અને 55 ટકા શહેરી વિસ્તારો સ્થિત હતા. દેશમાં ઇન્ટરનેટનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે અને માક્ર્હ 2015માં 320.33 મિલિયનથી વધીને જૂન 2021માં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ 833. 71 મિલિયન થયા હતા.
મોબાઇલ ટાવર્સની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે અને ડિસેમ્બર 2021માં 6.93 લાખ ટાવર્સની થઈ હતી, એ દર્શાવે છે કે ટેલિકોમ ઓપરેટર્સ ક્ષેત્રમાં સંભાવનાઓને સારી રીતે સમજ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાની તક ઝડપી છે જે સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા મૂળભૂત રહેશે.
મુખ્ય ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ, 27.09.2021 મુજબ, 5.46 લાખ કિમીના ઑપ્ટિકલ ફાયબર કૅબલ બિછાવાયાં છે, ઑપ્ટિકલ ફાયબર કૅબલ (ઓએફસી) દ્વારા એકંદરે 1.73 લાખ ગ્રામ પંચાયતો (જીપી)ને જોડવામાં આવી છે અને 1.59 લાખ ગ્રામ પંચાયતો ઓએફસી અંગે સેવા સુસજ્જ છે.
નહીં આવરી લેવાયેલાં ગામો અને ઉત્તર-પૂર્વમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા ઉત્તર-પૂર્વ પ્રદેશ માટે સરકાર સર્વગ્રાહી ટેલિકોમ ડેવલપમેન્ટ પ્લાન (સીટીડીપી) અને ટાપુઓ માટે સર્વગ્રાહી ટેલિકોમ ડેવલપમેન્ટ પ્લાન અમલી કરી રહી છે. માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓ વિશે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં છે. આ સુધારાઓથી 4જીનો વ્યાપ વધવાની, પ્રવાહિતા ઉમેરાવાની અને 5જી નેટવર્ક્સમાં રોકાણ માટે સમર્થ વાતાવરણ સર્જાવાની અપેક્ષા છે.
પેટ્રોલિયમ, ક્રુડ અને નેચરલ ગેસ
વર્ષ 2020-2021 દરમ્યાન ક્રુડ ઑઇલ અને કન્ડેન્સેટનું ઉત્પાદન 30.49 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) રહ્યું હતું. નેચરલ ગેસનું ઉત્પાદન વર્ષ 2019-20માં 31.18 બીસીએમની સામે 2020-2021 દરમ્યાન 28.67 બિલિયન ક્યુબિક મીટસ (બીસીએમ) રહ્યું. વર્ષ 2019-20માં 254.39 એમએમટીની સામે વર્ષ 2020-21માં 221.77 એમએમટી ક્રુડ ઑઇલ પ્રોસેસ થયું જે 2020-21 માટે 251.66 એમએમટીના લક્ષ્યાંકના 88.1 ટકા સિદ્ધિ દર્શાવે છે.
પારદર્શિતા લાવવા માટે સરકારે ઘણાં પગલાં રજૂ કર્યાં છે. સપ્ટેમ્બર 2021માં શરૂ કરવામાં આવેલ “લક્ષ્ય ભારત પોર્ટલ”માં તમામ ઑઇલ અને ગેસ સંસ્થાઓને તેમના દ્વારા મેળવાયેલ વિવિધ વસ્તુઓની વિગતો ભાવિ જરૂરિયાતો સહિત અપલોડ કરવાની રહે છે.
સમગ્ર કોવિડ 19 લૉકડાઉન ગાળામાં સમગ્ર દેશમાં બળતણનો પુરવઠો જાળવીને પેટ્રોલિયમ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની બીજો તબક્કો ઉજ્જવલા 2.0 2021ની 10મી ઑગસ્ટે સમગ્ર ભારતમાં પ્રથમ મફત રિફિલ અને સ્ટવની સાથે વધારાનાં એક કરોડ એલપીજી જોડાણો પૂરાં પાડવાં શરૂ કરવામાં આવ્યો. ઉજ્જવલા 2.0 એલપીજીનું કવરેજ ઓછું છે એ વિસ્તારોમાંથી પરપ્રાંતીય અને ગરીબ મહિલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
વીજળી
તીવ્ર રીતે વીજળી ખાધવાળા દેશમાંથી માગ પૂરેપૂરી પહોંચી વળાય એવી સ્થિતિ સુધી ભારતે મહત્વપૂર્ણ કાયાપલટ જોઇ છે. કુલ સ્થાપિત ક્ષમતા અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ (1 મેગાવૉટ અને એનાથી ઉપરની માગ ધરાવતા ઉદ્યોગો) 21.03.2020ના રોજ 446.35 ગિગાવૉટ્સની સરખામણીએ 31.03.2021ના રોજ 459.15 ગિગાવૉટ્સ હતી જે 2.87 ટકાની વૃદ્ધિ નોંધાવે છે.
રિન્યુએબલ એનર્જી
તમામ મોટાં અર્થતંત્રોમાં ભારતે રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવામાં સૌથી ઝડપી વૃદ્ધિ નો6ધાવી છે, છેલ્લા 7.5 વર્ષો દરમ્યાન રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 2.9 ગણી અને સોલર એનર્જી 18 ગણી વિસ્તરી છે.
રિન્યુએબલ પાવર ખેંચવા અને ભાવિ જરૂરિયાતોને માટે ગ્રિડને ફરી આકાર આપવા, ગ્રીન એનર્જી કૉરોડોર (જીઈસી) પ્રોજેક્ટ્સ આરંભવામાં આવ્યાં છે. બીજું ઘટક- 9700 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન્સની લક્ષિત ક્ષમતા અને 22,600 એમવીએ ક્ષમતાના સબ-સ્ટેશનો સાથે ઇન્ટ્રા-સ્ટેટ જીઈસી જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
SD/GP/JD
(Release ID: 1794021)
Visitor Counter : 332